Last Updated on March 6, 2021 by
વીમાદારે પોતાની બિમારીની સારવાર ઈન્ડોર કે આઉટડોર પેશન્ટ તરીકે મેળવવી એ તબીબ નક્કી કરી શકે, વીમા કંપની એવા કારણોસરે પોલીસી શરતના ભંગ બદલ વીમાદારનો ક્લેઈમ નકારે તો ગ્રાહક સેવામાં ખામી ગણાય એવો નિર્દેશ આપી સુરત જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ ફોરમના પ્રમુખ જજ એ. એમ. દવે તથા સભ્ય રૃપલબેન બારોટે વીમાદારને વાર્ષિક 8 ટકાના વ્યાજ સહિત 90,776તથા હાલાકી અરજી ખર્ચ બદલ ૫ હજાર ચુકવવા વીમા કંપનીને હુકમ કર્યો છે.
ખાનગી હોસ્પિટલમાં તપાસ કરાવતા હીપેટાઈટસની બિમારીનું નિદાન
સણીયા હેમાદ ખાતે સીમાડા ગામમાં રહેતા ફરિયાદી સંજય જીવરાજ સુતરીયાની સ્ટાર હેલ્થ એન્ડ એલાઈડ ઈન્સ્યોરન્સ કંપનીની રૃા.3 લાખની મેડીક્લાસીક પોલીસી હતી. તા.9-7-19ના રોજ તેમને વોમીટીંગ તથા નબળાઈ જણાતા ખાનગી હોસ્પિટલમાં તપાસ કરાવતા હીપેટાઈટસની બિમારીનું નિદાન થતા ઈન્ડોર પેશન્ટ તરીકે સારવાર લેતા રૃા.રૃ.90,776નો ખર્ચ થયો હતો. જેનો ક્લેઇમ કરાતા વીમા કંપનીએ એમ કહીને ક્લેઇમ રદ કર્યો હતો કે, આવી બિમારીની સારવાર માટે ઈન્ડોર પેશન્ટ તરીકે લેવાને બદલે બહારથી પણ લઈ શકતે. પોલીસી શરતનો ભંગ કરાયો છે.
વીમાદારે નરેશ નાવડીયા મારફતે ગ્રાહક કોર્ટમાં ફરિયાદ કરી
આ અંગે વીમાદારે નરેશ નાવડીયા મારફતે ગ્રાહક કોર્ટમાં ફરિયાદ કરી રજૂઆતમાં જણાવાયું કે, કોઈપણ દર્દીએ બિમારીની સારવાર ઈન્ડોર પેશન્ટ તરીકે લેવી કે આઉટડોર પેશન્ટ તરીકે તે ડોકટર જ કહી શકે. કેટલા સમયમાં અને કઈ પધ્ધતિથી તબીબી સારવાર કરવી એ નિર્ણય ડોકટર જ લઈ શકે. વીમા કંપની કે વીમાદાર નહીં. જેથી ફરીયાદી વળતર મેળવવા હકદાર છે.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31