GSTV
Gujarat Government Advertisement

દેવાદાર/ ભાજપનું અડીખમ ગુજરાત, દેવામાં થયું ખાલીખમ ગુજરાત, મોદી શાસનમાં પણ ગુજરાતનું દેવું આટલું વધ્યું

Last Updated on March 11, 2021 by

છેલ્લા પચ્ચીસ વર્ષના ગાળામાં ભાજપનું અડીખમ ગુજરાત, ખાલીખમ ગુજરાત થઈ ગયું છે. ગુજરાતનું જાહેર દેવું 1995માં મુખ્યમંત્રી પદે છબિલદાસ મહેતા હતા ત્યારે રૂા. 12, 999 કરોડ હતું તે 2021-22નું બજેટ રજૂ કરાયું ત્યારે વધીને રૂા. 3,10,000 કરોડનું થઈ ગયું છે. 1996માં કેશુભાઈ પટેલ મુખ્યમંત્રી હતા ત્યારે ગુજરાતનું જાહેર દેવું 14,800 કરોડ હતું.

1996માં કેશુભાઈ પટેલ મુખ્યમંત્રી હતા ત્યારે ગુજરાતનું જાહેર દેવું 14,800 કરોડ

આજે તે 3,10,000 કરોડને આંબી ગયું છે. 2015-16થી 2019-20ના પાંચ વર્ષના ગાળાનું રૂા. 86,120 કરોડનું માત્ર વ્યાજ જ ગુજરાત સરકારે ચૂકવ્યું છે. મુદ્દલ પેટે રૂા. 61,055 કરોડ ચૂકવ્યા છે. ગૃહમાં કોંગ્રેસના ધારાસભ્યએ કહ્યું હતું કે 2016થી 2021 સુધીના ગાળામાં ગુજરાત સરકારે રૂા. 1,44,951 કરોડની લોન લીધી છે. 2021-22ના અંદાજપત્રની દરખાસ્ત અંગે ચર્ચા કરતાં અમદાવાદના દાણીલીમડા વિસ્તારના ધારાસભ્ય શૈલેશ પરમારે કહ્યું હતું કે 2001માં નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં સત્તાનો દોર પોતાના હાથમાં લીધો ત્યારે ગુજરાતનું જાહેર દેવું રૂા. 42,700 કરોડનું હતું. જે 2014માં વધીને રૂા. 1,63,451 કરોડ થઈ ગયું હતું. આમ નરેન્દ્ર મોદીના શાસનમાં જ ગુજરાતનું જાહેર દેવું અંદાજે 1,20,751 કરોડ વધ્યું છે.

નરેન્દ્ર મોદીના શાસનમાં જ ગુજરાતનું જાહેર દેવું અંદાજે 1,20,751 કરોડ વધ્યું

તેમણે કહ્યું હતું કે 2017માં વિજય રૂપાણીએ મુખ્યમંત્રી તરીકેનો કાર્યભાર પોતાના હાથમાં લીધોત્યારે ગુજરાતનું જાહેર દેવું રૂા. 2,43,360 કરોડનું હતું. 2021ના વર્ષમાં તે વધીને રૂા. 3.10 લાખ કરોડને આંબી ગયું હોવાનો અંદાજ છે. 2015થી 2021ના પાંચ વર્ષના સમયગાળામાં જ જાહેર દેવામાં રૂા. 1,46,451 કરોડ વધ્યું છે.

BJP GUJARAT

2015થી 2021ના પાંચ વર્ષના સમયગાળામાં જ જાહેર દેવામાં રૂા. 1,46,451 કરોડ વધ્યું

1995થી 2021 સુધીના 26 વર્ષના ભાજપના શાસન કાળમાં ગુજરાતના જાહેર દેવામાં 2,97,001 કરોડનો વધારો થયો છે. શૈલેશ પરમારે કટાક્ષ કરતાં કહ્યું હતું કે કમલમાંતી ઇવીએમ મશીન અને વેક્સિન બન્યા નથી, પરંતુ ગુજરાતનું જાહેર દેવું કમલમમાંથી વધ્યું છે. આમ સરકારની નાણાંનો ખર્ચ ભાજપ માટે કરવામાં આવતો હોવાનો આડકતરો આક્ષેપ તેમણે ગૃહમાં કર્યો હતો.

કમલમાંથી ઇવીએમ મશીન અને વેક્સિન બન્યા નથી, પરંતુ ગુજરાતનું જાહેર દેવું કમલમમાંથી વધ્યું

અડીખમ ગુજરાતમાં થયેલા ધરખમ કામોની યાદી આપતા તેમણે કહ્યું હતું કે ભાજપના રાજમાં શિક્ષણ માફિયાઓ, હોસ્પિટલ માફિયાઓ, ખનીજ માફિયાઓ, વ્હાઈટ કૉલર માફિયાઓ, જમીન માફિયાઓ અડીખમ બન્યા છે. મહિલાઓ પર અત્યાર કરતાં લોકો અઢીખમ છે. દલિતો પર નાની નાની વાતે હુમલો કરનારાઓ અડીખમ છે. કોરોનાના કાળમાં ગુજરાતના 69 લાખ પરિવારના 3.36 કરોડ લોનોને રાજ્ય સરકારે વિના મૂલ્યે અનાજ આપ્યું હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

epfo plan

રાજ્ય સરકારે વિના મૂલ્યે અનાજ આપ્યું હોવાનો દાવો કરવામાં આવ્યો

આ જ રીતે એપીએલ કાર્ડ ધરાવતા મધ્યમ વર્ગના 61 લાખ પરિવારના 5.86 લાખ લોકોને વિના મૂલ્યે અનાજ આપવામાં આવ્યું છે. આ આંકડાઓ પરથી ફલિત થાય છે કે ગુજરાતના માત્ર 39 લાખ લોકોએ જ સરકારી સહાય લીધી નથી. આ આંકડાઓ જોતાં એક સવાલ ઊભો થાય છે કે ગુજરાત પ્રગતિશીલ રાજ્ય છે કે પછી ખાલીખમ રાજ્ય છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33