Last Updated on March 26, 2021 by
હોળી-ધૂળેટીના તહેવારને કોરોનાનું ગ્રહણ લાગ્યું છે. હોળીની પ્રદક્ષિણા કરતી વખતે સોશિયલ ડીસ્ટન્સ ફરજીયાત છે અને ટોળાંમાં એકત્ર નહીં થઈ શકાય. એ જ રીતે ધૂળેટીના રંગપર્વએ કોઈપણ વ્યક્તિ ઉપર રંગ છાંટશો, રંગ સાથે કે ટોળાંમાં નીકળશો તો પોલીસની ટીમ ઝડપી લઈ તેવું બની શકે છે.
અમદાવાદ શહેર પોલીસમાં કડક પોલીસ પેટ્રોલિંગ ગોઠવવામાં આવશે
અમદાવાદ શહેર પોલીસમાં કડક પોલીસ પેટ્રોલિંગ ગોઠવવામાં આવશે અને પોલીસ સ્ટેશનોને વધારાનો ફોર્સ ફાળવવાની તૈયારી હાથ ધરવામાં આવી છે. ધૂળેટીએ સવાર-સાંજ સઘન પેટ્રોલિંગ સાથે પોલીસને સ્ટેન્ડ-ટુ રહેવાના આદેશ કરવામાં આવનાર છે. પોલીસ કમિશનરે હોળી-ધૂળેટી સંદર્ભે જાહેરનામું બહાર પાડતાં નિયમભંગ કરનાર નાગરિકો સામે કડક કાયદાકીય કાર્યવાહી હાથ ધરાશે.
નિયમભંગ કરનાર નાગરિકો સામે કડક કાયદાકીય કાર્યવાહી હાથ ધરાશે
હોળી ધૂળેટી સંદર્ભે પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે જારી કરેલા જાહેરનામામાં જણાવાયું છે કે, તા. 28ના રોજ હોળી અને તા. 29ના રોજ ધૂળેટીના તહેવારની ઉજવણી કરવામાં આવનાર છે. સામાન્ય સંજોગોમાં હોળી, ધૂળેટીના તહેવારની ઉજવણી માટે લોકો સોસાયટી, શેરી, નાકા, જાહેર સૃથળો, ખુલ્લા મેદાનો કે રસ્તા પર મોટી સંખ્યામાં એકત્ર થતાં હોય છે.
ખુલ્લા મેદાનો કે રસ્તા પર મોટી સંખ્યામાં એકત્ર થતાં હોય છે
પરંતુ, કોરોનાની પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાને લેતાં હોળી-ધૂળેટીના તહેવાર નિમિત્તે મોટી સંખ્યામાં લોકો એકત્રિત થવાથી કોરોના સંક્રમણ વધવાની શક્યતા છે. આથી, આ તહેવારની ઉજવણી દરમિયાન જાહેર જગ્યાએ ઉજવણી અને અન્ય પ્રવૃત્તિ પર અંકુશ મેળવવા પ્રતિબંધ મુકવો જરૂરી જણાય છે.
હોળી પરંપરાગત રીતે મર્યાદીત સંખ્યા સાથે પ્રગટાવી શકાશે
હોળી પરંપરાગત રીતે મર્યાદીત સંખ્યા સાથે પ્રગટાવી શકાશે. તેમજ હોળીની પ્રદક્ષિણાની સાથે સાથે ધાર્મિક વિધી પણ કરી શકાશે. હોળી-દહનના કાર્યક્રમ દરમિયાન ભીડ એકત્રિત ન થાય તથા કોરોના સંબંધમાં સોશિયલ ડીસ્ટન્સ સહિતની ગાઈડલાઈનનું ચૂસ્તપણે પાલન થાય તે અંગે આયોજકોએ તકેદારી રાખવાની રહેશે.
બીજી તરફ, શહેર પોલીસે શહેરમાં જ્યાં જ્યાં હોલિકા દહનના કાર્યક્રમો યોજવામાં આવનાર છે તે સૃથળોના આયોજકોની વિગતો એકત્ર કરવાની કામગીરી પણ શરૂ કરી છે. સોશિયલ ડીસ્ટન્સ નહીં જળવાય અને ટોળાંશાહી કરીને નિયમ ભંગ કરવામાં આવશે તો જાહેરનામા ભંગની કાર્યવાહી કરવામાં આવશે. જ્યારે, ધૂળેટીના દિવસે જાહેરમાં ઉજવણી અને સામુહિક પર પ્રતિબંધ હોવાનો આદેશ પણ જારી કરવામાં આવ્યો છે. ધૂળેટીના દિવસે કોઈપણ વ્યક્તિએ બીજી વ્યક્તિ પર કાદવ, કીચડ, રંગ આૃથવા રંગમિશ્રિત પાણી આૃથવા તૈલી કે આવી બીજી કોઈ વસ્તુ નાંખવી કે નંખાવવી નહીં આૃથવા હોળી-ધૂળેટીએ ગોઠ ઉઘરાવવી નહીં. રસ્તા પરથી પસાર થતાં વાહનો કે રાહદારીને અટકાવવા નહીં તેવો આદેશ પણ જાહેરનામામાં કરાયો છે.
રસ્તા પરથી પસાર થતાં વાહનો કે રાહદારીને અટકાવવા નહીં તેવો આદેશ પણ જાહેરનામામાં કરાયો
પોલીસ અિધકારી સૂત્રોએ જણાવ્યું કે, હોળીમાં સોશિયલ ડીસ્ટન્સ ઉપરાંત ધૂળેટીએ બીજી વ્યક્તિ ઉપર રંગ કે રંગીન પાણી કે એવો પદાર્થ નાંખવા કે છાંટવા ઉપર જ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.આમ તો, દર વર્ષની માફક જ શહેરના રસ્તાઓ ઉપર પોલીસ પેટ્રોલિંગ ગોઠવવામાં આવશે.
પરંતુ, આ વર્ષે કોરોનાની પરિસ્થિતિના કારણે પોલીસ સ્ટેશનોને વધારાનો ફોર્સ આપવા માટે તૈયારી શરૂ કરવામાં આવી છે. શહેરના રસ્તાઓ ઉપર કે કોઈપણ સૃથળે રંગ સાથે કે રંગ સાથે આૃથવા તો ટોળાં સાથે ધૂળેટી રમતાં લોકો મળી આવશે તો જાહેરનામા ભંગ અંગેની કાર્યવાહી કરવામાં આવશે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31