GSTV
Gujarat Government Advertisement

કામની વાત/ હવે રાશન કાર્ડ બનાવવા માટે નહીં ખાવા પડે ધક્કા, આ ડોક્યુમેન્ટ હશે તો તરત થઇ જશે તમારુ કામ

રાશન

Last Updated on March 17, 2021 by

સરકાર દેશના ગરીબોને રાશન આપવા માટે દરેક શક્ય પ્રયત્નો કરી રહી છે. તેને ધ્યાનમાં રાખીને સરકારે ગયા વર્ષે દેશમાં વન નેશન વન કાર્ડની સિસ્ટમ પણ લાગુ કરી છે. આ યોજનાના અમલ પછી, કોઈપણ રાજ્યનો વ્યક્તિ આખા દેશમાં ક્યાંય પણ સસ્તા ભાવે રાશન લઈ શકે છે. આ સિસ્ટમની રજૂઆત પછી લોકો માટે રાશનકાર્ડ હોવું જરૂરી છે.

જો તમારી પાસે હજી સુધી રેશનકાર્ડ નથી, તો ગભરાવાની જરૂર નથી. તમે ઘરે બેસીને તમારા સ્માર્ટફોનથી ઑનલાઇન રાશન કાર્ડ માટે અરજી કરી શકો છો અને તેને બનાવડાવી શકો છે. આ માટે, બધા રાજ્યોએ તેમના વતી એક વેબસાઇટ બનાવી છે. તમે જે પણ રાજ્યના છો, ત્યાંની વેબસાઇટ પર જાઓ અને રેશનકાર્ડ માટે અરજી કરો.

રાશનકાર્ડ માટે કોણ અપ્લાય કરી શકે છે?

એ વ્યક્તિ કે જે ભારતનો નાગરિક છે તે રાશન કાર્ડ માટે અપ્લાય કરી શકે છે. 18 વર્ષથી ઓછી ઉંમરના બાળકોના નામ પેરેંટસના રાશનકાર્ડમાં સામેલ કરાય છે. જોકે, 198 વર્ષથી ઉપરના લોકો પોતાના માટે અલગ રાશન કાર્ડ માટે અરજી કરી શકે છે.

રાશન

આ ડોક્યુમેન્ટની પડી શકે છે જરૂરીયાત

રેશનીંગ કાર્ડ બનાવવા માટે આઈડી પ્રૂફ માટે આધાર કાર્ડ, વોટર આઈડી, પાસપોર્ટ, સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલું કોઈપણ આઈ કાર્ડ, હેલ્થ કાર્ડ, ડ્રાઈવિંગ લાઈસન્સ આપી શકાય છે. આ સિવાય પાન કાર્ડ, પાસપોર્ટ સાઈઝ ફોટો, આવકનું પ્રમાણ પત્ર, સરનામાના પ્રમાણ પર વિજળી બીલ પણ અપલોડ કરી શકાય છે. સાથે સાથે ગેસકનેક્શન બુક, ટેલીફોન બુક, બેન્ક સ્ટેટમેન્ટ અથવા પાસબુક જેવા ડોક્યુમેન્ટ પણ લાગી શકે છે.

રાશન

આવી રીતે કરી શકશો ઓનલાઈન અરજી

  • રાશનકાર્ડ બનાવવા માટે સૌથી પહેલા આપે રાજ્યની સત્તાવાર વેબસાઈટ પર જવાનુ રહશે, જો આપ ગુજરાતમાં રહેતા હોવ તો, સરકારની સત્તાવાર વેબસાઈટ પર જઈને ત્યાંથી ફોર્મ ડાઉનલોડ કરો.
  • જ્યાં આપને Apply online for ration card વાળી લિંક પર ક્લિક કરવાનું રહેશે.
  • રાશન કાર્ડ બનાવવા માટે આઈડી પ્રૂફ તરીકે આપને આધાર કાર્ડ, વોટર આઈડી, પાસપોર્ટ, હેલ્થ કાર્ડ, ડ્રાઈવિંગ લાયસન્સ વગેરે પણ આપી શકો.
    -રાશન કાર્ડા માટે અરજી ફી 05 રૂપિયાથી લઈને 45 રૂપિયા સુધીની છે. અરજી ભર્યા બાદ ફી જમા કરાવો અને એપ્લીકેશનને સબમિટ કરો.
    -ફિલ્ડ વેરિફિકેશન થયા બાદ આપની અરજી યોગ્ય લાગશે, તો આપનું રાશન કાર્ડ બની જશે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33