GSTV
Gujarat Government Advertisement

વાહ ! આવક મેળવવાનો વધુ એક નવો સ્ત્રોત, હવે ઈન્ટરનેટ પર જાહેરાત જોઈને કમાઈ શકો છો પૈસા, જાણો કેવી રીતે….

Last Updated on March 14, 2021 by

દિવસેને દિવસે મોંઘવારી વધી રહી છે. સામાન્ય માણસ મોંઘવારીના તળે દબાઈ રહ્યો છે. ત્યારે આ વધતા ફુગાવા વચ્ચે દરેક વ્યક્તિ વધારાની આવકનો કોઈ માર્ગ શોધવાની ઇચ્છા રાખે છે, જેથી જીવન વધુ સારી રીતે અને સરળ રીતે આગળ વધી શકે. જ્યારે બીજી તરફ અમુક લોકો એવું પણ વિચારતા રહેતા હોય છે કે જે કોઈને કોઈ જુગાડ અથવા તો તેનો તોડ કે એવી કોઈ પદ્ધતિ બહાર છે. હવેના દિવસોમાં ઇન્ટરનેટ વધારાની આવક માટે પણ ખૂબ મદદગાર સાબિત થઈ રહ્યું છે. એવી ઘણી સાઇટ્સ છે જ્યાં તમને માત્ર એક ક્લિક કરીને પૈસા મળે છે. જો તમે પણ આ જ વિકલ્પ શોધી રહ્યા છો, તો આ સમાચાર તમારા માટે મદદરૂપ થઈ શકે છે. ચાલો આપણે સમજાવીએ કે ટૂંકા સમયમાં તમે ઘર અથવા ઓફિસમાં બેસીને કેવી રીતે વધારાની આવક મેળવી શકો છો.

જો કોઈ વધુ મશક્કત કર્યા વગર પૈસા કમાવવાનો મોકો મળી જતો પછી વાત જ શું ? તે પણ ઘરે બેઠા, હા તમે પણ ઘરે બેઠા પૈસા કમાવવા અંગે વિચારી રહ્યા છો તો ઇન્ટરનેટ દ્વારા તમે એને પુરૂ કરી શકો છો. એના માટે તમારે માત્ર ઓનલાઇન રહેવું પડશે. એમાં કોઈ વિશેષ કૌશલ્ય અથવા યોગ્યતાની આવશ્યકતા નથી. જો કે વધતી પ્રતિસ્પર્ધા વચ્ચે હવે ઓનલાઇન પૈસા કમાવવું એટલું સરળ રહી નથી ગયું. પરંતુ ઓનલાઈન તરફ વધતી દુનિયાએ ઘરે બેઠા આરામથી પૈસા બનાવવા માટે કેટલાક સાધારણ પરંતુ વાસ્વિક વિકલ્પો શોધ્યા છે. તો આવો જાણીએ ઓનલાઇન પૈસા કમાવાના વાસ્તવિક આઠ રીત વિષે

વિજ્ઞાપન જોઈ કરો કમાણી

ઇન્ટરનેટની દુનિયામાં ઘણી વેબસાઈટ છે, જ્યાં વિજ્ઞાપન જોવા માટે પણ પૈસા મળે છે. એના માટે તમારે કોઈ paid-to-click(PTC) વેબસાઈટ પર જઈ પોતાને રજીસ્ટ્રેશન કરવું પડશે. ClixSense.com, NeoBux જેવી PTC વેબસાઈટ પર તમને વિજ્ઞાપન જોવા માટે ચુકવણી મળી જશે.

એપ પ્રમોટ કરીને કમાઈ શકાશે રૂપિયા

ઇન્ટરનેટ પર અનેક એવી એપ છે જેને પ્રમોટ કરીને પણ તમે પૈસા કમાઈ શકો છો. તેના માટે તમારે સંબંધિત એપ પર લોગીન કરવાનું રહેશે અને ત્યારબાદ પોતાના મિત્રોને અને લાગતાવળગતાઓને પણ તે એપ વિષે જણાવવાનું રહેશે. જેમ તમારા કોડનો ઉપયોગ કરીને કોઈ યુઝર એપ પર સંબંધિત સેવાઓનો લાભ લેશે, તમને ચોક્કસ રકમ ચુકવવામાં આવશે.

ફોટા વેચી પૈસા કમાઓ

શું તમારી પાસે જુના અને નવા ફોટોથી ભરેલ બોક્સ અને આલબમ છે ? રસપ્રદ ફોટોને તમે સ્ટોક ફોટોગ્રાફી વેબસાઇટો દ્વારા વેચી શકો છો. અહીં ઘણા વિષયો માટે ફોટાની જરૂરત હોય છે, તમે તમારી ફોટોને Shutterstock, Photoshelter, અને Getty Images જેવી લોકપ્રિય ફોટોગ્રાફી વેબસાઈટ પર અપલોડ કરી શકો છો. સૌથી સારી વાત એ છે કે તમને દરેક સમયે ચુકવણી કરવામાં આવશે જયારે કોઈ તમારા દ્વારા અપલોડ કરેલી ફોટો ખરીદે છે.

ગેમ રમી પૈસા કમાઓ

કેટલીક સાઇટ્સ તમને ગેમ રમવા માટે પૈસા આપે છે. એમાં સેકન્ડ લાઇફ, સવેગબક્સ, લક્કટેસ્ટિક અને મિસ્ટપ્લે સામલે છે . એમાંથી કેટલીક વેબસાઈટ તમને ગિફ્ટ કાર્ડના રૂપમાં અને Paypalના માધ્યમહી ચુકવણી કરે છે.

પોતાનું મંતવ્ય આપી પૈસા કમાઓ

તમે Survey Junkie, Swagbucks, અને InboxDollar જેવી વેબસાઈટ પર ઓનલાઇન સર્વેથી શામેલ થઇ પૈસા કમાઈ શકો છો. જો કે, એવી સાઈટ ખુબ વધુ ચુકવણી કરતી નથી પરંતુ હજુ પણ પ્રતિ સર્વે $ 0.50 થી $ 3 સુધી કમાઈ શકો છો.

કેસ ફોર ઓફર ડોટ કોમ

આ વેબસાઈટના માધ્યમથી તમે પૈસા કમાઈ શકો છો. જયારે તમે વેનસાઇટના ગોલ્ડ મેમ્બર બની જાઓ છો તો 72 કલાકથી ઓછા સમયમાં તમને પેમેન્ટ કરી દેવામાં આવે છે. તમે ઈ-મેઈલ વાંચી, સર્વે દ્વારા, કેસ ઓફર્સના માધ્યમથી, ઓફલાઈન ગેમ્સ રમી અને મિત્રની એકાઉન્ટ બનાવડાવી પૈસા કમાઈ શકો છો. વેબસાઈટ પર સાઈન ઈન કરતા જ તમને લગભગ 5 ડોલર એટલે 300થી 350 રૂપિયા મળે છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33