Last Updated on March 22, 2021 by
રાજ્યસભામાં સોમવારે કોંગ્રેસે આરોપ લગાવ્યો કે સરકાર ઉદ્યોગપતિઓની તરફેણમાં કામ કરી રહી છે અને નવા ખાણ વિધેયક થકી તે રાજ્યોના અધિકાર પણ પોતાના હાથમાં લેવાનો પ્રયાસ કરી રહી છે.
ગૃહમાં ખાણ અને ખનીજ સંશોધન વિધેયક 2021 મુદ્દે ચર્ચાની શરૂઆત થતા જ કોંગ્રેસ નેતા દિગ્વિજય સિંહે કહ્યું કે,‘ખનીજ ક્ષેત્ર સાથે 1 કરોડ લોકો જોડાયેલા છે. પરંતુ સરકારે રાષ્ટ્રીય નીતિ ઘડતા સમયે તેની પર વધુ ચર્ચા કરાવી નહીં. દુઃખની વાત એ છે કે જ્યાં સૌથીવધુ ખનીજ સંશાધનો આવેલા છે ત્યાંજ સૌથી વધુ ગરીબો છે અને તેમાં મોટા ભાગના આદિવાસી છે.
ઓરિસ્સા, ઝારખંડ જેવા મોટા રાજ્યોની મોટાભાગની વસ્તીની આવક 5 હજાર રૂપિયાથી પણ ઓછી છે, નવા કાયદા સમયે મજૂરો-આદિવાસીઓ વિશે પણ ચર્ચા કરવી જોઈએ. ‘એક રાષ્ટ્ર, એક પાર્ટી, એક નેતા’ના હેતુવાળી આ સરકાર ગૃહની સાથે દેશને પણ ગેરમાર્ગે દોરે છે.’ તેમણે આ વિધેયકને સંસદીય સમિતી પાસે મોકલવાની માગ કરી હતી.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
MUST READ:
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31