GSTV
Gujarat Government Advertisement

ચૂંટણી પરિણામ/ તમામ 31 જિલ્લા પંચાયતમાં ભાજપનો ભવ્ય વિજય, જાણો કોને કેટલી બેઠક

bjp vs congress

Last Updated on March 2, 2021 by

ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 31 જિલ્લા પંચાયત, 231 તાલુકા પંચાયત તથા 81 નગરપાલિકાની સામાન્ય ચૂંટણી તથા 23 નગરપાલિકાઓ અને 3 તાલુકા પંચાયતની પેટાચૂંટણી રવિવારના રોજ યોજાઇ હતી. ત્યારે આજ રોજ તેના પરિણામ જાહેર થયા છે. જેમાં જિલ્લા પંચાયતોમાં સરેરાશ 66 ટકા જેટલું મતદાન નોંધાયું હતું.

31 જિલ્લા પંચાયતની 980 બેઠકોમાંથી ભાજપે 801 સીટ પર ભવ્ય જીત હાંસલ કરી છે. જ્યારે કોંગ્રેસ માત્ર 168 સીટો જ જીત્યું છે જ્યારે 2 આમ આદમી પાર્ટી સહિત 10 પર અન્યોનો વિજય થયો છે.

31 જિલ્લા પંચાયતનું પરિણામ

મતક્ષેત્રકુલ બેઠકચુંટાયેલ બેઠકબિન હરિફભાજપબિન હરિફકોંગ્રસબિન હરિફઅપક્ષબિન હરિફઅન્યબિન હરિફ
Kachchh4040032 8     
Patan3232021 11     
Mahesana424113714     
Sabar Kantha3636030 6     
Gandhinagar2828019 9     
Ahmadabad343132734     
Surendranagar343222725     
Rajkot3636025 11     
Jamnagar2424018 5   1 
Porbandar1818016 2     
Junagadh302912116 2   
Amreli3434027 6   1 
Bhavnagar4040031 8   1 
Anand4241035 6     
Panch Mahals38344344      
Dohad5050043 6 1   
Vadodara3434027 7     
Narmada2222019 2   1 
Bharuch343312614   3 
The Dangs181621521     
Navsari3030027 3     
Valsad383713512     
Surat363423222     
Tapi2626017 9     
Devbhumi Dwarka2221111110     
Morbi2424014 10     
Gir Somnath2828022 6     
Botad201371271     
Arvalli3030025 5     
Mahisagar2828022 6     
Chhota Udaipur3232028 4     

તમને જણાવી દઇએ કે, 2015ની 31 જિલ્લા પંચાયતમાંથી કોંગ્રેસને 22 પર જ્યારે ભાજપને 7 પર સત્તા હાંસલ થઇ હતી તેમજ 2માં ટાઈ પડી હતી. 2015 માં પાટીદાર આંદોલનને કારણે જિલ્લા પંચાયતોમાં ભાજપનો રકાસ થયો હતો પરંતુ આ વખતે 2021 ના પરિણામોમાં 2010નું અહીં પુનરાવર્તન થયું છે. જેમાં ભાજપે તમામે તમામ 31 જિલ્લા પંચાયતો પર જીત મેળવી લીધી છે જ્યારે કોંગ્રેસની કારમી હાર થઇ છે અને પંચમહાલમાં તો શૂન્ય મુકાવ્યું છે. 2010 માં ભાજપે 30 જિલ્લા પંચાયત જીતી હતી જ્યારે એક અન્યને મળી હતી.

કોંગ્રેસના દિગ્ગજ નેતાઓના ગઢમાં પણ કોંગ્રેસનો સફાયો

વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીના મત વિસ્તાર અમરેલીમાં પણ ભાજપની જીત થતા કોંગ્રેસનો રકાસ થયો છે. જ્યારે આણંદ, અમરેલી, સાબરકાંઠા, જામનગર જિલ્લા પંચાયતમાં પણ કોંગ્રેસના સૂપડાં સાફ થઇ ગયા છે. આમ, કોંગ્રેસના દિગ્ગજ નેતાઓમાંના અમિત ચાવડા, પરેશ ધાનાણી, ભરતસિંહ, અશ્વિન કોટવાલ તેમજ વિક્રમ માડમના ગઢમાં પણ કોંગ્રેસના સૂપડા સાફ થયા છે.

25 બેઠકો બિનહરીફ

31 જિલ્લા પંચાયતની 980 બેઠકો પર ભાજપના 954, કોંગ્રેસના 937, આપના 304 અને અન્ય 460 મળીને એમ કુલ 2655 ઉમેદવારો મેદાનમાં હતાં જ્યારે 25 બેઠકો બિનહરીફ જાહેર કરવામાં આવી છે.

READ ALSO :

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33