GSTV
Gujarat Government Advertisement

સુરત-અમદાવાદમાં સ્થિતિ બેકાબુ થતા દિલ્હીના નિષ્ણાંતોની ટીમે ધામા નાખ્યાં, કોરોનાનો સર્વે હાથ ધરાયો

Last Updated on April 10, 2021 by

રાજ્યમાં કોરોના સંક્રમણ સતત વધવા લાગ્યું છે. રોજબરોજ કોરોનાના કેસો થમવાનું નામ નથી લઇ રહ્યાં. એમાંય વળી સુરત અને અમદાવાદની સ્થિતિ સૌથી વધારે વણસી છે. સુરત અને અમદાવાદમાં સતત કેસો વધી રહ્યાં છે. ત્યારે અમદાવાદમાં કોરોનાને કારણે સ્થિતિ વણસતા તંત્રમાં ભારે દોડધામ મચી ગઇ છે. દિલ્હીથી નિષ્ણાંતોની ટીમ અમદાવાદ આવી પહોંચી છે. દિલ્હીના નિષ્ણાંતોની ટીમે સિવિલ હોસ્પિટલની મુલાકાત લઇને સ્થિતિની સમીક્ષા કરી છે.

દિલ્હીથી 3 નિષ્ણાંતો અમદાવાદ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતાં અને તેઓએ મહત્વની બેઠક યોજી હતી. બેઠકમાં સિવિલ સુપ્રિન્ટેન્ડેન્ટ તેમજ અમદાવાદના કલેક્ટર અને ડીડીઓ ઉપરાંત અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

દિલ્હીની ટીમમાં એનસીડીસીના ડેપ્યુટી ડાયરેક્ટર સંદીપ એસ. જ્યોર્જદાન્ડ, જોધપુર એઇમ્સના આસિસ્ટન્ટ પ્રોફેસ ડૉ. અશોક કુવાલ તેમજ ડાયરેક્ટર ઓફ હોમ અફેર્સ વી.કે. રાજનનો સમાવેશ થાય છે. ત્રણેય નિષ્ણાંતોની ટીમે બેઠક દરમ્યાન અમદાવાદમાં કોરોનાની સ્થિતિની સમીક્ષા કરી છે તેમજ હોસ્પિટલ દ્વારા લેવાઇ રહેલાં પગલાંઓની પણ માહિતી મેળવી છે.

નોંધનીય છે કે, બીજી બાજુ રાજકોટમાં બેકાબૂ બનેલા કોરોના વચ્ચે આજે ગાંધીનગર અને દિલ્હીની ટીમે રાજકોટમાં પણ ધામા નાખ્યા છે. આ ટીમ સર્કિટ હાઉસ ખાતે દિવસભર બેઠકોનો દોર ચલાવશે અને કોરોનાના સ્થિતિ પર સમીક્ષા કરશે. કેન્દ્રીય આરોગ્ય ટીમ કોરોનાના સર્વે માટે ગુજરાતમાં આવી છે અને સુરત બાદ હવે આ ટીમ રાજકોટમાં પણ જઇ ચડી છે.

READ ALSO :

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33