GSTV
Gujarat Government Advertisement

રેમડેસિવીર ઇન્જેક્શનની ખોટનો મુદ્દો દિલ્હીમાં ગુંજ્યો, સોમાણીએ તબીબી કાળાબજારીની વ્યક્ત કરી આશંકા / ટૂંક સમયમાં લેવાશે મોટું એક્શન

Last Updated on April 10, 2021 by

ગુજરાતમાં રેમડેસિવીર ઇન્જેક્શનની અછતનો મુદ્દો હવે દિલ્હી સુધી પહોંચ્યો છે. ડ્રગ કંટ્રોલર ઓફ ઇન્ડિયાના વી.જી. સોમાણીએ ગુજરાતના ડ્રગ કંટ્રોલર એચ.જી. કોશિયાને સ્ફોટક પત્ર લખ્યો છે. પત્રમાં તેમણે ગુજરાત સહિત ત્રણ રાજ્યોમાં ઇન્જેક્શનની અછતનો ઉલ્લેખ કરી ઇન્જેક્શનના મેનેજમેન્ટ સામે સવાલો ઉઠાવ્યા છે.

રેમડેસિવીર

ડ્રગ કંટ્રોલર ઓફ ઇન્ડિયાના વી.જી. સોમાણીએ જણાવ્યું કે ગુજરાતના 3 શહેરો અમદાવાદ, સુરત અને રાજકોટમાં ઇન્જેક્શનની મોટા પાયે અછત પ્રવર્તી રહી છે. રેમડેસિવીર ઇન્જેક્શનની અછતને કારણે ઇન્જેક્શનની સંગ્રહખોરી અને કાળાબજારી થવાની ભીતિ છે.

આ પત્ર બાદ ગુજરાતના ડ્રગ કંટ્રોલર એચ.જી. કોશિયા સામે ટૂંક સમયમાં મોટા પગલાં લેવાય તેવા એંધાણ છે. એચ.જી. કોશિયાની નીતિ અને મિસમેનેજમેન્ટના કારણે ગુજરાતની સામાન્ય જનતા અને સરકાર બંને પરેશાન છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33