Last Updated on March 15, 2021 by
ભારતીય અર્થતંત્ર ધીમે ધીમે કોરોના મહામારીના આંચકામાંથી બહાર નીકળી રહ્યું છે. એવામાં ભારતીય રિઝર્વ બેન્કના ભૂતપૂર્વ ગવર્નર રઘુરામ રાજને સરકારને ચેતવણી આપી છે કે દેશની નાણાંનીતિના માળખામાં વ્યાપક ફેરફારથી બોન્ડ બજાર પર અસર થઈ શકે છે. વધુમાં ખાનગીકરણની દિશામાં આગળ વધી રહેલી મોદી સરકાર ઔદ્યોગિક જૂથોને બેન્કો વેચશે તો તે તેમની મોટી ભૂલ હશે.
આરબીઆઈના ભૂતપૂર્વ ગવર્નર રઘુરામ રાજને જણાવ્યું હતું કે, સરકારે ૨૦૨૧-૨૨ના બજેટમાં ખાનગીકરણ પર ઘણો ભાર મૂક્યો છે. જોકે, સરકારી એકમોના ખાનગીકરણમાં સરકારનો રેકોર્ડ ઘણો જ ઉતાર-ચઢાવથી ભરેલો છે. આ વખતે સરકારનો દેખાવ કેવી રીતે અલગ હશે તે જોવાનું રહેશે. આવા સમયમાં સરકાર બેન્કોના ખાનગીકરણની દિશામાં આગળ વધી રહી છે. જોકે, રઘુરામ રાજને ઔદ્યોગિક જૂથોને બેન્કો વેચવા સામે ચેતવણી આપતા કહ્યું છે કે સરકાર ઔદ્યોગિક જૂથોને બેન્કો વેચશે તો તે તેની મોટી ભૂલ હશે. નાણામંત્રી નિર્મલા સીતારામને બજેટમાં જાહેરાત કરી હતી કે સરકારે આ વર્ષે બે સરકારી બેન્કો અને એક વીમા કંપનીના ખાનગીકરણનો નિર્ણય કર્યો છે.
મોદી સરકાર ૨૦૨૪-૨૫ સુધીમાં ભારતીય અર્થતંત્રને ૫,૦૦૦ અબજ ડોલર સુધી પહોંચાડવાનું લક્ષ્ય ધરાવે છે. પરંતુ આ લક્ષ્ય માત્ર મહત્વાકાંક્ષી વધુ છે. તેમણે ત્યાં સુધી કહ્યું કે, કોરોના મહામારી પહેલાં પણ આ લક્ષ્ય નિશ્ચિત કરતાં પહેલાં કોઈ પ્રકારની તકેદારી અથવા ગણતરી કરવામાં આવી નહોતી. એવામાં કોરોના મહામારી પછી આ લક્ષ્ય હાંસલ કરવું મુશ્કેલ છે. તેમણે ઉમેર્યું કે વડાપ્રધાન મોદી લોકોને પ્રોત્સાહિત કરવા માટે અર્થતંત્રને પાંચ ટ્રિલિયન ડોલર સુધી પહોંચાડવાની વાતો કરી શકે છે, પરંતુ નીતિ ઘડનારાઓએ વાસ્તવિક આયોજન સાથે આગળ વધવાની જરૂર છે.
નાણાંનીતિના માળખા હેઠળ ફુગાવા માટે ૨થી ૬ ટકાના લક્ષ્યાંક બેન્ડની સમિક્ષાની તેઓ તરફેણ કરે છે કે કેમ તેના જવાબમાં રઘુરામ રાજને કહ્યું, મારું માનવું છે કે નાણાંનીતિ સિસ્ટમે ફુગાવો નીચે લાવવામાં મદદ કરી છે. અર્થતંત્રને મદદરૂપ થવા માટે આરબીઆઈએ પણ થોડીક ફ્લેક્સિબિલિટી રાખી છે. જોકે, એ વિચારવું પણ મુશ્કેલ છે કે કોઈપણ ફ્રેમવર્ક એટલે કે માળખા વિના આટલી મોટી રાજકોષિય ખાધનો બોજ આપણે કેવી રીતે ઊઠાવી શક્યા હોત. આરબીઆઈએ રીટેલ ફુગાવાનો દર બે ટકાના માર્જિન સાથે ચાર ટકાના સ્તરે જાળવી રાખવાનું લક્ષ્ય રાખ્યું છે.
વર્તમાન મધ્યમગાળે ફુગાવાનો લક્ષ્યાંક ઓગસ્ટ ૨૦૧૬માં નોટીફાઈડ કરાયો હતો અને આ સમયગાળો ૩૧ માર્ચે પૂરો થઈ રહ્યો છે. આગામી પાંચ વર્ષ માટે ફૂગાવાનું લક્ષ્ય આ મહિને નોટિફાઈડ કરાવાની આશા છે. આ પરિપ્રેક્ષ્યમાં રાજને કહ્યું કે, આપણે નાણાંનીતિના માળખામાં મોટો ફેરફાર કરીશું તો તેનાથી બોન્ડ બજાર પર અસર થવાનું જોખમ છે.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
MUST READ:
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31