GSTV
Gujarat Government Advertisement

જિલ્લા પંચાયત રિઝલ્ટ/ 2015માં 23 સીટો જીતનારી કોંગ્રેસ 29 જિલ્લા પંચાયત પર ડબલ ડિજિટમાં પણ ન પહોંચી, 2માં મીંડુ મુકાવ્યું

જિલ્લા

Last Updated on March 2, 2021 by

ગુજરાતમાં 31 જિલ્લા પંચાયત, 231 તાલુકા પંચાયત અને 23 નગરપાલિકાની ચૂંટણીનું આજે તા.2જી માર્ચે પરિણામ જાહેર થઈ રહ્યા છે. શહેરી મતદારો કરતાં ગ્રામિણ મતદારોએ વઘુ મતદાન કરીને જાગૃતતાના દર્શન કરાવ્યા હતાં. ગુજરાત રાજ્યની 31 જીલ્લા પંચાયત, 81 નગરપાલિકા તથા 231 તાલુકા પંચાયતોની રવિવારે ચૂંટણી યોજાઈ હતી. આ ચૂંટણીમાં મોટાભાગના મતક્ષેત્રોમાં 60 ટકાથી વધુનું રેકોર્ડ બ્રેક મતદાન થયુ હતુ. ગુજરાતના ગ્રામીણ ભાગો પર વર્ચસ્વ માટે મુખ્ય હરિફ પક્ષો એવા ભાજપ તથા કોંગ્રેસ દ્વારા એડીચોટીનું જોર લગાવવામાં આવ્યું હતું. હવે આજના લોકચુકાદા પુર્વે બન્ને મુખ્ય રાજકીય પક્ષોના શ્વાસ અદ્ધર છે. રાજકીય નિષ્ણાંતો એવો નિર્દેશ કરી રહ્યા છે કે 2015માં વાતાવરણ અલગ હતું. પાટીદાર અનામત આંદોલન, કૃષિપેદાશોના નીચા ભાવ સહિતના પરિબળો હતો. ગ્રામ્ય મતદારો ભડકેલા હતા.

5 : 02 PM : ઈતિહાસમાં પહેલી વખત ગાંધીનગર જિલ્લા પંચાયતમાં ભગવો લહેરાયો; 28માંથી 19 બેઠક ભાજપે જીતી, કોંગ્રેસને માત્ર 6 બેઠક

5 વાગ્યા સુધીના પરીણામ

મતક્ષેત્રકુલ બેઠકચુંટાયેલ બેઠકબિન હરિફભાજપબિન હરિફકોંગ્રસબિન હરિફઅપક્ષબિન હરિફઅન્યબિન હરિફ
Kachchh4039031 8     
Patan3227018 9     
Mahesana423613214     
Sabar Kantha3627024 3     
Gandhinagar2826017 9     
Ahmadabad342832434     
Surendranagar343222725     
Rajkot3636025 11     
Jamnagar2424018 5   1 
Porbandar1818016 2     
Junagadh302912116 2   
Amreli3434027 6   1 
Bhavnagar4034027 6   1 
Anand4241035 6     
Panch Mahals38334334      
Dohad5042035 6 1   
Vadodara3428023 5     
Narmada2222019 2   1 
Bharuch342612013   3 
The Dangs181521421     
Navsari3030027 3     
Valsad383713512     
Surat362822622     
Tapi2626017 9     
Devbhumi Dwarka2221111110     
Morbi2424014 10     
Gir Somnath2828022 6     
Botad201371271     
Arvalli3029025 4     
Mahisagar2825019 6     
Chhota Udaipur3228024 4     

4 : 58 PM : રાજપીપલા નગરપાલિકા અને જિલ્લા પંચાયતમાં ભાજપનો ભગવો લહેરાયો 

4 : 49 PM : ડાંગ જિલ્લા પંચાયતની 18 માંથી 17 ઉપર ભાજપની જીત

4 : 39 PM : જિલ્લા પંચાયત ચૂંટણીમાં કૉંગ્રેસમા સૂપડા સાફ થઈ ગયા છે. 30 જિલ્લા પંચાયતમાં કોંગ્રેસ ડબલ ફિગરે પણ ન પહોંચી, 2માં મીંડુ મુકાવ્યું તો 7માં માત્ર એક બેઠક

4 : 26 PM : ગાંધીનગર જીલ્લામાં કેસરિયો લહેરાયો, કલોલ તાલુકા પંચાયત સિવાય તમામ બોડીમાં ભાજપનું બહુમતીથી રાજ

4 : 17 PM : નર્મદા જિલ્લા પંચાયત માં ભાજપ નો ભગવો લહેરાયો છે. નર્મદા જિલ્લા પંચાયતની 22 બેઠકોમાંથી 19 બેઠક પર ભાજપની જીત થઈ છે. કોંગ્રેસે 2 બેઠક પર જીત મેળવી છે. જ્યારે બિટીપી 1 બેઠક પર વિજેતા થઈ હતી. નર્મદા જિલ્લા પંચાયતમાં પૂર્વ ધારાસભ્ય હર્ષદ વસાવાના સાડા કિરણ વસાવાની જીત થઈ છે. જ્યારે કોંગ્રેસ નર્મદાના ઉપપ્રમુખ જેન્તીભાઈ વસાવાની હાર થઈ છે.

4 વાગ્યા સુધીના પરીણામ

મતક્ષેત્રકુલ બેઠકચુંટાયેલ બેઠકબિન હરિફભાજપબિન હરિફકોંગ્રસબિન હરિફઅપક્ષબિન હરિફઅન્યબિન હરિફ
મતક્ષેત્ર4034026 8     
Kachchh3224017 7     
Patan422412113     
Mahesana3623020 3     
Sabar Kantha2822014 8     
Gandhinagar342632234     
Ahmadabad342822325     
Surendranagar3636025 11     
Rajkot2424018 5   1 
Jamnagar1818016 2     
Porbandar302912116 2   
Junagadh3431024 6   1 
Amreli401209 3     
Bhavnagar4241035 6     
Anand38324324      
Panch Mahals5034029 4 1   
Dohad3427023 4     
Vadodara2222019 2   1 
Narmada342511913   3 
Bharuch181221121     
The Dangs3030027 3     
Navsari383613412     
Valsad362822622     
Surat2626017 9     
Tapi2221111110     
Devbhumi Dwarka2424014 10     
Morbi2828022 6     
Gir Somnath201371271     
Botad3022019 3     
Arvalli2823018 5     
Mahisagar3227023 4     

3 : 57 PM : વલસાડ જિલ્લાની ઉમરગામ નગર પાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો છે. કુલ 28 બેઠકોમાંથી 21 પર ભાજપે જીત મેળવી છે જ્યારે કૉંગ્રેસના ફાળે 7 બેઠકો.

3 : 48 PM : બનાસકાંઠા જિલ્લામાં ત્રણેય નગરપાલિકાના પરિણામો જાહેર થઈ ગયા છે ડીસા ,પાલનપુર અને ભાભર ચૂંટણીમાં કોંગ્રેસનો રકાસ થયો છે

3 : 37 PM : દાહોદના લીમખેડા જિલ્લા પંચાયતનું પરિણામ જાહેર થઈ ગયા છે. કુલ પાંચ બેઠકોમાંથી પાંચેય બેઠક પર ભાજપનો ભગવો લહેરાયો છે.

3 : 21 PM : ભાવનગર જિલ્લા પંચાયતમાં ભાજપનો ભગવો લહેરાવ્યો

3 વાગ્યા સુધીના ફરીણામ

મતક્ષેત્રકુલ બેઠકચુંટાયેલ બેઠકબિન હરિફભાજપબિન હરિફકોંગ્રસબિન હરિફઅપક્ષબિન હરિફઅન્યબિન હરિફ
Kachchh4031023 8     
Patan321308 5     
Mahesana421811612     
Sabar Kantha3614012 2     
Gandhinagar2816010 6     
Ahmadabad342231933     
Surendranagar341721522     
Rajkot3630021 9     
Jamnagar2417013 3   1 
Porbandar1818016 2     
Junagadh302411715 2   
Amreli3430024 5   1 
Bhavnagar40908 1     
Anand4235029 6     
Panch Mahals38304304      
Dohad5014012 2     
Vadodara3427023 4     
Narmada2216014 1   1 
Bharuch341611211   3 
The Dangs182222      
Navsari3030027 3     
Valsad382712611     
Surat36202202      
Tapi2618015 3     
Devbhumi Dwarka2221111110     
Morbi2422013 9     
Gir Somnath2827021 6     
Botad201371271     
Arvalli3019016 3     
Mahisagar2820016 4     
Chhota Udaipur3218018       

3 : 00 PM : ભરૂચ જિલ્લાની ઝઘડિયા તાલુકા પંચાયત કુલ 22 બેઠક છે. જેમાંથી અત્યાર સુધી કુલ 14 બેઠકના પરિણામ જાહેર થયા છે. જેમાં ભાજપને 11 અને બીટીપીને ત્રણ બેઠક મળી છે. કોંગ્રેસ હજુ સુધી ખાતુ ખોલાવી શકી નથી.

વલસાડ જિલ્લા પંચાયતમાં કોંગ્રેસે ખાતું ખોલ્યું. કરજવેરી જિલ્લા પંચાયત સીટ પરથી કોંગ્રેસના ઉમેદવાર રમેશભાઈ પાડવીની જીત થઈ છે.

2 : 57 PM : જિલ્લા પંચાયતની ચાર બેઠક પૈકી સુલતાનપુરા જિલ્લા પંચાયત અને રાજપારડી જિલ્લા પંચાયત એમ 2 બેઠકમાં ભાજપા તો ધારોલી જિલ્લા પંચાયત ની 1 બેઠક બીટીપીના ખોળે

2 : 40 PM : ગીર સોમનાથ જિલ્લા પંચાયત ચૂંટણીમાં નેતાઓ ના દીકરાઓ હાર્યા. કોડીનારના માજી ધારાસભ્ય ધીરશી બારડ ના ભત્રીજા હાર્યા. ઉનાના ધારાસભ્ય પૂજા વંશના દીકરાની કારમી હાર થઈ. વેરાવળના માજી ધારાસભ્ય રાજસી જોટવાના પુત્ર પણ હાર્યા.

2 : 32 PM : પોરબંદર જિલ્લામાં જિલ્લા પચાયતમાં ભાજપનો ભગલો લહેરાયો. જે બાદ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ નાથાભાઇ ઓડેદરાએ હાર સ્વીકાર કરી પ્રમુખપદેથી રાજીનામુ આપ્યું.

2 : 24 PM : વિરમગામ પંથકમાં આવતી જિલ્લા પંચાયતની 3 બેઠકો પર ભાજપની જીત

2 : 12 PM : આણંદ જિલ્લાના રાજકારણમાં સૌથી મોટો અપસેટ સર્જાયો, કોંગ્રેસ ધારાસભ્ય રાજેન્દ્રસિંહ પરમારના વતનનો ગઢ તુટ્યો

દહેવાણ જીલ્લા પંચાયત બેઠક પર ભાજપના મહિલા હંસાબેન 1200 મતની સરસાઇથી વિજેતા

જામનગર જિલ્લા પંચાયત કોંગ્રેસ પાસેથી આંચકી લેતું ભાજપ, 24 માંથી અત્યાર સુધી 15 બેઠકો પર ભાજપના ઉમેદવારોનો વિજય

2 વાગ્યા સુધીના પરીણામ

મતક્ષેત્રકુલ બેઠકચુંટાયેલ બેઠકબિન હરિફભાજપબિન હરિફકોંગ્રસબિન હરિફઅપક્ષબિન હરિફઅન્યબિન હરિફ
Kachchh4025017 8     
Patan321005 5     
Mahesana421211111     
Sabar Kantha36505       
Gandhinagar2815010 5     
Ahmadabad341931732     
Surendranagar3452421     
Rajkot3622015 7     
Jamnagar241108 2   1 
Porbandar18707       
Junagadh302411715 2   
Amreli3427021 5   1 
Bhavnagar40403 1     
Anand4218014 4     
Panch Mahals38214214      
Dohad50705 2     
Vadodara3418016 2     
Narmada2211010 1     
Bharuch34101711   2 
The Dangs182222      
Navsari3026024 2     
Valsad382112011     
Surat36182182      
Tapi261008 2     
Devbhumi Dwarka2221111110     
Morbi2420012 8     
Gir Somnath2822017 5     
Botad2067571     
Arvalli3015014 1     
Mahisagar2818015 3     
Chhota Udaipur32606       

1 : 52 PM : ડાંગ જિલ્લા પંચાયતની 8 બેઠક પર ભાજપનો ભગવો લહેરાયો, એક બેઠક પર કોંગ્રેસની જીત

ડાંગ જીલ્લાની કોશીમદા જીલ્લા પંચાયત બેઠક પર ભાજપ ના ઉમેદવાર મંગળભાઇ ગાવિત નો વિજય.

1 : 49 PM : આંણદ જિલ્લા પંચાયતમાં 29 બેઠકો પર મતગણતરી પૂર્ણ, 24 બેઠક ભાજપના ફાળે, કોંગ્રેસના નામે 5 સીટ

1 : 40 PM : સુરત જિલ્લાની પલસાણા તાલુકા પંચાયતમાં ભાજપની જીત થઈ, ભાજપે 16 બેઠકો મેળવી તો કોંગ્રેસે 2 બેઠકો

મહેસાણા જિલ્લાની 4 પાલિકા પૈકી વિસનગર અને કડી પાલિકા ભાજપે કબજે કરી

અમદાવાદ જિલ્લા પંચાયતમાં કોંગ્રેસ માટે મોટો અપસેટ, અમરસિંહ સોલંકીના પત્નીની કારમી હાર, મોડાસર જિલ્લા પંચાયત બેઠક પર હાર

12 : 24 PM : અમરેલી જિલ્લા પંચાયતની ચાંચ બેઠક પર ભાજપના ઉમેદવાર ભાનુબેન શિયાળ વિજેતા બન્યા. ડેડાણ સીટ પર ઉપેન્દ્રભાઈ બોરીસાગર કોંગ્રેસના ઉમેદવાર જીત્યા. બગસરાની હામાપુર સીટ પર ભાજપના ઇલાબેન વિજેતા બન્યા.

12 : 15 PM : રાજકોટના ભાજપના ઉમેદવાર સવિતાબેન માત્ર આઠ મતે જીત્યા, કૉંગ્રેસના સવિતાબેન હાર્યા

12 વાગ્યા સુધીમાં મતદાન ગણતરીની વાત કરીએ તો જિલ્લા પંચાયતમાં બીજેપી 218, કૉંગ્રેસ 45 અને અન્યના ઉમેદવારોએ 3 બેઠકો પર જીત મેળવી છે. 

12 વાગ્યા સુધીનુ પરીણામ

મતક્ષેત્રકુલ બેઠકચુંટાયેલ બેઠકબિન હરિફભાજપબિન હરિફકોંગ્રસબિન હરિફઅપક્ષબિન હરિફઅન્યબિન હરિફ
Kachchh40604 2     
Patan32101       
Mahesana424141      
Sabar Kantha36202       
Gandhinagar28503 2     
Ahmadabad349393      
Surendranagar342222      
Rajkot361207 5     
Jamnagar24604 1   1 
Porbandar18505       
Junagadh30111614 1   
Amreli34704 2   1 
Bhavnagar4000        
Anand42402 2     
Panch Mahals385454      
Dohad50201 1     
Vadodara34808       
Narmada2200        
Bharuch342121      
The Dangs181212      
Navsari3012011 1     
Valsad385151      
Surat36112112      
Tapi26302 1     
Devbhumi Dwarka22111615     
Morbi24805 3     
Gir Somnath28201 1     
Botad2037271     
Arvalli30403 1     
Mahisagar28505       
Chhota Udaipur3200        

12 : 04 : ગીર જિલ્લા પંચાયતમાં ડારી બેઠક પરથી કોંગ્રેસ જીત્યું. માજી ધારસભ્ય રાજસી જોટવાના પુત્રની હાર થઈ.

11 : 48 AM : અમરેલી જિલ્લા પંચાયતની ધારગણી સીટ પર ભાજપના પૂર્વ ધારાસભ્ય મનસુખ ભુવાના પત્નીનો પરાજય, આપના ઉમેદવારનો વિજય , જિલ્લા પંચાયતમાં પણ આમ આદમી પાર્ટીની એન્ટ્રી

11 : 45 AM : સુરત જિલ્લા પંચાયત ની 13 બેઠકો પર ભાજપનો વિજય થયો છે. કીમ, અનાવલ, પિંજરત, કામરેજ , ચલથાણ, ખોલવડ, બાબેન, હજીરા, કરચેલીયા, કારેલી, ઓલપાડ , કડોદ , લાજપોરમાં કમળ ખીલ્યું છે.

11 : 37 AM : રાણપુર તાલુકાની જાળીલા જીલ્લા પંચાયતની બેઠક પર ભાજપનો વિજય

ગાંધીનગર જિલ્લા પંચાયતની 4 બેઠકોનાં પરિણામમાં કોંગ્રેસનાં ફાળે 2, ભાજપનાં ફાળે 2 બેઠક

સિઘ્ઘપુર જિલ્લા પંચાયતની મેસર બેઠક કોંગ્રેસના હાથમાં, મેસર બેઠક પર કોંગ્રેસના ઉમેદવારનો વિજય

11 : 35 AM કચ્છઃ આધોઇ જિલ્લા પંચાયતની સીટ કોંગ્રેસના પ્રદેશ મહામંત્રી પાસેથી છિન્નવી ભાજપના ઉમેદવાર નીતાબેન નરેન્દ્રદાન ગઢવી વિજેતા બન્યા.

11 : 34 AM : 31 જિલ્લા પંચાયતમાં 28 માં BJP મા આગળ

11 : 29 AM : જૂનાગઢ : જિલ્લા પંચાયત મુકતુપુર, ડુંગરપુર બેઠક પર ભાજપની જીત, અગતરાય, કાલસારી અને અજાબ પર કોંગ્રેસની જીત

કચ્છ જિલ્લા પંચાયતમાં પૂર્વ વિપક્ષી નેતા વી કે હુંબલની હાર

11 : 19 AM : આણંદની ધર્મજ જિલ્લા પંચાયત પર ભાજપની જીત

11 વાગ્યા સુધીના પરિણામો પર નજર કરીએ તો, જિલ્લા પંચાયતમાં બીજેપી 201, કૉંગ્રેસ 40, અને અન્યને ફાળે એક બેઠક ગઇ છે. જ્યારે તાલુકા પંચાયતમાં બીજેપીને 649, કૉંગ્રેસને 165, અન્યને 06 બેઠકો મળી છે. ત્યારે નગરપાલિકામાં બીજેપીને511, કૉંગ્રેસને 110 અને અન્યને 03 બેઠકો મળી છે.

11 વાગ્યા સુધીના પરીણામ

મતક્ષેત્રકુલ બેઠકચુંટાયેલ બેઠકબિન હરિફભાજપબિન હરિફકોંગ્રસબિન હરિફઅપક્ષબિન હરિફઅન્યબિન હરિફ
Kachchh40101       
Patan3200        
Mahesana4201 1      
Sabar Kantha3600        
Gandhinagar28402 2     
Ahmadabad346363      
Surendranagar342222      
Rajkot36603 3     
Jamnagar24302     1 
Porbandar18101       
Junagadh3041212     
Amreli34101       
Bhavnagar4000        
Anand42101       
Panch Mahals382424      
Dohad5000        
Vadodara34202       
Narmada2200        
Bharuch341111      
The Dangs1802 2      
Navsari30505       
Valsad3801 1      
Surat365252      
Tapi26201 1     
Devbhumi Dwarka2281513     
Morbi24704 3     
Gir Somnath28201 1     
Botad2007 7      
Arvalli3010  1     
Mahisagar28202       
Chhota Udaipur3200        

11 : 00 AM : દાહોદ આગાવાડા જિલ્લા પંચાયત અનેમાં લીમખેડા તાલુકાની ચડિયા જિલ્લા પંચાયતમાં ભાજપની જીત

11 : 00 AM : જિલ્લા પંચાયતની 980 બેઠક પૈકી 172 બેઠક પર ભાજપ આગળ, કોંગ્રેસ 33 પર આગળ

10 : 55 AM : ગાંધીનગર જિલ્લા પંચાયતમાં ભાજપે ખાતું ખોલ્યું, બિલોદરા જિલ્લા પંચાયત સીટ ઉપર ભાજપની જીત, 2339 મતે ભાજપ ની જીત

10 : 50 AM : ધોરાજી જામકંડોરણા જિલ્લા પંચાયતની બેઠક પર ભાજપની જીત

10 : 27 AM : ડાભલા જિલ્લા પંચાયતની બેઠક ઉપર મુકેશભાઈ ચૌધરીનો ભવ્ય વિજય

10 : 26 AM : અરવલ્લીની હેલોદર જિલ્લા પંચાયત બેઠક પર ભાજપ વિજેતા, 30 પૈકી 2 જિલ્લા પંચાયતની 2 બેઠકો ભાજપના ફાળે

10 : 23 AM : જિલ્લા પંચાયત રાજકોટની થાણાગાલોળ સીટ ઉપર ભારતીય જનતા પક્ષના ઉમેદવાર પી.જી કયાડા 2041 મતે વિજય

10: 20 AM : ભાવનગરની જેસર જિલ્લા પંચાયત પર ભાજપની જીત

10 : 10 AM : ભાજપ 15 જિલ્લા પંચાયત પર આગળ, કોંગ્રેસે ખાતું ખોલ્યું

10 : 00 AM : વડોદરા જિલ્લા પંચાયતની અનગઢ બેઠક પર ભાજપની જીત

9 : 57 AM : રાજકોટ જિલ્લા પંચાયતની ડુમિયાણી બેઠક પર કોંગ્રેસની જીત

9 : 45 AM : ગુજરાતમાં ભાજપ 11 જિલ્લાપંચાયતોમાં શરૂઆતના ટ્રેન્ડમાં જ આગળ, કોંગ્રેસનું નથી ખૂલ્યું હજુ ખાતું

9 : 40 AM : નવસારી જિલ્લાની 30 જિલ્લા પંચાયત સીટો પૈકી બે પર ભાજપ આગળ

9 : 26 AM : સાબરકાંઠા જિલ્લા પંચાયતમાં ભાજપ આગળ

9 : 25 AM : અમરેલી જીલ્લાની 5 નગરપાલિકા, 11 તાલુકા પંચાયત, અને જીલ્લા પંચાયતની મતગણતરી શરૂ થઈ. મતગણતરી સેન્ટરની કલેકટરે લીધી મુલાકાત

9 : 00 AM : જિલ્લા, નગરપાલિકા અને પંચાયતોમાં શરૂઆતી ટ્રેન્ડમાં ભારતીય જનતા પાર્ટી આગળ ચાલી રહી

ભાજપ

25 બેઠક બિન હરિફ

31 જિલ્લા પંચાયતની 980 બેઠકો પર ભાજપના 954, કોંગ્રેસના 937, આપના 304 અને અન્ય 460 મળીને કુલ 2,655 ઉમેદવારો મેદાનમાં છે અને 25 બેઠકો બિનહરીફ જાહેર કરવામાં આવી છે.

કઇ નગર પાલિકાઓની મતગણતરી ક્યાં થશે ?

પાલિકામતગણતરી કેન્દ્ર
બારેજાકુમારશાળા બારેજા
વિરમગામએલ.સી.દેસાઇ કન્યા વિદ્યાલય
સાણંદમીટિંગ હોલ પ્રાંત કચેરી સાણંદ
બાવળાનગરપાલિકા બિલ્ડિંગ
ધોળકાશ્રી બી.પી.દાવડા સરસ્વતી વિદ્યાલય ખારકુવા, ધોળકા

જિલ્લા પંચાયતની ૩૪ બેઠકો માટે ૯૯ ઉમેદવારો ચૂંટણી લડયા હતા. ૯ તાલુકા પંચાયતની ૧૭૬ બેઠકો માટે ૪૬૨ અને પાંચ  નગર પાલિકાની ૧૦૪ બેઠકો માટે ૨૪૮ ઉમેદવારો ચૂંટણીમાં ઉભા રહીને મતદારો વચ્ચે ગયા હતા. આમાથી કયા ઉમેદવારને રાજગાદી મળશે અને કયા ઉમેદવાર ઘરભેગા થશે તે આજની મતગણતરી દરમિયાન ખબર પડશે.

પાટીદાર અનામત આંદોલન, કૃષિપેદાશોના નીચા ભાવ સહિતના પરિબળો હતો. ગ્રામ્ય મતદારો ભડકેલા હતા

રાજકીય નિષ્ણાંતો એવો નિર્દેશ કરી રહ્યા છે કે 2015માં વાતાવરણ અલગ

  • કોની રહેશે ગ્રામિણ ક્ષેત્ર પર પકકડ ?
  • ૩૧ જિલ્લા પંચાયત, ૮૧ નગરપાલિકા,૨૩૧ તાલુકા પંચાયતની ચૂંટણીનું આજે પરિણામ
  • સવારે ૮ વાગ્યાથી શરૂ થશે મત ગણતરી
  • રાજકીય પક્ષો અને કાર્યકરોમાં ઉતેજના
  • જિલ્લા પંચાયતનું સરેરાશ 66.38 ટકા મતદાન
  • તાલુકા પંચાયતનું 66.74 ટકા
  • નગરપાલિકાઓનું 58.44 ટકા મતદાન

મોટા પ્રમાણમાં મતદાન કર્યુ હતું અને તેમાં ભાજપ વીંખાઈ ગયો હતો. આ વખતે ગામડામાં ખરાબ ચિત્ર ન હતું. રાજય સરકારે સંખ્યા બંધ ગ્રામ્યલક્ષી પગલાઓ લીધા હતા. થોડીઘણી નારાજી છતાં બહુ ખરાબ વાતાવરણ ન હતું. આ સિવાય કોર્પોરેશનના પરિણામોને પણ ઘણા અંશે પ્રભાવ પડયાના સંકેત મળ્યા છે. અમુક સેન્ટરોમાં ભાજપના જ અમુક અસંતુષ્ટો વિરુદ્ધમાં ચાલવા છતાં કોઈ વિપરીત અસર નહીં કર્યાની છાપ છે.

ભાજપ વિજયની હેટ્રિક નોંધાવવા ઉત્સુક

શહેરી મતદારો સમક્ષ તો ભાજપે લવ જેહાદ,રામમંદિર, 370મી કલમ સહિતના મુદ્દાઓ મૂકીને મહાનગરપાલિકામાં જીત હાંસલ કરવામાં સફળતા મેળવી હતી. પાલિકા અને પંચાયતોની ચૂંટણીમાં ભાજપે હિન્દુત્વનો મુદ્દો મતદારો આગળ ધર્યો હતો. આ તરફ, કોંગ્રેસે ખેડૂતોની સમસ્યા,બેકારી,મોઘવારી સહિતના મુદ્દા રજૂ કરીને મતદારોને રિઝવ્યા હતાં. ગત વખતે તો પાટીદાર આંદોલનને લીધે કોંગ્રેસને પંચાયતોની ચૂંટણીમાં રાજકીય લાભ મળ્યો હતો પણ આ વખતે કોંગ્રેસને આશા છેકે, ખેડૂત આંદોલને લીધે નારાજ ખેડૂતો કોંગ્રેસને મત આપી શકે છે.

Read Also

Gujarat Government Advertisement