GSTV
Gujarat Government Advertisement

ખેડૂત આંદોલન/પેટ્રોલ-ડીઝલના ભાવવધારા વિરૂદ્ધ 15 માર્ચે દેશવ્યાપી દેખાવો, 26 માર્ચે ભારત બંધનું એલાન

ખેડૂત

Last Updated on March 11, 2021 by

કૃષિ કાયદાઓ વિરૂદ્ધ દેખાવો કરી રહેલા ખેડૂતોએ ભારત બંધની જાહેરાત કરી છે. આ ઉપરાંત સંયુક્ત ખેડૂત મોરચાએ પત્રકાર પરિષદમાં જણાવ્યું છે કે પેટ્રોલ-ડીઝલ અને રાંધણ ગેસના વધતા ભાવની વિરૂદ્ધ 15 માર્ચે દેખાવો કરવામાં આવશે. આ જ દિવસે દેખાવો કરી રહેલા ખેડૂતો ટ્રેડ યુનિયનોની સાથે મળીને પેટ્રોલ-ડીઝલ અને ગેસના વધતા ભાવ અને ખાનગીકરણના વિરોધમાં રેલવે સ્ટેશનો પર ધરણા કરશે.

ખેડૂત આંદોલનના ચાર મહિના પૂર્ણ થતા કૃષિ કાયદાના વિરોધમાં સંયુક્ત કિસાન મોરચાનું 26 માર્ચે ભારત બંધનું એલાન

ત્યારબાદ 17 માર્ચે ખેડૂત સંગઠનોની સાથે દેશના મજૂર સંગઠનો અને ટ્રાન્સપોર્ટ સંગઠનોની બેઠક બોલાવવામાં આવી છે. જેમાં 26 માર્ચના ભારત બંધ અંગે ચર્ચા કરવામાં આવશે. સંયુકત ખેડૂત મોરચાએ કરેલી જાહેરાત મુજબ 19 માર્ચે મંડી બચાવો, ખેતર બચાવો જ્યારે 23 માર્ચે ભગત સિંહની યાદમાં યુવા દિવસ મનાવવામાં આવશે. જ્યારે ખેડૂત આંદોલનના ચાર મહિના પૂર્ણ થવા પર 26 માર્ચે ભારત બંધ રાખવામાં આવશે.

ખેડૂત

દિલ્હી પોલીસે દિલ્હી-ઉ.પ્ર. સરહદે સુરક્ષા વધારી

ખેડૂત નેતા ઇસ્સરે જણાવ્યું છે કે તે ધારાસભ્યોએ ખેડૂતોનો સાથ આપ્યો નથી તેઓ ટીકાપા6 છે. તેમની સાથે અમે કઠોર વ્યવહાર કરીશું. તેમને ગામની અંદર પ્રવેશવા દેવાશે નહીં. સરકાર આંદોલન દબાવવાના પ્રયત્નો ન કરે હવે આંદોલન વધુ ઉગ્ર બનશે. આ દરમિયાન ભારતીય કિસાન યુનિયન(બીકેયુ)ના નેતા રાકેશ ટિકૈતે જણાવ્યું છે કે તે 13 માર્ચે કોલકાતા જશે અને ખેડૂતોને વિનંતી કરશે કે તેઓ ભાજપને હરાવે.

જો કે તેમણે જણાવ્યું હતું કે તે કોઇ પણ રાજકીય પક્ષને સમર્થન આપશે નહીં. બીજી તરફ ગૃહ મંત્રાલયના રાજ્ય કક્ષાના પ્રધાન જી કિશન રેડ્ડીએ જણાવ્યું છે કે 26 જાન્યુઆરીએ ટ્રેકટર પરેડ દરમિયાન થયેલી હિંસાનું ફરીથી પુનરાવર્તન ન થાય તે માટે દિલ્હી પોલીસે દિલ્હી-ઉત્તર પ્રદેશ સરહદે સુરક્ષા વધારી દીધી છે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33