GSTV
Gujarat Government Advertisement

જો જો ભૂલ કરતા/ પ્રેમલગ્ન કરનાર ડોક્ટર પતિને સાથે નોકરી કરતી મહિલા ડોક્ટર સાથે થયો પ્રેમ, બે ડોક્ટર દંપતિનું જીવન ડામાડોળ

Last Updated on April 3, 2021 by

શહેરની અલગ અલગ ખાનગી હોસ્પિટલમાં નોકરી કરતાં બે ડોક્ટર દંપતિનું જીવન પ્રેમસંબંધોના કારણે ડામાડોળ થયું છે. પ્રેમલગ્ન કરનાર ડોક્ટર પતિને સાથે નોકરી કરતી મહિલા ડોક્ટર સાથે પ્રેમ થઈ ગયો હતો. બે પુત્ર અવતર્યા પછી વિચિત્ર વર્તન કરવા લાગેલા પતિએ પોતાને બીજી મહિલા ડોક્ટર સાથે પ્રેમ હોવાની વાત કરી હતી. ડોક્ટર પત્ની અને તેના માતા-પિતાએ છ વર્ષ સુધી પ્રયાસ કર્યા છતાં રેડિયોલોજીસ્ટ ડોક્ટર સંદિપ સુધર્યો નહોતો અને પ્રેમિકા ડોક્ટર સાથે રહેવા લાગ્યો હતો. પ્રેમિકા ડોક્ટરના પતિએ પણ પ્રયાસો કર્યાં છતાં પ્રેમી યુગલ સાથે રહેતું હતું.

દંપતિ

છ વર્ષના પ્રયાસો પછી પણ ડોક્ટર પતિ ન સુધરતાં આખરે ડોક્ટર મહિલાએ કલમ 498 હેઠળ ફરિયાદ નોંધાવી છે. બે ડોક્ટર દંપતિના જીવન ડામાડોળ કરતાં પ્રેમ પ્રકરણમાં પત્નીના કાયદાકીય અધિકારોના હનનની ફરિયાદની તપાસ મહિલા વેસ્ટ પોલીસ ચલાવી રહી છે. ખાનગી હોસ્પિટલમાં નોકરી કરતા મહિલા ડોક્ટરે તેમના પતિ ડો. રમેશ ઉપરાંત સાસુ, સસરા અને પતિની કથિત પ્રેમિકા એવી ડોક્ટર સામે પશ્ચિમ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ અનુસાર, મહિલા વર્ષ 2003માં રેડિયોલોજીનો અભ્યાસ કરતી હતી ત્યારે રમેશ સાથે જ અભ્યાસ કરતો હતો.

ધૂમ્રપાન

બન્ને વચ્ચે મિત્રતા થઈ જતાં બન્નેએ પરિવારને વાત કરતાં વર્ષ 2004માં સમાજના રીતરિવાજ મુજબ લગ્ન કર્યા હતા. લગ્ન કર્યાના બીજા દિવસથી જ સાસરીમાં દહેજ મામલે ત્રાસ આપવાનું શરૂ કરાયું હતું. આમ પતિ પણ બીજી છોકરીઓની વાતો પત્ની સાથે કરતા હતા. આમ છતાં, પરિણીતા ત્રાસ સહન કર્યે રાખતી હતી. વર્ષ 2006માં ડોક્ટર દંપતિ મુંબઈ ખાતે રેસીડન્સશીપ માટે ગયા પછી વર્ષ 2008માં અમદાવાદ આવ્યા હતા. ફરિયાદ મહિલા ડોક્ટરને મીઠાખળી વિસ્તારની ખાનગી હોસ્પિટલમાં નોકરી મળી હતી જ્યારે ડોક્ટર પતિ એલીસબ્રિજ વિસ્તારની હોસ્પિટલમાં નોકરી કરતા હતા.

પત્નીઓ

વર્ષ 2010માં મોટા પુત્રનો જન્મ થયો હતો. વર્ષ 2012માં પત્ની બીજી ખાનગી હોસ્પિટલમાં અને 2015માં પતિએ એસજી હાઈવેની હોસ્પિટલમાં રેડિયોલોજીસ્ટ તરીકે નોકરી શરૂ કરી હતી. વારે તહેવારે અમદાવાદ રહેવા આવતા સાસુ-સસરા આ પરિણીતાને ત્રાસ આપતા હતા. વર્ષ 2017માં બીજા પુત્રનો જન્મ થયો હતો.

બીજા પુત્રના જન્મ પછી પતિનું વર્તન વધારે ખરાબ થયું હતું અને બાળકોને પણ સારી રીતે બોલાવતા નહોતા. વર્ષ 2019ના ફેબુ્રઆરી મહિનામાં ડોક્ટર પતિએ ડોક્ટર પત્નીને કહ્યું હતું કે, તેને હોસ્પિટલમાં સાથે રેડિયોલોજીસ્ટ તરીકે જ કામ કરતી યુવતી સાથે પ્રેમ થયો છે અને લગ્ન કરવા ઈચ્છે છે. પતિ વારંવાર આ વાત કરી ત્રાસ આપતા હતા અને પ્રેમિકા ડોક્ટર સાથે રહેવા જવાની વાત કરતા હતા. સાથે જ બન્ને બાળકોને બીજી પત્ની સાચવી લેશે તેમ કહેતા હતા. બીજી પત્ની જ મારી ચિતાને અગ્નિદાહ આપશે તેમ ડોક્ટર પતિ કહેતો હતો.

ડોક્ટર પતિના બીજા સંબંધો અંગે સસરાને જાણ થતાં તેમણે સમજાવવા પ્રયાસ કર્યો હતો. આ સમયે સારી રીતે રાખવા પતિએ બાંહેધરી આપી હતી. મહિલા ડોક્ટરે આ અંગે સાસુ-સસરાને વાત કરતાં તેમણે ડોક્ટર પુત્રને પોતાની સાથે જયપુર બોલાવી લીધો હતો.

વર્ષ 2019માં સાસુ-સસરા તેમજ પ્રેમિકાના ડોક્ટર પતિની સમજાવટથી પતિ ડો. સંદિપ સાથે પરિણીતા ભોપાલ જવા માટે રાજી થઈ હતી. જો કે, એક મહિના પછી ડોક્ટર પતિ સંદિપ ભોપાલથી અમદાવાદ આવી ગયો હતો. વારંવાર ફોન કરવા છતાં ડોક્ટર પતિ ભાગ્યે જ પત્ની, બે પુત્રને મળવા માટે ભોપાલ આવતો હતો. કંટાળીને ડોક્ટર પરિણીતા નવેમ્બર-2019માં અમદાવાદ આવી ગઈ હતી. ફોર્ચ્યુન લેન્ડમાર્ક હોટલમાં માતા-પિતા સાથે રહેલી પરિણીતાએ વારંવાર ટેલીફોનિક વાતચિત કરવા છતાં ડોક્ટર પતિ તેની પ્રેમિકા સાથે રહેતો હતો તે ઘરનું સરનામું આપતો નહોતો. આખરે, ડોક્ટર પતિએ ભાડજ પાસે મકાન ભાડે રાખી પત્ની, બે પુત્રને રાખ્યા હતા પણ તેમને મળવા માટે રોજ બે-ત્રણ કલાક જ આવતો હતો.

વર્ષ 2020માં લોકડાઉન આવતાં ઘરે આવવા કહેવા છતાં પતિ આવતો નહોતો. આખરે, ડોક્ટર પતિની ડોક્ટર પ્રેમિકાના ડોક્ટર પતિએ ફરિયાદી પરિણીતાનો સંપર્ક કર્યો હતો. તેણે પોતાની પત્ની અને ફરિયાદી મહિલાના ડોક્ટર પતિના વિડિયો રેકોર્ડિંગ બતાવ્યા હતા. આ બાબતે વાત કરતાં પતિ, ડો. સદિપે ગુસ્સો કરી પ્રેમિકા સાથે જ રહેવાની વાત કરી હતી.

પતિએ જોઈન્ટ એકાઉન્ટમાંથી જાણ બહાર જ પરિણિતા મહિલાના પૈસાનો જાણબહાર જ ઉપયોગ કર્યો હતો. આમ ડોક્ટર પતિએ વિશ્વાસઘાત કર્યા ઉપરાંત શારિરિક ત્રાસ આપવા અંગે ફરિયાદ નોંધાવાઈ છે. આ ઉપરાંત પતિના માતા-પિતા તેમજ  પ્રેમિકાને આરોપી તરીકે દર્શાવવામાં આવ્યા છે. મહિલા વેસ્ટ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33