Last Updated on March 19, 2021 by
મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાનો ત્રણ મહિનાનો ધૈર્યરાજસિંહ જન્મજાત SSM-1 તરીકે ઓળખાતી ગંભીર બિમારીથી પીડિત છે. આ બિમારી રંગસૂત્ર-5 નાળીમાં ખામીને કારણે થાય છે અને આ બિમારીના ઇલાજ માટે 16 કરોડ રૂપિયાની જરૂર હોય હાલમાં સમગ્ર દેશમાંથી ધૈર્યરાજ સિંહને આર્થિક મદદ માટે માતાપિતા દ્વારા અપીલ કરવામાં આવી હતી.જેના થકી અત્યાર સુધીમાં ઘણા લોકોએ મદદ કરી રહ્યા છે.
ધૈર્યરાજ સિંહ રાઠોડ માટે અત્યાર સુધી 10 કરોડ રૂપિયા એકત્રીત થઈ ગયા
અત્યાર સુધીમાં ધૈર્યરાજ સિંહ રાઠોડમાટે અત્યાર સુધી 10 કરોડ રૂપિયા એકત્રીત થઈ ગયા છે. ઉલ્લેખનીય છે કે આ બાળક અત્યંત ગંભીર બિમારીથી પીડાઈ રહ્યો છે. અને તેના માટે એક ઈન્જેક્શનની કિમત અંદાજીત 16 કરોડ રૂપિયા છે. ત્યારે રાજ્ય સરકારે ગંભીર બિમારીથી પીડાતા ધૈર્યરાજ સિંહ માટે સરકારે 10 લાખ રૂપિયાની સહાય મંજૂર કરી છે.
ઈલાજ માટે 22 કરોડની જરૂર
બાળકને જે બીમાંરી છે તે બીમારી માટે 22 કરોડ રૂપિયાની જરૂર હોય સમગ્ર દેશ તેની મદદ કરી રહ્યો છે ત્યારે અમે કિન્નર સમાજે પણ ફાળો ભેગો કર્યો છે.અમે બધાએ 65,000 રૂપિયા ભેગા કર્યા છે. અમે આ ફાળો તેમના માતાપિતા સુધી પહોંચડીશું અને બાળક જલ્દી સાજો થાય તેવી પ્રાર્થના કરીશું.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31