Last Updated on April 10, 2021 by
રાજ્યમાં વકરતી કોરોની સ્થિતિ વચ્ચે CM વિજય રૂપાણીએ આજે અમદાવાદથી વધુ 20 ધન્વંતરી આરોગ્ય રથનું લોકાર્પણ કર્યું છે. આ રથમાં કોરોના માટેના એન્ટીજન ટેસ્ટની સુવિધા આપવામાં આવી છે. આ સિવાય ડાયાબીટીસ, યુરિન, બ્લડ શુગર, પ્રેગનેન્સી ટેસ્ટ, હિમોગ્લોબીન ટેસ્ટની પણ સુવિધા ઉપલબ્ધ છે. આજથી રાજ્યમાં હવે 55 ધન્વંતરી આરોગ્ય રથની સેવાઓ મળશે. રાજ્યમાં અત્યાર સુધી 35 ધન્વંતરી આરોગ્ય રથ કાર્યરત હતાં અને વધુ 20 રથનું લોકાર્પણ થયું છે.
દેશની સાથે ગુજરાતમાં કોરોના સંક્રમણ ઝડપથી ફેલાઇ રહ્યું છે. આ અંગે સીએમ રૂપાણીએ જણાવ્યું કે, આવા સંક્રમણથી ઓછા લોકો સંક્રમિત થાય અને સંક્રમિત થાય તો તેમને તરત સારવાર મળે તેવી સ્ટ્રેટેજી ગુજરાત સરકાર એક વર્ષથી ચલાવી રહી છે. વ્યવસ્થાઓમાં આપણે વધુ કામ કરવુ પડ્યુ છે. 15000થી વધુ બેડની ક્ષમતા વધારી છે.
સીએમ રૂપાણીએ જનતાને સલાહ આપી છે કે બને ત્યાં સુધી ઘરમાંથી નીકળવાનું ટાળે અને માસ્ક પહેરે. સરકારને દંડમાં રસ નથી. લોકો વેક્સિન લે અને માસ્ક પહેરો તો જ આપણે આ મહામારીમાંથી બહાર નીકળી શકીશું.
CM રૂપાણીએ કહ્યુ કે, દર્દીઓને વહેલામાં વહેલી તકે સારવાર મળે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. સરકાર લોકોને સારવાર આપવામાં કટિબદ્ધ છે. તો 20 નવા ધન્વવંતરી રથ ઉપલબેધ કરાવાયા છે. રાજયમાં કુલ 1200 જેટલા ધન્વંતરી રથની સુવિધા છે. તમામ રથ GPS સિસિટમથી સજ્જ છે.અમદાવાદમાં 5 હજાર બેડનો વધારો કરાયો છે. ICU વધારીને 3100 ઓક્સિજન બેડ વધારવામાં આવ્યાં છે.
સીએમ રૂપાણીએ જણાવ્યું કે, રેમડેસિવિર ઇન્જેક્શનનો પુરવઠો વધારવામાં આવ્યો છે. વધુ ત્રણ લાખ ઇન્જેક્શનનો ઓર્ડર આપવામાં આવ્યો છે. જો કે બિનજરૂરી રેમડેસિવિર લેવાથી નુકસાન થાય છે. છેલ્લા 8 દિવસમાં 15 હજાર બેડ વધારવામાં આવ્યા છે. સરકારે 6700 ઓક્સિજન વાળા બેડ ઉભા કર્યા છે.
5000 ઈન્જેકશનની વ્યવસ્થા સી.આર કેવી રીતે કરે છે તે સી.આરને પૂછો : CM
CM રૂપાણીએ ગાંધીનગર મનપા ચૂંટણી અને રેમડેસિવિર ઇન્જેક્શનને લઇને વધુમાં જણાવ્યું કે, ‘ગાંધીનગરની ચૂંટણી કોરોના કાળને લઇને પાછી ઠેલાઇ શકે છે. સુરતમાં રેમડેસિવિર ઇન્જેક્શન મામલે સીધો સવાલ સી.આર ને પૂછો. સુરતમાં સરકાર જે ઇન્જેક્શન મોકલી રહી છે તેનું સી.આર ના પાંચ હજાર ઇન્જેક્શન સાથે કોઇ જ કનેક્શન નથી. 5000 ઈન્જેકશનની વ્યવસ્થા સી.આર કેવી રીતે કરે છે તે સી.આરને પૂછો.’
સુરતની કિરણ હોસ્પિટલને 10 હજાર રેમડેસિવિર ઇન્જેકશનની ફાળવણી કરાઇ : CM
CM એ રાજ્યમાં રેમડેસિવિરનો પુરતો જથ્થો અને વિતરણ ગોઠવ્યાનું જણાવ્યું છે. સીએમએ કહ્યું કે સુરતની કિરણ હોસ્પિટલને 10 હજાર જેટલા રેમડેસિવિર ઇન્જેકશનની ફાળવણી કરાઇ છે. આ ઇન્જેકશનનું કિરણ હોસ્પિટલ દ્વારા સુરતની ખાનગી હોસ્પિટલમાં વિતરણ કરાશે. સરકાર માત્ર હોસ્પિટલ અને નર્સિગ હોમને ઇન્જેકશન પુરા પાડે છે. તેમણે સુરતમાં ભાજપે કરેલા પાંચ હજાર ઇન્જેકશનની વ્યવસ્થા અંગે સીઆર પાટીલને પૂછવાં કહ્યું હતું. જ્યારે કે 10 હજાર રેમડેસિવિર ઇન્જેક્શનની વ્યવસ્થા સરકારે કર્યાનું જણાવ્યું હતું. બે હજાર ઇન્જેકશન ગઇ કાલે જ સુરત કલેકટરને આપ્યાં છે.
READ ALSO :
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31