Last Updated on March 9, 2021 by
દિલ્હીની અરવિંદ કેજરીવાલ સરકારે પોતાનું બજેટ રજુ કર્યું, જેમાં ડે.સીએમ અને નાણાંમંત્રી મનીષસિસોદીયાએ ઘણી મોટા પ્રમાણની જાહેરાતો કરી છે. આવનારા નવા વર્ષે દિલ્હીમાં મહિલાઓ માટે વિશેષ મોહલ્લા ક્લિનિક ઓપન કરવામાં આવશે. દિલ્હીના સરકારી હોસ્પિટલોમાં ફ્રી વેક્સિન ઉલબ્ધ કરવામાં આવશે, 50 કરોડનું બજેટ ફાળવવામાં આવ્યું છે.
#COVID19 vaccines will be available free of cost for people of Delhi in government hospitals in the UT, we have allotted Rs 50 crores budget for the same. Soon, per day vaccination will be increased to 60,000 from 45,000: Delhi Deputy CM Manish Sisodia in Assembly pic.twitter.com/6V2GlFYpUT
— ANI (@ANI) March 9, 2021
ડે.સીએમ અને નાણાં મંત્રી મનિષ સિસોદીયાએ જણાવ્યું કે દિલ્હીની અલગ-અલગ કોલોનીયાોમાં સરકારની તરફથી ધ્યાન અને યોગના પ્રશિક્ષક ઉપલબ્ધ કરવામાં આવશે. શહિદ પરિવાર માટે 26 કરોડનું બજેટ ફાળવાવમાં આવ્યું છે.
સરકારી હોસ્પિટલોમાં મફત કોરોના રસી મેળવી શકશે:
મનીષ સિસોદિયાએ કહ્યું કે હોમ આઈસોલેશન અને પ્લાઝ્મા બેંક બનાવવી એ બંને નવીન વિચારો છે જેની શરૂઆત દિલ્હીએ કરી. ટૂંક સમયમાં જ અમે રોજની રસી 60000 લાગુ કરીશું જે આજ સુધી 45,000 છે. દિલ્હી સરકારે નિર્ણય લીધો છે કે આ માટે સરકારી હોસ્પિટલમાં નિ vaccશુલ્ક રસી આપવામાં આવશે, રૂપિયા 50 કરોડની અલગ જોગવાઈ કરવામાં આવી છે.
દિલ્હીના લોકો માટે હેલ્થ કાર્ડ બનાવવામાં આવશે
દિલ્હીના લોકો માટે બનાવવામાં આવશે હેલ્થ કાર્ડ્સ
દિલ્હીના લોકોને હેલ્થ કાર્ડસ ઉપલબ્ધ કરાવવામાં આવશે, જેમાં તેમની દરેક બીમારીની સંપૂર્ણ વિગતો હશે જેથી તેઓ ગમે ત્યારે ડોક્ટર પાસે જાય તો જૂની ફાઇલોનો ભાર ન વહન કરે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31