Last Updated on March 14, 2021 by
પંચમહાલના ધૈર્યરાજસિંહને મુખ્યમંત્રી ફંડમાંથી સહાય આપવા માટે શહેરાના ધારાસભ્યએ ભલામણ કરી છે. શહેરાના ધારાસભ્ય જેઠાભાઇ ભરવાડે મુખ્યમંત્રીને ધૈર્યરાજની સહાય માટે પત્ર લખ્યો છે. ધૈર્યરાજસિંહની સારવાર માટે રૂપિયા 16 કરોડની જરૂરિયાત છે. જો કે, આ મુહિમને સાર્વત્રિક જન સમર્થન મળી રહ્યું છે. ધૈર્યરાજસિંહની મદદ માટે 6 કરોડથી વધુ ફંડ એકાઉન્ટમાં જમા કરાવવામાં આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં માત્ર ત્રણ માસનું એક બાળક જન્મજાત જ એક ગંભીર બીમારીના સકંજામાં આવ્યું છે. આ બાળક SMA -1 નો ભોગ બન્યું છે. આ બીમારીના ઈલાજ માટે તેના માતાપિતા પાસે રૂપિયા પણ નથી. કારણ કે, સારવાર માટે માત્ર એક ઈન્જેક્શનની જ જરૂરિયાત છે અને આ ઈન્જેક્શનની કિંમત 22 કરોડ રૂપિયા (22 crore injection) છે.
કોણ છે આ બાળક અને તેને શું છે બીમારી?
મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાનો ત્રણ મહિનાનો ધૈર્યરાજસિંહ (Dhairyaraj sinh) એક ગંભીર બીમારીથી પીડાઈ રહ્યો છે. ધૈર્યરાજસિંહ રાઠોડ નામના ત્રણ મહિનાના આ બાળકને SMA -1 નામની બીમારી થઇ છે. SMA-1 નામની આ બીમારી એક પ્રકારની સ્નાયુની બીમારી છે. જેથી બાળક ઊભું થઈ શકતું નથી. ઉપરાંત તેની બીમારી માટેનું ઇન્જેક્શન પણ ભારતમાં ઉપલબ્ધ નથી. ત્યારે વિદેશમાંથી ઇન્જેક્શન મંગાવવું પડે તેમ હોવાંથી રાઠોડ પરિવારને 22 કરોડની જરૂર છે. કારણ કે, તેની સારવાર માટેની જરૂરિયાતનું એક ઈન્જેક્શન 22 કરોડ રૂપિયાનું છે. ધૈર્યરાજસિંહના માતા-પિતા એક સામાન્ય પરિવારમાંથી આવી છે. જેથી પુત્રની આટલી મોંઘી સારવાર તેમનાથી શક્ય નથી. આથી સરકાર ધૈર્યરાજસિંહની સારવાર માટે મદદ કરે તેવી અપીલ માતા-પિતા દ્વારા પણ કરવામાં આવી છે. બીજી બાજુ, આ સમાચાર પાણીની જેમ પ્રસરી જતા ધૈર્યરાજસિંહ માટે લોકો દિલ ખોલીને દાન આપી રહ્યાં છે.
READ ALSO :
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31