GSTV
Gujarat Government Advertisement

દ્વારકા કે ડાકોર જવાના હોય તો પડશે ધરમધક્કો, કોરોનાના વધતા વ્યાપ વચ્ચે આટલા દિવસ માટે બંધ રહેશે મંદિર

કોરોના

Last Updated on March 27, 2021 by

સતત વધી રહેલા કોરોના કેસના કારણે પ્રશાસને દ્વારકા મંદિરને આગામી 27 તારીખથી લઈ 3 દિવસ માટે બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. આવનાર હોળીના તહેવાર તથા ઉત્તરાફાલ્ગુન નક્ષત્ર હોવાથી દ્વારકાધીસજીના મંદિરમાં ફૂલડોલોત્સવ ઉજવાતો હોઈ છે. જેમાં મોટી સંખ્યામાં ભીડ એકઠી ન થાય એટલે મંદિર વહિવટ કર્તાઓએ ભાવિકોને ઓનલાઈન દર્શનનો લાભ લઈ શકે તેવી વ્યવસ્થા કરી છે.

કોરોના

દ્વારકા મંદિરના વહિવટકર્તા આવનાર હોલિકા દહનના કાર્યક્રમને યોજવાનો નિર્ણય કર્યો છે. મંદિરમાં યોજાતો ધ્વજાજી મનોરથ માટે માત્ર 10 વ્યકતિઓને મંદિરમાં પ્રવેશ આપવાનો નિર્ણય કર્યો છે.ભાવિકો દ્વારકાધીશ મંદિરની વેબસાઈટ પર મંદિરમાં યોજાનારા તમામ ઉત્સવોનો ઓનલાઈન લાભ લઈ શકશે.

ડાકોરના રણછોડજીના પણ દરવાજા બંધ

સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં આજે મંદિર પરિસર સુમસામ જોવા મળી રહ્યું છે.સૌથી મોટી હોળીની ચૌદસના પવિત્ર દિવસે યાત્રાધામ રાજા રણછોડજીના દરવાજા બંધ થયા છે.કોરોના મહામારીને કારણે 27,,28 અને 29 તારીખ સુધી મંદિર બંધ રાખવાનો નિર્ણય કરાયો છે..મંદિર બંધ હોવાથી ભાવિક ભક્તો પણ મુઝાયા હતા.ઘણા ભાવિક ભક્તોએ રાજા રણછોણજીના બંધ ધરવાજે માથું ટેકવીને પાછા વળ્યા હતા. સ્થાનિક વેપારીઓમા ધંધા-રોજગાર વગર દુઃખનું મોજુ ફરી વળ્યું હતુ. ત્રણ દિવસ મંદિર પરિસર જય રણછોડ માખણ ચોરના ગગનભેદી નારાથી ગુંજી ઉઠતું હોય છે. જો કે કોરોના મહામારીના કારણે આ વર્ષે આ નાદ સાંભળવા મળશે નહી.

Read Also

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33