Last Updated on March 4, 2021 by
આકરી ગરમી પોતાની સાથે જળસંકટ પણ લાવે છે. નીતિ પંચના એક રિપોર્ટ અનુસાર આકરી ગરમીના કારણે દેશમાં ભયંકર જળસંકટ આવી શકે છે અને જો વેળાસર પગલાં ઉઠાવવામાં ન આવ્યાં તો ૨૦૩૦ સુધી દેશમાં સૌને પીવાનું પાણી ઉપલબ્ધ કરાવવું શક્ય નહીં બને. જેમાં દિલ્હી, બેંગાલુરુ, ચેન્નાઇ અને હૈદરાબાદ જેવા મોટા શહેરોમાં વસતા લોકો મોટી સંખ્યામાં સામેલ હશે. વર્ષ ૨૦૩૦ સુધીમાં દેશના ૪૦ ટકા લોકો પીવાના પાણીની સમસ્યાનો સામનો કરતા હશે.
અસરગ્રસ્ત રાજ્યોમાં ગુજરાતનો સમાવેશ
આકરી ગરમીથી જળસંકટ ઉભુ થાય છે. તેમાંય જો ચોમાસુ નિષ્ફળ રહે તો દુકાળ પડે છે. સરકારે પણ એક રિપોર્ટમાં કહ્યું છે કે જો આ વર્ષે સારો વરસાદ ન થયો તો પાણીની ભારે તંગી સર્જાશે. (GFX IN) દુષ્કાળની પરિસ્થિતિથી સૌથી વધારે અસરગ્રસ્ત રાજ્યોમાં ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, તેલંગાણા, આંધ્રપ્રદેશ અને કર્ણાટક જેવા રાજ્યોનો સમાવેશ થાય છે. આવા તો કેટલાંય રિપોર્ટ છે જે ઇશારો કરે છે કે દેશ જળસંકટ તરફ આગળ વધી રહ્યો છે. જાણકારોના મતે તો આવનારા સમયમાં પાણીને લઇને હિંસા પણ સર્જાઇ શકે છે. (GFX OUT)
તાપમાનમાં અસહ્ય વધારો થયો
તાપમાનમાં થયેલો અસહ્ય વધારો ક્લાયમેટ ચેન્જનું જ પરિણામ છે તેમાં કોઈ બે મત નથી. પરંતુ એના મૂળ રાજકારણ અને કોર્પોરેટ જગતની સાંઠગાંઠ સાથે પણ જોડાયેલા છે. દેશના મોટા મોટા ઉદ્યોગગૃહો વેપાર વધારવાના ચક્કરમાં જંગલોનો આડેધડ સફાયો કરી રહ્યાં છે. જેને કારણે પર્યાવરણને મોટું નુકસાન થયું છે અને ગરમી વધી છે. આડેધડ થતા ખાણ ખોદાતા જંગલોમાં મોટું નુકસાન પહોંચ્યું છે. દેશમાં વધી રહેલી વસતી પણ જળસંકટ માટે કારણભૂત છે. દેશના લોકો અસમાન જળવિતરણની સમસ્યાનો સામનો કરી રહ્યાં છે.
રાજ્યમાં બેવડી ઋતુ
(GFX IN) પર્યાવરણમાં થઇ રહેલા આ ફેરફારના પરિણામે ભારતમાં બે પ્રકારના બદલાવ જોવા મળી રહ્યાં છે. એક છે તાપમાનમાં વધારો અને બીજો છે મોનસુનની પેટર્નમાં ફેરફાર. આ બંને પ્રકારના ફેરફાર દેશની અર્થવ્યવસ્થા માટે ઘાતક પુરવાર થઇ શકે છે. (GFX OUT) થોડા સમય પહેલા આવેલા વર્લ્ડ બેંકના રિપોર્ટ અનુસાર ક્લાઇમેટ ચેન્જની અસરો જુદાં જુદાં પ્રદેશોમાં જુદી જુદી છે. ક્લાઇમેટ ચેન્જના કારણે દેશભરમાં એક હજારથી વધારે હોટસ્પોટ બની ગયા છે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31