Last Updated on April 7, 2021 by
રાજ્યમાં વધી રહેલા કોરોના સંક્રમણને જોતા અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ અને જામનગરમાં તમામ જિલ્લા અદાલતોનું ફિઝિકલ કામકાજ બંધ રાખવા હાઇકોર્ટે હુકમ કર્યો છે. 7 એપ્રિલથી 17 એપ્રિલ સુધી જિલ્લા અદાલતોમાં કોઇ ફિઝિકલ કામકાજ નહીં થાય. સાથે જઆ જિલ્લાઓમાં ઓનલાઇન કામકાજ ચલાવવા કોર્ટે નિર્દેશ આપ્યા છે.વકીલ કે પક્ષકારની ગેરહાજરીના કારણથી કોઈ વિપરીત હુકમ કરવો નહીં તેવો પણ હાઈકોર્ટે આ જિલ્લાઓની અદાલતોને નિર્દેશ કર્યો છે.
જુડીશીયલ કામકાજ ઓનલાઈન મોડથી અને ઓછામાં ઓછા કોર્ટ સ્ટાફથી થશે
મહત્વનું છે કે રાજકોટ, વડોદરા, જામનગર, સુરત અને અમદાવાદ જિલ્લાની તમામ સબ-ઓર્ડીનેટર કોર્ટો અને ટ્રીબ્યુનલોના કામકાજ તારીખ ૭ થી ૧૭ એપ્રિલ સુધી સસ્પેન્ડ કરવા હાઇકોર્ટે હુકમ કર્યા છે અને જુડીશીયલ કામકાજ ઓનલાઈન મોડથી અને ઓછામાં ઓછા કોર્ટ સ્ટાફથી કામ ચલાવવાનું રહેશે.
Read Also
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31