Last Updated on March 21, 2021 by
દેશના સૌથી મોટા ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના ઘર એન્ટિલિયાની બહાર વિસ્ફોટકો ભરેલી કાર મૂકવાના વિવાદમાં દરરોજ નવા નવા ફણગા ફૂટી રહ્યા છે. આ વિવાદમાં મુંબઈ પોલીસના અધિકારી સચિન વાઝેની સંડોવણી બહાર આવ્યા પછી હવે મુંબઈના પૂર્વ પોલીસ કમિશનર પરમબીરસિંહના ‘લેટર બોમ્બ’એ નવો ધમાકો કર્યો છે.
પરમબીરસિંહે મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખ પર વાઝેને દર મહિને 100 કરોડ રૂપિયા ઊઘરાવવા ટાર્ગેટ આપ્યો હોવાનો આક્ષેપ કરતો પત્ર રાજ્યપાલ કોશ્યારી અને મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને લખ્યો છે. પરમવીરસિંગના આક્ષેપથી મહારાષ્ટ્રના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. ગૃહમંત્રી દેશમુખે પરમવીર સિંહના આક્ષેપોને ફગાવી દીધા છે. બીજીબાજુ મહારાષ્ટ્ર ભાજપે ગૃહમંત્રીના રાજીનામાની માગણી કરી છે.
મુંબઈ પોલીસ અધિકારી સચિન વાઝે પ્રકરણમાં મુંબઇ પોલીસ કમિશનરપદેથી ટ્રાન્સફર કરાયેલા પરમબીરસિંહે મહારાષ્ટ્રના રાજકારણમાં જબ્બર ખળભળાટ મચી જાય એવો પત્ર લખ્યો છે. પરમબીરસિંહે મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેને લખેલા પત્રમાં ગૃહ પ્રધાન અનિલ દેશમુખ પર તેમણે અત્યંત ગંભીર આરોપ મૂક્યો છે. ગૃહ પ્રધાન અનિલ દેશમુખે પ્રત્યેક મહિનામાં 100 કરોડ રૂપિયા વસુલ કરવાનો ટાર્ગેટ સચિન વાઝેને આપ્યો હતો. એવો મોટો આરોપ પરમબીરસિંહ મૂક્યો છે. આ અંગેનો પત્ર તેમણે રાજ્યના ગવર્નર ભગતસિંહ કોશિયારીને પણ મોકલાવ્યો છે.
મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેને ટાંકીને લખેલા પત્રમાં પરમવીર સિંહે ઉલ્લેખ કર્યો છે કે અનિલ દેશમુખે સચિન વાઝેને દર મહિને બાર, રેસ્ટોરન્ટ અને અન્ય આસ્થાપના પાસેથી 100 કરોડ રૂપિયા ઉઘરાવવાનું કહ્યું છે, એવો આંચકાજનક આરોપ મૂક્યો છે. આ આરોપ બદલ ગૃહપ્રધાન અનિલ દેશમુખે જણાવ્યું હતું કે સચિન વાઝે કેસમાં પોતે ફસાતા હોવાથી તેમણે પોતાના બચાવ કરવા મારા પર ખોટો આક્ષેપ કર્યો છે.
ગત 13 મહિનાથી પરમબીરસિંહ મુંબઇ પોલીસ કમિશનર પદનો અખત્યાર સંભાળતા હતા. તેમને સચિન વાઝે કેસમાં ટ્રાન્સફર મળ્યા બાદ હવે તેમણે સ્વેચ્છા નિવૃત્તી લેવાના છે, એવું જાણવા મળ્યું છે. દેશના ટોચના ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના કારમાઇકલ સ્થિત એન્ટિલિયા નિવાસસ્થાન નજીક વિસ્ફોટથી ભરેલી સ્કોર્પિયો કાર ઉભી રાખી હતી.
ત્યારબાદ આ કારના માલિક મનસુખ હિરણનું શંકાસ્પદ મૃત્યુ પ્રકરણે પરમબીરસિંહ અડચણમાં આવ્યા હતા. તેમની ટ્રાન્સફર કરાઇ હતી. સચિન વાઝે ક્રાઇમ ઇન્ટેલિજન્સ યુનિટ હેડ કર્યા હતા. અનેક મહિનાથી દેશમુખે સચિન વાઝે તેમના જ્ઞાાનેશ્વર નિવાસસ્થાને બોલાવ્યા હતા અને દર મહિને 100 કરોડ રૂપિયા જમા કરવાનું કહેવામાં આવ્યું હતું.
ફેબ્રુઆરી મહિનામાં તેમણે વાઝેને કહ્યું હતું કે તે વેળા તેના સેક્રેટરી પલાંડે અને ઘરનો અમુક સ્ટાફ હાજર હતો. મુંબઇમાં 1750 બાર અને રેસ્ટોરન્ટ છે. તેમાં પ્રત્યેક પાસેથી બે- ત્રણ લાખ રૂપિયા એકઠા કરીને મહિને 40 કરોડ રૂપિયા થાય. બાકીની અન્ય રકમ અન્ય ઠેકાણેથી ઉઘરાવવામાં આવે એવું મુખ્ય પ્રધાનને લખેલા પત્રમાં ઉલ્લેખ છે.
ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના પ્રકરણ તેમજ મનસુખ હિરણના હત્યા પ્રકરણે સચિન વાઝે સહભાગ સ્પષ્ટ થાય છે. અને તેના છેડા ભૂતપૂર્વ પોલીસ કમિશનર પરમબીરસિંહ પોતાને ખુદને બચાવવા માટે તેમજ આગળની કાયદેસર કાર્યવાહીથી પોતાને બચાવવા માટે ખોટા આક્ષેપ મૂક્યો હોવાની પ્રતિક્રિયા ગૃહ પ્રધાન અનિલ દેશમુખે ટ્વિટર પર આપી હતી.
દરમ્યાન આ સમગ્ર પ્રકરણે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી કાર્યાલયે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે પરમબીર સિંહનો પત્ર તેમના ઓફિશિયલ ઈમેલ આઈડીથી આવ્યો નથી તેમજ તેના પર તેમની સહી પણ નથી તેથી પ્રથમ સિંગના પત્રની ખરાઈ કરવામાં આવશે.
નેતાઓ સાથે આઈએએસ-આઈપીએસની મિલીભગત
મુંબઈના પૂર્વ કમિશનર પરમવીરસિંહના મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખ પર આક્ષેપથી રાજકીય સ્તરે હોબાળો મચી ગયો છે. જોકે, બોલીવૂડની ફિલ્મોના પ્લોટની જેમ નેતાઓના નિર્દેશો હેઠળ આઈપીએસ અિધકારીઓ ઊઘરાણા કરતાં હોવાની આ બાબત માત્ર મહારાષ્ટ્ર પૂરતી સિમિત નથી. દેશમાં અનેક વર્ષોથી કેન્દ્ર સરકાર હોય કે વિવિધ રાજ્યોની સરકારો બધી જ જગ્યાએ આ ખેલ ચાલી રહ્યો છે.
નેતાઓ અધિકારીઓને મલાઈદાર જગ્યાએ પોસ્ટિંગની લાલચ આપીને વસૂલી કરવાના નિર્દેશો આપે છે અને અધિકારીઓ તેનું પાલન કરે છે. દેશમાં અનેક ઉદ્યોગપતિઓ હોય કે વેપારીઓ નેતાઓના કહેવાથી આઈએએસ-આઈપીએસ અિધકારીઓની આ કનડગતનો ભોગ બની ચૂક્યા છે. મુંબઈના પૂર્વ કમિશનર પરમવીર સિંહનો આરોપ તો માત્ર હિમશીલાની ટોચ છે તેમ સૂત્રોનું કહેવું છે.
અનિલ દેશમુખને ગૃહપ્રધાન પદેથી હટાવવા હિલચાલ
પોલીસ કમિશ્નર પદ ઉપર થી હટાવવામા આવ્યા પછી પરમબીર સિંહ એ ગૃહમંત્રી અનિલ દેશમુખ મુકેલા આરોપોથી દેશની રાજનીતિ હચમચી ગઈ છે. વિપક્ષના તમામ નેતાઓ એ ગૃહમંત્રી ના રાજીનામાની, તેમને ખદેડી મૂકવાની માંગણી કરી છે. એનસીપીના રાષ્ટ્રીય અધ્યક્ષ શરદ પવાર એ આવા વાતાવરણમાં દેશમુખની ગૃહ ખાતાની ખુરશી ખાતાનું આરોગ્ય સુધારવા માટે અને સરકારની જતી આબરૂ બચાવવા માટે સફળતાની સીઢીઓ ચઢનારા આરોગ્ય મંત્રી રાજેશ ટોપેપાસે સુપરત કરવાની તૈયારી કરી હોવાનું રાજકીય વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે.
ગૃહમંત્રી પદ સંભાળવામાટે ઉપમુખ્યમંત્રીપદ સફળતાપૂર્વક સંભાળનારા અજીતદાદા પવાર અને એક સમયે ગૃહ મંત્રી રહી ચૂકેલા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ જયંતરાવ પાટીલના પણ નામોની ચર્ચા ચાલી રહી હોવાનું જાણવા મળે છે. રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને કારણે શાસક મહાવિકાસ આઘાડીમાં હંગામો થયો છે.
મુંબઈના હાઇ પ્રોફાઇલ એરિયામાં જીલેટીનની કાડીઓવાળી કાર મળી અને ત્યારબાદ કાર માલિક મનસુખ હિરણના શંકાસ્પદ મૃત્યુ પછી એપીઆઈ સચિન વાઝે ની ધરપકડ કરવામાં આવી હતી. મુંબઈ પોલીસ કમિશનરને પણ આ જ મુદ્દે બરતરફ કરવામાં આવ્યા હતા. જોકે, આ કેસ ત્યાં અટકશે નહીં અને હવે ગૃહ પ્રધાનના રાજીનામાની ચર્ચા શરૂ થઈ ગઈ છે.
અત્યાર સુધી એવી ચર્ચા છે કે એનસીપી તરફથી અજિત પવાર અને જયંત પાટિલ આ પદ માટે મેદાનમાં છે. પરંતુ હવે ખબર પડી છે કે એનસીપી આ પદ માટે રાજેશ ટોપેના નામની વિચારણા કરી રહી છે. રાજેશ ટોપે હાલમાં આરોગ્ય પ્રધાન છે. કોરોના સમયગાળા દરમિયાન આરોગ્ય પ્રધાન તરીકેના ટોપેના કાર્યની રાજ્યભરમાં વખાણ કરવામાં આવી રહ્યા હતા. તેથી, એવું કહેવામાં આવી રહ્યું છે કે એનસીપીનું નેતૃત્વ તેમને ગૃહ વિભાગ જેવા મહત્વપૂર્ણ વિભાગની જવાબદારી સોંપવાનું વિચારી રહ્યું છે.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
MUST READ:
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31