GSTV
Gujarat Government Advertisement

આદેશ: એરપોર્ટ પર જો નિયમો તોડશો તો લાગશે મસમોટો દંડ, DGCAએ જાહેર કર્યો નવો સરક્યુલર, ધ્યાન રાખજો

Last Updated on March 30, 2021 by

દેશમાં વધી રહેલા કોરોનાના કેસને જોતા ફરી એક વાર દરેક જગ્યાએ કડકાઈ ભર્યા નિયમો લાગૂ થઈ રહ્યા છે. આ જ ક્રમમાં હવે DGCAએ નવો સર્કુલર જાહેર કર્યાે છે. એરપોર્ટ પર કોરોના નિયમોને નજરઅંદાજ કરવા પર હવે ભારે ભરખમ દંડ ચૂકવવા માટે તૈયાર રહેવું પડશે.

એરપોર્ટ પરથી આવી રહી છે ગંભીર બેદરકારી

ડીજીસીએ તરફથી જાહેર કરવામાં આવેલા સર્કુલરમાં કહેવાયું છે કે, એરપોર્ટ્સ પર ચકાસણી દરમિયાન એવુ ધ્યાનમાં આવ્યું છે કે, અહીં કોરોનાને લઈને દેખરેખ સંતોષજનક નથી. એટલા માટે એરપોર્ટ ઓપરેટર્સ પાસેથી એવી અપીલ કરવામાં આવી છેકે, તે એરપોર્ટ પર પેસેન્જર્સ માસ્ક પહેરે, મો, નાક ઢાંકે અને સોશિયલ ડિસ્ટન્સીંગ જેવા નિયમોને ખાસ જાળવી રાખે.

એરપોર્ટ પર નિયમો તોડતા લોકો માટે હવે પોલીસની પણ લેવાશે મદદ

સર્ક્યુલરમાં આગળ કહેવામાં આવ્યું છે કે કોરોનાના વધતાં કેસને ધ્યાનમાં લેતા તમામ એરપોર્ટ તેને લઇને સાવધાની રાખે. કોરોના નિયમોના પાલનની ઉપેક્ષાને રોકવા સ્પોટ ફાઇન અને સ્થાનિક પોલીસની મદદ લઇ શકાય છે જેથી કોરોનાના વધતા કેસો વચ્ચે લોકોની બેદરકારી પર લગામ લગાવી શકાય.

ફેસ માસ્ક પહેરે યાત્રી

ડીજીસીએ એરલાઇંસને તે સુનિશ્વિત કરવા કહ્યું છે કે તે પોતાના યાત્રીઓને હવાઇ મથકો પર ફેસ માસ્ક પહેરવાનો આગ્રહ કરે અને સોશિયલ ડિસ્ટેંસિંગનું પાલન કરે. જણાવી દઇએ કે કેન્દ્ર સરકારનો પ્રયાસ છે કે જલ્દી જ કોરોના પર કાબૂ મેળવી શકાય તે માટે સરકાર દરેક શક્ય પ્રયાસ કરી રહી છે.

દેશભરમાં કોરોનાનો કેર યથાવત છે ત્યારે છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના કુલ 56 હજાર 211 નવા કેસ દાખલ થયા છે. એક જ દિવસમાં વધુ 271 દર્દીઓના કોરોનાથી મોત નિપજ્યા છે. દેશમાં કોરોનાના કુલ કેસની સંખ્યા એક કરોડ 20 લાખ 95 હજાર 855 થઈ છે. જયારે એક્ટિવ કેસની સંખ્યા પાંચ લાખ 40 હજારથી વધુ છે. દેશમાં કોરોનાથી કુલ મૃત્યુ આંક એક લાખ 62 હજારને પાર થયો છે.

ખાનગી હોસ્પિટલોમાં નવા નિયમો લાગુ કર્યા

બૃહ્ન્મુંબઇ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC)એ મુંબઈમાં કોરોનાને કારણે વિકટ પરિસ્થિતિઓ વચ્ચે ખાનગી હોસ્પિટલો માટે નવી ગાઈડલાઇન બહાર પાડી છે. જે અનુસાર ખાનગી હોસ્પિટલોમાં 80% બેડ અને 100% ICU બેડ કોરોના દર્દીઓ માટે રિઝર્વ રાખવાના રહેશે. કોરોનાના દર્દીઓને વોર્ડ વોર રૂમમાંથી બેડ ફાળવવામાં આવશે. હોસ્પિટલોમાં દર્દીઓની સીધા દાખલ કરવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.

દિલ્હીની હાલત પણ કોરોનાથી ખરાબ

મુંબઈ બાદ હવે દિલ્હીમાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યાં છે. છેલ્લા 24 કલાકમાં 1904 નવા કેસ સામે આવ્યા છે. આ સાથે જ દિલ્હીમાં ખાનગી હોસ્પિટલોમાં વેન્ટિલેટર અને આઈસીયુ બેડ્સ સુંપૂર્ણ ભરાયેલા જોવા મળી રહ્યાં છે. સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈને આ અંગે કહ્યું કે,‘દિલ્હીમાં હોસ્પિટલોમાં બેડની ઉપલબ્ધતાની સમિક્ષા કરવામા આવશે અને તેના આધાર પર વધુ બેડ ફાળવવામાં આવશે. સરકારી હોસ્પિટલમાં ઘણા આઈસીયુ અને વેન્ટિલેટર ખાલી છે. ખાનગી હોસ્પિટલોમાંથી પણ અમુકમાં જ આઈસીયુ-વેન્ટિલેટર બેડ ખૂટવાની સ્થિતિ જોવા મળી છે. આ હોસ્પિટલોમાં પણ વ્યવસ્થા વધારવામા આવશે.’ દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રીએ જણાવ્યું કે- દિલ્હીના ખાનગી હોસ્પિટલોમાં આઈસીયુ અને વેન્ટિલેટર બેડ ખૂટવાની સ્થિતિ પાછળ વધતા કેસની સાથે અન્ય રાજ્યોથી આવતા લોકો પણ છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33