GSTV
Gujarat Government Advertisement

LAC પર ચીનનું ‘અક્કડ’ વલણ, ગોગરા અને હોટ સ્પ્રિંગ્સથી પીછેહઠ કરવાનો કર્યો ઇન્કાર

Last Updated on April 11, 2021 by

ભારત અને ચીનના લશ્કરી કમાન્ડરો વચ્ચે સૈન્ય પાછુ ખેંચવા અંગે 11મા રાઉન્ડની બેઠક યોજાઈ હતી. 13 કલાકની બેઠકના અંતે ચીને સ્પષ્ટ કર્યું હતું કે ઈસ્ટર્ન લદ્દાખના ગોગરા અને હોટ સ્પ્રિંગ જેવા પોઈન્ટ પરથી એ સેના પરત ખેંચવા તૈયાર નથી. બીજી તરફ ભારત સરકારે બયાન આપ્યું હતું કે બન્ને દેશો સરહદે શાંતિ જળવાઈ રહે એ પ્રકારે વર્તન કરવા કટિબદ્ધ છે.

ચીન

વાટાઘાટો પછી સરકાર દ્વારા કહેવાયુ હતુ કે બન્ને દેશો કોઈ ઉશ્કેરણીજનક પગલું ભરવાને બદલે જે કંઈ વિવાદો છે એ વાત-ચિત દ્વારા જ ઉકલે એ માટે સક્રિય છે. એ માટે વાટાઘાટો હજુ પણ ચાલુ જ રહેશે. જોકે ઈન્ડિયા ટુડેના અહેવાલ પ્રમાણે ચીન શાંતિ જાળવવા તૈયાર છે, પરંતુ જ્યાંથી પાછું ખસી જવાનું છે એવા અમુક સ્થળો ખાલી કરવા તૈયાર નથી.

પેંગોગ સરોવરના કાંઠેથી બન્ને દેશોની સેના પાછી હટી ગઈ છે. વચ્ચેનો કેટલોક વિસ્તાર બફર તરીકે ખાલી રખાયો છે. પરંતુ બીજા એવા સ્થળો છે, જ્યાં ચીન-ભારતની સેના કેટલાક મિટરના અંતરે જ સામસામે છે. બન્ને દેશના સૈનિકો ત્યાં ખડકાયેલા છે. એટલે ભવિષ્યમાં ત્યાં વાતનું વતેસર થવાનો ડર રહે છે.

ઈન્ડિયન આર્મીએ આપેલા સ્ટેમેન્ટમાં પણ બન્ને દેશો શાંતિ જાળવશે એ પ્રકારની જ વાત છે. પરંતુ લદ્દાખના ઘણા સ્થળોએ ચીની સૈનિકો અગાઉ ન હતા ત્યાં તંબુ તાણીને બેઠા છે, તેનું શું એ સ્પષ્ટતા નથી. ચીની સૈનિકોની હાજરી જ ચીનનો મલિન ઈરાદો સ્પષ્ટ કરે છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33