GSTV
Gujarat Government Advertisement

મોંઘવારીની માર વચ્ચે રાહતના સમાચાર / મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનની જાહેરાત, ઘટશે ઇંધણ-રાંધણ ગેસના ભાવ

Last Updated on April 5, 2021 by

દેશમાં પેટ્રોલ, ડીઝલ અને રાંધણ ગેસના ભાવમાં ઉતાર-ચઢાવ વચ્ચે કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને રવિવારે કહ્યું હતું કે, આગામી દિવસોમાં પેટ્રોલ, ડીઝલ અને રાંધણ ગેસના ભાવમાં હવે ઘટાડો આવશે. તેમણે જણાવ્યું હતું કે, અમે પહેલાં પણ કહ્યું હતું કે અમે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં ઘટાડાનો લાભ અંતિમ ગ્રાહકોને આપીશું.

આ પહેલાં લોકસભામાં ઈંધણના વધતા ભાવો પરના સવાલના જવાબમાં પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું હતું કે, રાંધણ ગેસના સિલિન્ડરના ભાવ છેલ્લા સાત વર્ષમાં બમણા થઈ ગયા છે. ઘરેલુ એલપીજીના સિલિન્ડરની કિંમત હાલ પ્રતિ સિલિન્ડર ૮૧૯ રૂપિયા છે. ડિસેમ્બર ૨૦૨૦માં તેની કિંમત રૂ. ૫૯૪ હતી. આ દરમિયાન પેટ્રોલ અને ડીઝલ પર ટેક્સ ૪૫૯ ટકા વધ્યો છે. પ્રધાને કહ્યું હતું કે, છેલ્લા કેટલાક વર્ષોમાં ધીમે ધીમે ભાવ વધારાએ રાંધણ ગેસ અને કેરોસીન પર સબસિડી સમાપ્ત કરી દીધી છે.

ધર્મેન્દ્ર પ્રધાન

ઉલ્લેખનીય છે કે શનિવારે સતત ચોથા દિવસે ઘરેલુ બજારમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર થયા નથી. દિલ્હીમાં પેટ્રોલનો ભાવ પ્રતિ લીટર રૂ. ૯૦.૫૬ અને ડીઝલનો ભાવ પ્રતિ લીટર  રૂ. ૮૦.૮૭ છે. ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ આંતરરાષ્ટ્રીય બજારોમાં ક્રૂડ ઓઈલના ભાવમાં હળવા ઊછાળા પછી પણ પેટ્રોલ-ડીઝલના રીટેલ ભાવમાં કોઈ ફેરફાર કર્યા નથી.પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પહેલી વખત ૨૪મી માર્ચે ઘટાડો કરાયો હતો.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33