GSTV
Gujarat Government Advertisement

વોટ્સએપ તો માત્ર 50 મિનિટ જ ડાઉન રહ્યું, પરંતુ પશ્વિમ બંગાળ તો છેલ્લાં 50 વર્ષથી ડાઉન જ છે: મોદીનો મમતા પર પલટવાર

Last Updated on March 21, 2021 by

પશ્વિમ બંગાળ અને આસામમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચૂંટણીસભાઓ સંબોધી હતી. વિપક્ષો- તૃણમૂલ કોંગ્રેસ અને કોંગ્રેસ પર મોદીએ આકરા શાબ્દિક પ્રહારો કર્યા હતા. મોદીએ કહ્યું હતું કે મમતા દીદી કેન્દ્રની યોજનાઓની ક્રેડિટ ભલે મને ન આપે, પરંતુ ગરીબોના પેટ પર પાટુ મારવાનું બંધ કરે.

પશ્વિમ બંગાળ

મમતા પર મોદીનો વાક્પ્રહાર

પશ્વિમ બંગાળના ખડગપુરમાં સભા સંબોધતી વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું: લારી ચલાવતા અને થેલા વાળા પૂછી રહ્યાં છે કે તેમને પીએમ નિધિમાંથી આર્થિક મદદ કેમ મળી નહીં? બંગાળની બહેનો પૂછી રહી છે કે ઘર ચલાવવા માટે સરકારે જે પૈસા આપ્યા તે મમતા દીદીએ તિજોરીમાં કેમ રાખી મૂક્યા? મોદીએ મમતા બેનર્જીને સવાલ કર્યો હતો કે દીદી તમે મોદીને ક્રેડિટ નથી આપી રહ્યાં તો ન આપો, પરંતુ ગરીબોના પેટ પર લાત કેમ મારો છો? તેમને તો તેમના હકનું આપો.

દીદીના રાજના 10 વર્ષનો હિસાબ માગી રહી છે જનતા

મોદીએ કહ્યું હતું કે પશ્વિમ બંગાળના લોકો મમતા દીદીના રાજના 10 વર્ષનો હિસાબ માગી રહ્યા છે. એમ્ફાન તોફાનનો હિસાબ માગો તો દીદી ગુસ્સે થાય છે, રાશન ચોરીનો હિસાબ માગો તો દીદી ગુસ્સે થાય છે. કોલસા કૌભાંડનો હિસાબ માગો તો પોલીસ ડંડા મારે છે. દીદી કેન્દ્રની બધી જ યોજના લાગુ કરે તો તેમને ડર છે કે લોકો મોદીને આશીર્વાદ આપશે.

5 વર્ષમાં 50 વર્ષનો વિકાસ કરશે ભાજપ: મોદી

મોદીએ કહ્યું હતું કે ભાજપને માત્ર પાંચ વર્ષ આપો અને 50 વર્ષ જેટલો વિકાસ કરી આપશે. વોટ્સએપ અને ફેસબુક ડાઉન રહ્યું એ મુદ્દાને મોદીએ ચૂંટણીસભામાં વણી લઈને ઉમેર્યું હતું: વોટ્સએપ તો માત્ર 50 મિનિટ જ ડાઉન રહ્યું હતું, પરંતુ પશ્વિમ બંગાળ તો છેલ્લાં 50 વર્ષથી ડાઉન જ છે.

ભાજપ જ પશ્વિમ બંગાળનો વિકાસ કરશે. આસામમાં પણ મોદીએ સભા સંબોધી હતી. આસામમાં મોદીએ કહ્યું હતું કે એક ચા વાળો જ ચાવાળાના દુખને સમજી શકશે. તેમણે ચાના બગીચામાં કામ કરતા બધા જ કામદારોના જીવનધોરણને બહેતર બનાવવાનો વાયદો કર્યો હતો.

મમતાએ ભાજપને ગણાવી ખંડણીખોરોની પાર્ટી

બીજી તરફ મમતા દીદીએ પણ ચૂંટણીસભામાં મોદી અને ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. હાલ્દિયામાં રેલી દરમિયાન મમતા બેનર્જીએ કહ્યું હતું કે પશ્વિમ બંગાળના લોકો ક્યારેક દુનિયાના સૌથી મોટા ખંડણીખોરોને બંગાળની સત્તા નહીં સોેંપે.

પીએમ કેર્સ ફંડ મુદ્દે સવાલ ઉઠાવીને મમતા દીદીએ કહ્યું હતું કે હું આ એટલા માટે કહું છું, કારણ કે તમે જોયું હશે કે પીએમ કેર્સ ફંડના નામે ભાજપે કેવી રીતે લોકોનું ફંડ ઉઘરાવ્યું. જો પશ્વિમ બંગાળના લોકો શાંતિ અને સલામતી ઈચ્છતા હોય તો ક્યારેય ભાજપને મત આપવો ન જોઈએ. ભાજપ પશ્વિમ બંગાળમાં રમખાણો કરાવશે એવો આરોપ મમતા બેનર્જીએ લગાવ્યો હતો.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33