Last Updated on April 4, 2021 by
કેન્દ્ર સરકારના કૃષિ કાયદાઓનો વિરોધ કરી રહેલા ખેડૂત નેતા રાકેશ ટિકૈતના કાફલા પર રાજસૃથાનના અલવરમાં હુમલો થયો હતો. આ હુમલાનો આરોપ ટિકૈતે ભાજપ નેતા પર લગાવ્યો હતો. ટિકૈતે હવે કહ્યું છે કે જો ભાજપના સાંસદો અને ધારાસભ્યો ગુંડાઓ દ્વારા હુમલા કરાવશે તો તેને અમે રસ્તા પર નહીં ઉતરવા દઇએ.
ટિકૈતે પોતાના ટ્વિટમાં લખ્યું કે અલવરમાં અમારા કાફલા પર થયેલો હુમલો પૂર્વાયોજિત કાવતરૂ હતું, ભાજપ પોતાના ગુંડાઓ અને સાંસદો તેમજ ધારાસભ્યો દ્વારા આ જ રીતે અમારા પર હુમલા કરાવશે તો અમે પણ ચેતવણી આપીએ છીએ કે ભાજપના એક પણ સાંસદ કે ધારાસભ્યને રસ્તા પર નહીં નિકળવા દઇએ.
ટિકૈતને મળી ધમકી
જોકે રાકેશ ટિકૈતના આ ટ્વિટના બદલમાં બાદમાં તેમને પણ ધમકીઓ મળવા લાગી છે. ટ્વિટર પર ટિકૈતને ધમકી આપતા સમીર વર્મા નામના યૂઝરે લખ્યું કે જો તમે ભાજપના ધારાસભ્ય કે સાંસદના કાફલાને કોઇ પણ પ્રકારની હાની પહોંચાડશો તો તમારા હાલ કાનપુર વાળા વિકાસ દુબે જેવા થશે જેનું પોલીસ એન્કાઉન્ટરમાં મોત થયું હતું.
બીજી તરફ રાકેશ ટિકૈત પર અલવરમાં જે હુમલો થયો હતો તેમાં અત્યાર સુધીમાં પોલીસે કુલ 16 લોકોની ધરપકડ કરી છે. હરિયાણામાં રોહતકમાં મુખ્ય મંત્રી મનોહરલાલ ખટ્ટરના વિરોધમાં ખેડૂતો રસ્તા પર ઉતર્યા હતા અને નારેબાજી કરી હતી. ખટ્ટર અહીં એક યુનિવર્સિટીના કાર્યક્રમમાં ભાગ લેવા માટે આવવાના હોવાની જાણ થતા મોટી સંખ્યામાં ખેડૂતો અને મહિલાઓ એકઠા થઇ ગયા હતા અને ભારે વિરોધ કર્યો હતો. અગાઉ પણ ખટ્ટરના કાર્યક્રમોનો ખેડૂતો વિરોધ કરી ચુક્યા છે.
ખેડૂતનો મૃતદેહ મળ્યો
ખટ્ટર કૃષિ કાયદાનું સમર્થન કરી રહ્યા છે અને વિરોધમાં ખેડૂતોની સાથે સામેલ નથી થઇ રહ્યા તેથી પણ ખેડૂતોમાં આ રોષ જોવા મળી રહ્યો છે. દરમિયાન ઉત્તર પ્રદેશના કૌશંબીના પીપરીમાં રામ ભજન નામના એક બાવન વર્ષીય ખેડૂતનો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસને શંકા છે કે આ ખેડૂતની કોઇ તિક્ષ હથિયાર વડે હત્યા કરી દેવામાં આવી હોઇ શકે છે. પોલીસે આ સમગ્ર મામલે કેસ દાખલ કરીને તપાસ શરૂ કરી છે.
દરમિયાન મધ્ય પ્રદેશના વિદિશામાં શમશાબાદ તાલુકાથી 23 કિમી દુર એક ગામમાં એક ખેતરમાં વિજળીનો તાર પડવાથી ઉભો પાક બળીને ખાખ થઇ ગયો હતો. ખેડૂતોએ વિજળી કંપનીને આ સમગ્ર ઘટનાની જાણકારી આપવા માટે ફોન કર્યા હતા પણ કોઇએ ધ્યાન ન આપતા રોષે ભરાયેલા ખેડૂતોએ વિરોધ પ્રદર્શન શરૂ કરી દીધા હતા.
સિરોંજ-ભોપાલ રોડ પર ચક્કાજામ
ખેડૂતોએ અહીંના સિરોંજ-ભોપાલ રોડ પર ચક્કાજામ કરી દીધો હતો. જેને પગલે મોટી સંખ્યામાં પોલીસ કાફલો પણ દોડી ગયો હતો. બીજી તરફ પ્રશાસને યોગ્ય કાર્યવાહી કરવા અને ખેડૂતને નુકસાન થયું છે તેની ભરપાઇની ખાતરી આપી છે.કેન્દ્ર સરકારના કૃષિ કાયદાઓનો વિરોધ કરી રહેલા ખેડૂત નેતા રાકેશ ટિકૈતના કાફલા પર રાજસૃથાનના અલવરમાં હુમલો થયો હતો. આ હુમલાનો આરોપ ટિકૈતે ભાજપ નેતા પર લગાવ્યો હતો. ટિકૈતે હવે કહ્યું છે કે જો ભાજપના સાંસદો અને ધારાસભ્યો ગુંડાઓ દ્વારા હુમલા કરાવશે તો તેને અમે રસ્તા પર નહીં ઉતરવા દઇએ.
Read Also
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31