Last Updated on March 29, 2021 by
જો તમે પણ ખેતી દ્વારા કમાણી કરવાનો પ્લાન બનાવી રહ્યા છો તો આજે અમે તમને એવી ખેતી અંગે જણાવશુ, જ્યાં તમે લાખોની કમાણી કરી શકો છો અને આ બિઝનેસને શરુ કરવા માટે ખુબ ઓછા પૈસાની જરૂરત પડશે. હાલ તુલસીની ખેતી દ્વારા કોઈ પણ વ્યક્તિ લખપતિ બની શકે છે. આવો તમને જણાવીએ કેવી રીતે તુલસીની ખેતી દ્વારા તમે મોટી કમાણી કરી શકો છો.
તુલસીની ખેતી કરવા માટે તમને વધુ પૈસાની જરૂરત નહિ હોય. એની સાથે એની માંગ પણ ઘણી છે. આજકાલ દરેક ઘરમાં તુલસીનો છોડ હોય જરૂર હોય છે. એ ઉપરાંત એનો ઉપયોગ દવાઓમાં પૂજામાં અને ઘણી જગ્યાએ કરી શકાય છે.
કોરોના સંકટમાં વધી માંગ
જણાવી દઈ કે કોરોના રોગચાળો હોવાથી લોકોનું આયુર્વેદિક અને કુદરતી દવાઓ પ્રત્યેનું આકર્ષણ વધી રહ્યું છે અને આ કારણ છે કે તેમની માંગમાં પણ મોટો વધારો જોવા મળી રહ્યો છે. તેમની માંગ દરરોજ વધી રહી છે. હાલના સમયની વાત કરીએ તો એનું બજાર પણ નોંધપાત્ર રીતે વધ્યું છે. આવી સ્થિતિમાં, જો તમે ઔષધીય છોડની ખેતીનો બિઝનેસ શરૂ કરો છો, તો તે તમારા માટે ખૂબ ફાયદાકારક સાબિત થઈ શકે છે.
શરળતાથી શરુ કરી શકો છો બિઝનેસ
આ બિઝનેસ શરૂ કરવા માટે વધુ પૈસા ખર્ચવાની જરૂર નથી. સાથે જ તમારે લાંબીની ખેતીની જરૂર છે. તમે કન્ટ્રેક્ટ ફાર્મિંગ દ્વારા પણ આ બિઝનેસ શરૂ કરી શકો છો.
થશે ત્રણ લાખની કમાણી
તમારે આની ખેતી માટે ફક્ત 15,000 રૂપિયા ખર્ચ કરવાની જરૂર છે. વાવણીના 3 મહિના પછી તુલસીનો પાક સરેરાશ 3 લાખ રૂપિયામાં વેચાય છે. માર્કેટમાં હાજર ઘણી આયુર્વેદિક કંપનીઓ જેવી કે ડાબર, વૈદ્યનાથ, પતંજલિ વગેરે પણ તુલસીની કોન્ટ્રેક્ટ પર ખેતી કરાવી રહ્યા છે.
Read Also
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31