Last Updated on April 5, 2021 by
બિહારના ઘણા વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. રાજ્યના પટના, કિશનગંજ, અરારિયા અને કિશનગંજમાં ધરતી ધ્રુજવાના સમાચાર સામે આવ્યાં છે. જો કે, હજી સુધી કોઈ પણ રીતે જાન-માલના નુકસાનના સમાચાર મળ્યા નથી.
Earthquake tremors also felt in parts of Assam, Bihar and West Bengal.
— ANI (@ANI) April 5, 2021
આ ઝટકા આસામ, બિહાર અને પશ્ચિમ બંગાળના કેટલાંક વિસ્તારોમાં અનુભવવામાં આવ્યાં છે. રાષ્ટ્રીય ભૂકંપ વિજ્ઞાન કેન્દ્રના અનુસાર, રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 5.4 ની રહી છે. ભૂકંપનું કેન્દ્ર સિક્કિમ-નેપાળ બોર્ડરની પાસેનું રહ્યું છે. રાત્રિના 8:49 મિનિટે ભૂકંપન ઝટકા અનુભવવામાં આવ્યાં છે.
બિહારના અનેક વિસ્તારોમાં સોમવારના રોજ રાત્રિએ ભૂકંપના ઝટકા અનુભવવામાં આવ્યાં છે. આ ઝટકા પટના, કિશનગંજ, અરારિયા અને કિશનગંજમાં અનુભવાયા છે. ભૂકંપની તીવ્રતા 5.4ની રહેતા લોકો ઘરની બહાર દોડી આવ્યાં હતાં. પૂર્ણિયામાં પણ ભૂકંપના ભારે ઝટકાંઓ અનુભવવામાં આવ્યાં હતાં. જો કે ભૂકંપની ઘટનાથી લોકોમાં ભયનો માહોલ ઊભો થયો છે. એક તરફ બહાર નીકળતા કોરોના તો બીજી બાજુ ભૂકંપ આવતા નાગરિકો ભારે ચિંતામા મૂકાઇ ગયા છે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31