Last Updated on April 6, 2021 by
અમદાવાદના SG હાઇવે પર નીકળતા લોકો માટે મોટા સમાચાર છે. થલેતજથી ગાંધીનગર જતા ટ્રાફિકને સોલા રેલ્વે ઓવરબ્રિજથી ડાયવર્ટ કરવાની તૈયારીઓ શરૂ કરી દેવામા આવી છે.એસજી હાઈવે છ માર્ગીય વિસ્તૃતિકરણ પ્રોજેક્ટને પૂર્ણ થવાની તૈયારી છે, ત્યારે ગાંધીનગર જતા ટ્રાફિકને સોલા ઓવરબ્રિજ ઉપર આવેલા સાયન્સ સિટી તરફના પુલથી ડાયવર્ટ કરાશે.
શુકન મોલ ક્રોસ રોડથી જમણા હાથે ટર્ન આપી કારગીલ ચાર રસ્તાથી હાઈકોર્ટ પાસેથી એસજી હાઈવે ઉપર લઈ જવાશે. મહત્વનુ છે કે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે સ્થળ ઉપર જઈને માર્ગ મકાન વિભાગના ઈજનેરો, પોલીસ અધિકારીઓ સાથે સમીક્ષા કરી હતી.
આ ડાયવર્ઝન એકાદ સપ્તાહમાં અમલમાં આવશે, તેના માટે શનિવાર પહેલા અમદાવાદ પોલીસ જાહેરનામું પ્રસિધ્ધ કરશે. ઉલ્લેખનીય છે કે આ ડાયવર્ઝનને કારણે ૪૦૦ મીટરનું અંતર એકથી સવા કિલોમીટર જેવુ વધશે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31