Last Updated on March 13, 2021 by
દિલ્હીથી દેહરાદૂન જઈ રહેલી શતાબ્દી ટ્રેનના એક કોચમાં આગ લાગી ગઈ છે. આગ લાગવાનું કારણ શોર્ટસર્કિટ બતાવાયું છે. કોઈ પણ હાનિ થવાના હાલમાં સમાચાર નથી. તમામ વસ્તુઓ ધીમે ધીમે બહાર આવશે. ટ્રેનને ઈમરજન્સી બ્રેક લગાવીને રોકવામાં આવી છે. એન્જીનથી આઠમા કોચમાં આગ લાગી હતી. આગ લાગ્યા પછી આ કોચને અલગ કરી દેવાયો છે. ત્યારબાદ તાત્કાલિક ફાયરબ્રિગેડને બોલાવી લેવામાં આવી છે. આ ઘટનામાં કોઈ ઘાયલ થયું નથી.
આગ લાગ્યા બાદ સી-5 કોચને ટ્રેનથી અલગ કરવામા આવ્યો
નવી દિલ્હી-દેહરાદૂન જન શતાબ્દી ટ્રેનમાં આગ લાગવાની ઘટના બની છે. આગ લાગ્યા બાદ સી-5 કોચને ટ્રેનથી અલગ કરવામા આવ્યો હતો. આ ઘટનાની જાણ થતા જ એનડીઆરએમ એન.એન.સિંહ સહિતના રેલવે અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા છે. આગ કેવી રીતે લાગી તે અંગે હજીસુધી કોઈ ખુલાસો થયો નથી.
A fire broke out in the C4 compartment of the Delhi-Dehradun Shatabdi Express today, due to a short circuit. The incident happened near Kansro. All passengers were safely evacuated, no injuries reported: Uttarakhand DGP Ashok Kumar pic.twitter.com/iTIwSkxCWS
— ANI (@ANI) March 13, 2021
The fire which broke out in the C4 compartment of the Delhi-Dehradun Shatabdi Express train today has been brought under control; all passengers safe: Uttarakhand DGP Ashok Kumar pic.twitter.com/VuVPfOIatg
— ANI (@ANI) March 13, 2021
તાત્કાલિક અન્ય કોચમાં શિફ્ટ કરાયા
કોચમાં આગ લાગી ત્યારે તેમાં 35 મુસાફરો હતા. જોકે તાત્કાલિક તેમને અન્ય કોચમાં શિફ્ટ કરાયા હતા. ડીસીએમ દ્વારા જણાવવામાં આવ્યું કે- આગની દુર્ઘટનામાં તમામ પ્રવાસીઓને સુરક્ષિત બહાર કાઢી લેવાયા હતા. તમામને દેહરાદૂન પહોંચાડવામા આવ્યા છે.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31