GSTV
Gujarat Government Advertisement

આર્થિક મંદીમાંથી બહાર આવી રહ્યો છે દેશ! આ વર્ષે GDP ગ્રોથ 13.7% રહેવાનો અંદાઝ, જાણો સામાન્ય જનતા પર શું થશે અસર

જીડીપી

Last Updated on February 27, 2021 by

કોરોના મહામારી અને લોકડાઉનને લઇ છેલ્લી બે ત્રિમાહીમાં જીડીપી ગ્રોથમાં મોટો ઘટાડો આવ્યો હતો. પહેલી ત્રિમાહીમાં આ ઘટાડો 23.9% અને બીજી ત્રિમાહીમ 7.5%રહી હતી. પરંતુ ઓક્ટોબ-ડિસેમ્બર ત્રિમાહીમાં આર્થિક ગ્રોથ ફરી પાટા પર આવવા લાગ્યો છે. કોરોનાના ઝટકાથી આર્થિક વ્યવસ્થા પુરી રીતે ખરાબ થઇ ચુકી છે. આ પહેલા IMF અને મૂડીઝે નાણાકીય વર્ષ 2021-22માં 10%થી વધુ ગ્રોથનું અનુમાન લગાવ્યું છે. જો એવું થાય છે તો સામાન્ય માણસ પર શું અસર થાય છે જાણીએ…

13.7% જીડીપી ગ્રોથનું અનુમાન

રેટિંગ એજન્સી મૂડીઝે નાણાકીય વર્ષ 2021-22માં ભારતનો જીડીપી અંદાઝને 10.8%થી વધી 13.7% કરી દીધો છે. મૂડીઝનું માનવું છે કે આર્થિક ગતિવિધિઓમાં રફ્તાર અને કોવિડ-19 વેક્સિન માર્કેટમાં આવવાથી ઈકોનોમીમાં ઝડપથી રિકવરી આવી રહી છે. એની સાથે એજન્સીએ ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન જીડીપીમાં ઘટાડાનો અંદાજ 10.6%થી ઘટી 7% કરી દીધો છે. હાલ ભારતમાં આર્થિક ગતિવિધિમાં રફ્તાર પછી વિશ્લેષકોનું માનવું છે કે આ ગ્રોથમાં થઇ રહેલ ઘટાડો અટકશે. પરંતુ આ વચ્ચે પડકાર પણ વધી શકે છે. ખાસ કારીને પેટ્રોલ ડીઝલના ભાવોમાં વધારાના કારણે મોંઘવારી પણ વધી શકે છે.

આ રિકવરીમાં ટાઈમ લાગી શકે છે. મોંઘવારી મેન્યુફેક્ચરિંગ ખર્ચ પણ વધશે. આરબીઆઇ ગવર્નરે એ પણ વાતનો સ્વીકાર કર્યો છે. દેશના ઘણા શહેરોમાં પેટ્રોલના ભાવ 100 રૂપિયા પ્રતિ લીટર મળી રહ્યું છે. ડીઝલની કિંમત પણ 90 રૂપિયા પ્રતિ લીટરને પાર જતી રહી છે. આરબીઆઇનું લક્ષ્ય મોંઘવારીને ચારથી પાંચ ટકા રાખવાનો છે. પરંતુ પેટ્રોલ ડીઝલના ભાવોમાં ઘટાડો નહિ થયો તો ખુદરા મોંઘવારો બેકાબુ બની શકે છે

શું છે GDP

જીડીપીને ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ એટલે કુલ ઘરેલુ ઉત્પાદન (GDP-Gross Domestic Product) કહેવાય છે. જો સરળ શબ્દોમાં કહીએ તો કોઈ એક વર્ષમાં ઉત્પાદન ટાટા તમામ સામાન અને સર્વિસીઝની કુલ કિંમતને જીડીપી કહે છે. અર્થશાસ્ત્રી જણાવે છે કે જીડીપી એવું છે જેવું કે વિદ્યાર્થીનું વાર્ષિક રિઝલ્ટ. રિઝલ્ટ માર્કશીટ દ્વારા જાણવા મળે તે જ રીતે દેશની આર્થિક વૃદ્ધિની જાણ એવી રીતે થાય છે કે દેશની કયા સેક્ટરમાં વૃદ્ધિ થઇ. શામાં ઘટાડો આવ્યો. ભારતમાં સેન્ટ્રલ સ્ટેટિસ્ટિક્સ ઓફિસ વર્ષમાં ચાર વખત એટલે દર ત્રિમાહીમાં જીડીપીના આંકડા જારી કરે છે. દર વર્ષે આ વાર્ષિક જીડીપીના આંકડા જારી કરે છે.

સામાન્ય વ્યક્તિ પર શું થશે અસર

અર્થશાસ્ત્રી જણાવે છે કે વસામાન્ય જાનતા માટે આ મહત્વપૂર્ણ છે કારણ કે સારી ગ્રોથ પછી કેન્દ્ર સરકાર સામાન્ય યોજનાઓ અંગે વિચાર કરશે. સરળ શબ્દમાં કહીએ તો જીડીપી જો વધી રહી છે તો એનો મતલબ એ છે કે દેશની આર્થિક સ્થિતિ સારી થઇ રહી છે અને સરકાર તરફથી બનાવવામાં આવેલ નીતિ જમીન સ્તર પર સારી સાબિત થઇ રહી છે. એનાથી દેશ યોગ્ય દિશા તરફ આગળ વધી રહ્યો છે.

જો જીડીપી સુસ્ત થઇ રહી હે તો નેગેટિવમાં જઈ શકે છે, તો એનો મતલબ એ છે કે સરકારે પોતાની નીતિઓ પર કામ કરવાની જરૂરત છે એટલે અર્થવ્યવસ્થા પાટા પર લાવવામાં મદદ કરી શકાય.

જીડીપીનો અસર સામાન્ય આદમીના પૈસા પર પણ થાય છે

જીડીપીએમ ઝડપી આર્થિક ગ્રોથ આવે છે તો વિદેશી ભારતીય શેર બજારમાં ખુબ પૈસા લગાવે છે. એવામાં મ્યુચુઅલ ફંડ્સ, શેર બજાર, બોન્ડ માર્કેટમાં રોકાણ કારોને સારું રિટર્ન મળે છે. માટે સરકાર ઉપરાંત કારોબારી, સ્ટોક માર્કેટ ઇન્વેસ્ટર આ જીડીપી ડેટાનો રાહ જુવે છે.

વધે છે નોકરીઓની તક

અર્થશાસ્ત્રીઓનું કહેવું છે કે જો દેશમાં ગ્રોથનું એન્જીન તેજ છે તો કંપનીઓની કમાણીમાં પણ વધારો થાય છે અને તેઓ વધુ નફો કમાય છે. સાથે જ, વિસ્તારની યોજના પર વધુ ખર્ચ કરે છે . એવામાં કંપનીઓને ના કર્મચારીની ભરતી કરવી હોય છે.

આ વર્ષે દેશનો જીડીપી કેટલો વધશે

જીડીપી

આઇએમએફએ વર્ષ 2021 માટે ભારતનો જીડીપી ગ્રોથ રેટ 11.5 ટકા નક્કી કર્યો છે. અહેવાલમાં જણાવાયું છે કે ભારત વિશ્વની એક માત્ર મોટી અર્થવ્યવસ્થા છે જે 10 ટકાથી વધુનો વિકાસ દર્શાવશે. આ પછી ચીન આવે છે, જેનો વૃદ્ધિ દર 2021 માં 8.1 ટકા રહેશે અને ત્યારબાદ તે પછી સ્પેન (9.9 ટકા) અને ફ્રાન્સ (.5..5 ટકા) છે. આઇએમએફના મેનેજિંગ ડિરેક્ટર ક્રિસ્ટાલિના જ્યોર્જિવા કહે છે કે ભારતે રોગચાળા અને તેના આર્થિક પરિણામો સાથે સંકળાયેલા ઘણા નિર્ણયો લીધાં છે. તેમણે કહ્યું કે ભારતમાં તેની વસ્તીના કદ માટે એક વિશાળ લોકડાઉન કરવામાં આવ્યું હતું, જ્યાં લોકો ખૂબ નજીક આવે છે. અને તે પછી ભારત લક્ષ્ય સાથે પ્રતિબંધ અને લોકડાઉન તરફ આગળ વધ્યું.

Read Also

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 19/11 10:32

Post at 5:02 PM

Post at 4:30