Last Updated on February 24, 2021 by
કોરોનાના વધતા કેસો એક વાર ફરી સરકારની ચિંતા વધારી દીધી છે. આ વખતે 5 રાજ્યોની સ્થિતિ ચિંતાજનક જણાવવામાં આવી રહી છે જેમાં મહારાષ્ટ્ર, કેરળ, છત્તીસગઢ, મધ્યપ્રદેશ અને પંજાબ સામેલ છે. આ રાજ્યમાં સામે આવી રહેલ કોરોનાના કેસો મામલે દિલ્હી સરકારે મોટો નિર્ણય લીધો છે. જણાવવામાં આવી રહ્યું છે કે આ પાંચ રાજ્યોના લોકોએ દિલ્હીમાં એન્ટ્રી માટે કોરોના ટેસ્ટ કરાવવો પડશે. એમનો RT-PCR રિપોર્ટ નેગેટિવ હોવા પર જ દિલ્હીમાં એન્ટ્રી નહિ મળે. આ નિર્ણયને લઇ અધિકારીક આદેશ આજે એટલે 24 ફેબ્રુઆરીએ જારી થશે.
પાંચ રાજ્યોથી આવતા લોકોના કોરોના રિપોર્ટ જરૂરી
કેટલાક રાજ્યોમાં કોરોનાના વધતા કેસોને લઇ દિલ્હી સરકાર એલર્ટ થઈ ગઈ છે. દિલ્હીમાં લોકોને સુરક્ષિત રાખવા નિર્ણય લેવામાં આવ્યો છે કે 5 રાજ્યોથી દિલ્હી આવનારા લોકોનો કોરોના ટેસ્ટ નેગેટિવ હોવો જરૂરી છે. જાણકારી મુજબ ગયા 1 સપ્તાહમાં જે નવા કોરોનાના કેસો સામે આવ્યા છે એમાં 86#% આ રાજ્યોમાંથી છે, ત્યાર પછી દિલ્હી સરકારે આ નિર્ણય લીધો છે. આ પાંચ રાજ્યના નોડલ ઓફિસરને કહેવામાં આવ્યું કે તેઓ પોતાના રાજ્યમાંથી દિલ્હી જઈ રહેલા લોકોની 72 કલાક જૂની નેગેટિવ RT-PCR રિપોર્ટ સુનિધીચીત કરે ત્યાર પછી દિલ્હી સુધી પ્રસ્થાન કરાવવામાં આવે.
આ આદેશ 26 ફેબ્રુઆરીથી અડધી રાતથી લઇ 15 માર્ચ બપોરે 12 વાગ્યા સુધી લાગુ રહેશે. આ આદેશ ફ્લાઇટ, ટ્રેન અને બસથી દિલ્હી આવનારા યાત્રીઓ માટે લાગુ થશે જયારે કારથી દિલ્હી આવતા લોકો માટે આ નિયમ પ્રભાવી નહિ થાય.
કોરોનાના નવા સ્ટ્રેનથી વધી શકે છે ખતરો
AIIMS દિલ્હીના નિર્દેશક ડોક્ટર રણદીપ ગુલેરીયાએ કહ્યું કે દેશમાં કોરોના વાયરસના નવા સ્ટ્રેન સામે આવ્યા પછી સંક્રમ વિરુદ્ધ લડાઈ કઠિન થવાની છે. તેમણે લોકોને ચેતવણી આપી કે દેશમાં મળેલ કોરોનાના નવા વેરિયંટ એન્ટિબોડી ડેવલપ કરી ચૂકેલા લોકો માટે પણ ફરી ખતરો છે. વિશેષજ્ઞોએ મહારાષ્ટ્રઆ અમરાવતી, યવતમાલ, એલોકો અને પૂર્વ વિદર્ભ ક્ષેત્રમાં અલગ સ્વરૂપની ઓળખ કરી છે.
Read Also
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31