Last Updated on April 10, 2021 by
સમગ્ર ગુજરાતમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે ત્યારે એક પછી કોરોના વોરિયર્સ પણ કોરોનાનો ભોગ બની રહ્યાં છે. એવામાં તાજેતરમાં વધુ એક સિનિયર અધિકારીને કોરોના ભરખી ગયો છે. કોરોના વાઇરસે રાજ્યમાં વધુ એક સિનિયર અધિકારીનો ભોગ લીધો છે. વડોદરા આર્મ્સ યુનિટના DIG ડૉ. મહેશ નાયકનું કોરોનાથી મૃત્યુ થયું છે. અમદાવાદની SVP હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી. આ સારવાર દરમિયાન SVP હોસ્પિટલમાં જ તેમણે અંતિમ શ્વાસ લીધા હતાં.
નોંધનીય છે કે, ડૉ. મહેશ નાયકને થોડાંક મહિના પૂર્વે જ સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ ( SP) થી બઢતી આપીને DIG તરીકે વડોદરામાં નિમણૂંક આપવામાં આવી હતી. IPS ડૉ. મહેશ નાયકને એન્જીયોપ્લાસ્ટી કરાવેલ હતી. સાથોસાથ IPS ડૉ. મહેશ નાયક ડાયાબિટીસના રોગથી પણ પિડાતા હતાં.
અમદાવાદની 18 હોસ્પિટલોને કોરોનાની સારવાર માટે ડેજીગ્નેટ કરાઇ
ઉલ્લેખનીય છે કે, અમદાવાદ સહિત રાજ્યના તમામ શહેરોમાં કોરોના ભયજનક હદે ફાટી નીકળેલા રોગચાળાને લીધે લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે. આવામાં દર્દીઓને દાખલ થવામાં પડી રહેલી પારાવાર હાલાંકીને હળવી કરવા કોર્પોરેશને વધુ 18 હોસ્પિટલોને કોરોનાની સારવાર માટે ડેજીગ્નેટ કરાઇ છે.
બેડમાં કરાયો વધારો
આ સાથે હાલની સુવિધામાં ૧ હજાર ૨૧૯ બેડનો વધારો થયો છે. આ નવી ૧૮ હૉસ્પિટલોના ૫૦ ટકા બેડ કોરોનાની સારવાર માટે જ રખાશે. હાલ ખાનગી ૧૮ હૉસ્પિટલો વધારાતા કુલ ૧૩૪ હૉસ્પિટલો થતા બેડની સંખ્યા વધીને ૬ હજાર ૩૨૫ની થઈ છે. જો કે, કોર્પોરેશનના ક્વોટાના બેડ માત્ર જીસીએસ અને એસએમએસ હોસ્પિટલોમાં જ રહેશે.
રાજ્યમાં છેલ્લાં 24 કલાકમાં 4500થી વધુ કેસ
અત્રે ઉલ્લેખનીય છે કે, ગત રોજ શુક્રવારના રાજ્યમાં છેલ્લાં 24 કલાકમાં 4500થી વધુ કેસો નોંધાતા તંત્રમાં દોડધામ મચી જવા પામી છે. આ ઉપરાંત મોતના પણ ચોંકાવનારા આંકડા આજે સામે આવ્યાં છે. રાજ્યના સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લાં 24 કલાકમાં 4541 કોરોનાના કેસ નોંધાયા છે, જ્યારે આ જ સમયગાળા દરમિયાન વધુ 42 લોકોના મોત થયાં છે. તેની સાથે જ કુલ મૃત્યુઆંક 4697 એ પહોંચ્યો છે.
જ્યારે છેલ્લાં 24 કલાકમાં 2280 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. આ સાથે જ અત્યાર સુધી 3,09,626 દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચૂક્યાં છે. રાજ્યમાં સાજા થવાનો દર 91.87 ટકાએ પહોંચ્યો છે.
રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની વાત કરીએ તો કુલ 22,692 એક્ટિવ દર્દીઓ છે, જે પૈકી 187 લોકો વેન્ટિલેટર પર છે અને 22,505 લોકો સ્ટેબલ છે. 3,09,626 લોકો ડિસ્ચાર્જ થઇ ચૂક્યાં છે. કુલ 4697 લોકોનાં મોત નિપજ્યાં છે. આજે રાજ્યમાં કોરોનાને કારણે 42 લોકોનાં દુ:ખદ નિધન થયા છે. જેમાં વાત કરીએ મોતના આંકડાની તો સુરત કોર્પોરેશનમાં 14, અમદાવાદ કોર્પોરેશનમાં 12, વડોદરા કોર્પોરેશનમાં 4, રાજકોટ કોર્પોરેશનમાં 3 એમ આજ રોજ નવા 42 લોકોનાં મોત નિપજ્યાં છે.
READ ALSO :
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31