Last Updated on March 29, 2021 by
અમદાવાદમાં ચિંતાજનક રીતે વધતા કોરોના કેસના વચ્ચે ધૂળેટીનું પર્વ છે. ત્યારે કોરોનાની ગાઈડલાઈનના આકરા પાલન માટે કોર્પોરેશનની ટીમે સવારથી રાઉન્ડ ધ ક્લોક નજર રાખી રહી છે.. સવારથી શહેરના પૂર્વ વિસ્તારમાં કોર્પોરેશનની ટીમ ટોળામાં ધૂળેટીની ઉજવણી કરતા લોકો પર તવાઈ બોલાવવા પેટ્રોલિંગ કરી રહી છે. આજે અમદાવાદ મ્યુનિસિપલ ક્રોપેરેશને ટોળામાં ધૂળેટીના પર્વની ઉજવણીને લઈને વધુ એક ચેતવણી ઉચ્ચારી છે. જો ટોળામાં ધૂળેટીના પર્વની ઉજવણી થશ તો સોસયટીના પાણીના જોડાણ કાપી નાખવામાં આવશે..હોળીના પર્વની ઉજવણીના નામે કોઈ એક સ્થળે 20થી વધુ લોકોને એકઠા થઈ શકશે નહી..અને જો એક જ સ્થળે 20થી વધુ લોકો એકઠા હશે તો તંત્ર કાર્યવાહી કરી શકશે.
શહેરના પૂર્વ વિસ્તારમાં કોર્પોરેશનની ટીમ ટોળામાં ધૂળેટીની ઉજવણી કરતા લોકો પર તવાઈ બોલાવવા પેટ્રોલિંગ
એક જ સ્થળે 20થી વધુ લોકો એકઠા હશે તો તંત્ર કાર્યવાહી કરી શકશે
અમદાવાદ શહેરમાં ચિંતાજનક રીતે નોંધાઈ રહેલા કોરોના કેસ વચ્ચે આજે ધૂળેટીના પર્વના કારણે તેત્રએ આકરા પ્રતિબંધ લગાવી દીધા છે…કોરોના કાળમાં છેલ્લા એકવર્ષમાં અનેક તહેવારોની ઉજવણી હોમાઈ ગઈ છે..ત્યારે રંગોનું પર્વ ધૂળેટીની ઉજવણી પણ કોરોનાના કપરા કાળમાં હોમાઈ રહ્યુ છે…અમદાવાદમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના સોલીડ વેસ્ટ વિભાગે ધૂળેટીના ઉજવણીને લઈને પરિપત્ર બહાર પાડીને વિવિધ પ્રતિબંધો લગાવી દીધા છે.
અમદાવાદમાં વધી રહેલા કોરોનાના કેસ વચ્ચે ધુળેટીના પર્વને લઈને AMC દ્વારા શહેરમાં આવેલા પાર્ટી પ્લોટ, કલબ અને રસિડેન્સ વિસ્તારમાં ચેકિંગ હાથ ધર્યુ છે. જે દરમ્યાન છુટા છવાયા બાળકો ધુળેટી રમતા જોવા મળ્યા હતા. જેથી મનપાની ટીમે બાળકોના માતાપિતાને બોલાવી સમજાવ્યા હતા. ત્યારે સરકારના આદેશ બાદ AMC દ્વારા તેનું કડક પાલન કરવામાં આવી રહ્યુ છે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31