Last Updated on March 9, 2021 by
કોરોનાની મહામારીના કારણે યાત્રાધામ દ્વારકા મંદિરમાં આગામી 27થી 29 માર્ચ સુધી પ્રવેશ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. દ્વારકા મંદિરના સંચાલક, જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ સાથે પરામર્શ કરી મંદિર ફુલડોલોત્સવ દરમ્યાન મંદિરમાં પ્રવેશ બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે.
હોળી પર દ્વારકા મંદિરે દર્શન માટે ચારથી પાંચ દિવસમાં 2.50 લાખ યાત્રાળુઓ દ્વારકાધીશના દર્શન માટે આવતા હોય છે. જેના કારણે મંદિરમાં કોરોનાની ગાઈડલાઈનનો ભંગ થઈ શકે. જેથી મંદિર ત્રણ દિવસ સુધી મંદિરમાં પ્રવેશ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
કોરોના વાયરસે ગુજરાતમાં ફરી માથુ ઉંચક્યું છે. છેલ્લા 24 કલાકમાં 555 નવા કેસ નોંધાયા છે જ્યારે 482 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. આજે કોરોના સંક્રમણથી રાજ્યમાં અમદાવાદમાં એક મૃત્યુ થયું હતું. રાજ્યમાં અત્યાર સુધી કુલ 4416 લોકોના કોરોનાથી મોત થયા છે. ચૂંટણીઓ બાદ ગુજરાતમાં સતત કોરોનાના કેસો વધી રહ્યાં છે. રૂપાણી સરકાર ભલે સબ સલામતના દાવાઓ કરે પણ કેસો વધ્યા છે એ વાસ્તવિકતા છે. રાજ્યમાં અત્યાર સુધી 266313 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 97.22 ટકા પર પહોંચ્યો છે. હાલ 3212 એક્ટિવ કેસ છે, જેમાંથી 41 લોકો વેન્ટિલેટર પર અને 3171 લોકો સ્ટેબલ છે. સરકાર આ આંકડાઓ સુધરે એ માટે પ્રયાસો કરી રહી છે.
ગુજરાતમાં આજે કોરોનાના કેસ
આજે અમદાવાદ કોર્પોરેશનમાં 126, સુરત કોર્પોરેશન 90, વડોદરા કોર્પોરેશનમાં 89, રાજકોટ કોર્પોરેશન 35, પંચમહાલ 18, આણંદ 16, ભાવનગર કોર્પોરેશન 14, ખેડા 14, વડોદરા 14, સાબરકાંઠા 12, ભરૂચ 11, કચ્છ 11, દાહોદ 10, સુરત 10, મહીસાગર અને રાજકોટમાં 9-9 કેસ નોંધાયા હતા. આજે રાજ્યમાં કુલ 1,08,226 લોકોને રસી આપવામાં આવી છે.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
MUST READ:
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31