Last Updated on April 10, 2021 by
કોરોનાને લઈને સરકાર ચો તરફથી જાણે કે ઘેરાઈ ગઈ હોઈ એવું સ્થિતિનું નિર્માણ થઇ રહ્યું છે. એક તરફ હોસ્પીટલમાં બેડ ખૂટી પડ્યા છે બીજી તરફ ઓક્સિજનની અછત વર્તાઈ રહી છે અને જડીબુટી સમાન રેમડેસીવીર ઇન્જેકશનની પણ અછત વર્તાઈ રહી છે. આ સમગ્ર બાબતોમાં સરકાર જાણે કે રાજ્યમાં સબ સલામત છે અને મોત વધારે નથી થઇ રહ્યા તેવું સાબિત કરવા સતત કાર્યરત હોય એ રીતે સરકારનું આરોગ્ય વિભાગ કામ કરી રહ્યું છે.
અમદાવાદની જો વાત કરીએ તો સિવિલ હોસ્પિટલ હોય કે અન્ય કોઇપણ સરકારી હોસ્પિટલ હોય તે કોરોનાની સારવારની સાથે સરકારને જાણે કે આંકડા છુપાવવામાં મદદ કરતી હોય એ રીતે કામગીરી નિભાવી રહ્યા છે. સવાલ એટલા માટે ઉઠી રહ્યો છે કારણ કે સરકાર દરરોજ મોતના જે આંકડા રજુ કરે છે એ અને સ્મશાનમાં અને કોર્પોરેશણ સંચાલિત શબવાહિનીના આંકડાઓમાં જમીન આસમાનનો તફાવત સામે આવી રહ્યો છે. આંકડા છુપાવવા માટે જાણે કે શુંનિયોજિત ષડ્યંત્ર ચાલતું હોય એ રીતે આયોજન બદ્ધ રીતે કામગીરી કરવામાં આવી રહી છે.
અમદાવાદ શહેરની વાત કરવામાં આવે તો શહેરમાં 24 સ્મશાન આવે છે તેમાંથી ૧૦ થી 12 સ્મશાનમાં જ સીએનજી મશીન મુકેલા છે અને કોવીડ બોડી આવે તેની અંતિમક્રિયા તેમાં જ કરવામાં આવી રહી છે. સ્મશાન પર જે કોર્પોરેશનના કર્મચારીઓ રજીસ્ટ્રેશનની કામગીરી કરી રહ્યા છે તેને ઉપરી અધિકારીઓ દ્વારા આંકડા મીડિયાને નહિ આપવા સુચના આપવામાં આવેલી છે. સાથે જ ચોપડામાં એન્ટ્રી કરવામાં આવે તેમાં બીમારીમાં માત્ર માંદગી લખવા માટે સુચના આપી છે અને તેની સામે ઈંગ્લીશમા C લખવા આદેશ આપવામાં આવ્યો છે જેથી સરકારી ચોપડે કોરોનાના મોત વધારે ના દેખાય.
ગત ૧ તારીખથી ૭ તારીખ સુધીના આંકડા જોઈએ તો કોઇપણ દિવસ અમદાવાદમાં સરકારે ૭ થી વધારે મોત નથી બતાવ્યા બીજી તરફ છેલ્લા એક અઠવાડિયાથી થલતેજ સ્મશાનમાં દરરોજ 8 થી ૯ બોડી કોવીડ મોત વાળી આવે છે તો એજ રીતે વાડજ સ્મશાનમાં પણ એજ રીતે ડેડબોડીઓ આવી રહી છે. શહેરમાં સૌથી વધારે કોવીડ બોડી વીએસ સ્મશાન ખાતે આવે છે ત્યાં દરરોજ 12 થી ૧૫ બોડી આવી રહી છે કારણ કે એ સ્મશાનમાં 2 સીએનજી મશીન આવેલા છે તો આજ સ્થિતિ જમાલપુર સ્મશાન ખાતે પણ છે ત્યાં પણ દરરોજ 4 થી ૬ બોડીના અગ્નિસંસ્કાર થાય છે. આમ સ્મશાન ખાતે દરરોજની જોઈએ તો અંદાજે ૩૦ જેટલી ડેડબોડી કોવીડ વાળી બોડી આવી રહી છે. પરંતુ સરકાર આખરે કેમ આંકડા છુપાવી રહી છે તેને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે. સરકારને કેમ આંકડા છુપાવવામાં રસ છે એ સવાલ ઉઠી રહ્યો છે.
૧૦૨ હેલ્પ લાઈનના શબવાહિની આંકડા અને મોતના આંકડામાં પણ વિસંગતતા
ગત ૧ એપ્રિલથી ૭ એપ્રિલ સુધીના આંકડા પર નજર કરીએ તો સરકારે અમદાવાદ કોર્પોરેશન વિસ્તારમાં 33 મોત બતાવ્યા છે. પરંતુ ૧૦૨ સરકારી હેલ્પ લાઈન પર કોલ કરીને 45 લોકોએ શબવાહિની મંગાવી છે. ૧૦૨ હેલ્પ લાઈન પર દરરોજના આંકડાની નોંધ કરવામાં આવતી હોય છે. જેમાં કોરોના માટે મગાવવામાં આવેલી શબવાહિની માટેની પણ નોંધ અલગ કરવામાં આવતી હોય છે. જેમાંથી આ માહિતી સામે આવી છે. આ જે ફર્ક આવ્યો એ માત્ર કોર્પોરેશનની શબવાહિનીના આંકડા પર થી જ અંદાજ આવ્યો છે આ સિવાય પણ સરકારી અને ખાનગી હોસ્પિટલ અને ટ્રસ્ટની પણ શબવાહિની વાન અને એમ્બ્યુલન્સમાં પણ કોવીડ બોડીને સ્મશાન લઇ જવામાં આવતી હોય છે.
ઇન્જેક્શન અને ઓક્સિજન બાદ શબવાહિની વાન અને એમ્બ્યુલન્સની પણ અછત છે શહેરમાં ?
શહેરના અલગ અલગ સ્મશાન ખાતે મુલાકાત લેતા એ વાત સામે આવી હતી કે શહેરમાં ઇન્જેક્શન અને ઓક્સિજન સાથે હવે એમ્બ્યુલન્સ અને શબવાહિનીની પણ અછત સર્જાઈ છે. કારણ કે સ્મશાન ખાતે કોવીડ વાળી લાશ લાવવામાં આવી રહી છે તે એક જ વાનમાં 2 કે ૩ બોડી લાવવામાં આવી રહી છે. એક જ સ્મશાન ખાતે લાશ લાવવામાં આવે છે તે એક જ સ્મશાનમાં લાવવામાં આવી રહી છે…અને બને બોડીની અંતિમ ક્રિયા એક બાદ એક કરવામાં આવી રહી છે
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
MUST READ:
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31