GSTV
Gujarat Government Advertisement

દિલ્હી: દર્દીઓથી ખિચોખિચ ભરેલી હોસ્પિટલમાં વહેલી સવારે લાગી ભિષણ આગ, કેટલાય દર્દીઓને અન્ય જગ્યાએ કરવા પડ્યા શિફ્ટ

Last Updated on March 31, 2021 by

દિલ્હીની સફદરજંગ હોસ્પિટલમાં બુધવારે સવારે આગની ઘટના સામે આવી છે. કહેવાય છે કે, આગ પ્રથમ માળે આવેલા મેડિસીન ડિપાર્ટમેન્ટમાં સવારે 6 કલાકને 35 મીનિટે લાગી હતી, ધીમે ધીમે આગ એચ બ્લોકના વોર્ડ 11 સુધી પહોંચી ગઈ હતી. તે પહેલા જ આઈસીયુ વોર્ડમાં 60 દર્દીને અન્ય જગ્યાએ શિફ્ટ કરી દેવામાં આવ્યા હતા. હાલમાં આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે. આ તમામ લોકો સુરક્ષિત છે.

સફદરજંગ હોસ્પિટલ તરફથી જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવાયુ છે કે, સવારે 6 કલાકને 35 મીનિટે આ આગ લાગી હતી. તેની જાણકારી ફાયર વિભાગને આપવામાં આવી. જે બાદ ઘટનાસ્થળે 9 ગાડીઓ તાત્કાલિક પહોંચી ગઈ હતી. આ દરમિયાન હોસ્પિટલ સ્ટાફની મદદથી 60 દર્દીઓને બાજૂની જગ્યામાં શિફ્ટ કરવામાં આવ્યા હતા. આગ હોલવાઈ ગઈ અને કોઈ ડરના માહોલ નથી.

60 દર્દીઓને શિફ્ટ કરવામાં આવ્યા

ફાયર વિભાગના અધિકારી અતુલ ગર્ગે જણાવ્યુ હતું કે, જ્યારે આગ લાગી ત્યારે આઈસીયુ વિભાગમાં અંદર 60 દર્દીને ભરતી કરવામાં આવ્યા હતા. આ તમામને પહેલાથી જ સુરક્ષિત રીતે બહાર કાઢી લેવામાં આવ્યા હતા. તેના થોડા સમય બાદ આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો. આગ લાગવાનું કારણ હાલમાં જાણવામાં આવ્યુ નથી. આઈસીયુમાં રહેલો તમામ સામાન, મશીન બળીને ખાક થઈ ગયા છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33