GSTV
Gujarat Government Advertisement

આવશે બીજી મહામારી/ ભારતમાં મળ્યો આ કોરોના કરતાં પણ ખતરનાક ‘સુપરબગ’, જેના પર અનેક દવાઓ પણ છે બેઅસર

કોરોના

Last Updated on March 18, 2021 by

પહેલીવાર રિસર્ચર્સને ભારતના રેતાળ સમુદ્ર તટો પર એક ‘સુપરબગ’, એક મલ્ટીડ્રગ-રેઝિસ્ટેંટ ઓર્ગેનિઝમના નિશાન મળી આવ્યા છે, જે આગામી ઘાતક મહામારીનું કારણ બની શકે છે. આંદામાન અને નિકોબાર દ્વિપ સમૂહના એક નિર્જન દ્વિપ પર ખતરનાક અને જીવલેણ હોસ્પિટલ સુપરબગ મળી આવ્યો છે. આ મલ્ટીડ્રગ-રેઝિસ્ટેંટ ઓર્ગેનિઝમ છે. એટલે કે તેના પર અનેક દવાઓની અસર નથી થતી. ચોંકાવનારી વાત એ છે કે પહેલીવાર રિસર્ચર્સને આ સુપરબગ ખુલ્લામાં મળ્યો છે. આ ખુલાસો કર્યોયો છે બાલ્ટીમોર સ્થિત જૉન્સ હૉપકિંસ બ્લૂમબર્ગ સ્કૂલ ઑફ પબ્લિક હેલ્થે. ચાલો તમને જણાવીએ કે આ સુપરબગ શું છે? કેટલો ખતરનાક છે? તેનાથી કઇ પરેશાનીઓ થઇ શકે છે.

ક્યાંથી આવ્યો છે આ સુપરબગ? આજસુધી રહસ્ય અકબંધ

સાયંટિસ્ટ ડૉ. અર્ટુરો કાસાડેવાલે કહ્યું કે આ સુપરબગનું નામ છે કેંડિડા ઑરિસ (Candida Auris).  તેને સૌથી પહેલા આશરે એક દશક પૂર્વે શોધવામાં આવ્યો હતો. પરંતુ આજસુધી તે રહસ્ય જ છે કે આ સુપરબગ આવ્યો ક્યાંથી? તેની ઉત્પત્તિ ક્યાંથી થઇ છે? ડૉ. અર્ટુરો કાસાડેવાલ જૉન્સ હૉપકિંસ બ્લૂમબર્ગ સ્કૂલ ઑફ પબ્લિક હેલ્થના મૉલીક્યૂલર માઇક્રોબાયોલોજી એંડ ઇમ્યુનોલોજી વિભાગના પ્રમુખ છે. આ સ્ટડીને કરનારી ટીમમાં અનેક ભારતીય સાયંટીસ્ટ પણ સામેલ છે.

જાપાનમાં પહેલો કેસ, દુનિયાભરમાં ફેલાયો આ સુપરબગ

કેંડિડા ઑરિસ સૌથી પહેલા વર્ષ 2009માં જાપાનના એક દર્દીમાં જોવા મળ્યો હતો. આ એક પ્રકારની ફંગસ છે. તે બાદ તે સમગ્ર દુનિયામાં ફેલાયો. તે એક જ વારમાં ત્રણ મહાદ્વીપોમાં જોવા મળ્યો હતો. જેના કારણે દુનિયાભરના વૈજ્ઞાનિક પરેશાન થયા હતા.

સેંટર્સ ફૉર ડિઝીસ કંટ્રોલ એંડ પ્રિવેંશન અનુસાર કેંડિડા ઑરિસ માઇક્રોબના કારણે લોહી સાથે સંબંધિત ગંભીર સંક્રમણ હોઇ શકે છે. ખાસ કરીને તે દર્દીઓને જેમણે કેથૈટર્સ (મૂત્રનળી), ફીડીંગ ટ્યૂબ્સ (અન્ન નળી) અથવા બ્રીધીંગ ટ્યૂબ્સ (શ્વાસ નળી) લાગેલી હોય.

કેંડિડા ઑરિસની સારવાર એટલા માટે મુશ્કેલ છે કારણ કે તે અનેક એંટીફંગલ દવાઓથી બચી જાય છે. એટલે કે તેના પર અનેક એંટીફંગલ દવાઓની અસર નથી થતી. આ ઉપરાંત તે કોરોના વાયરસની જેમ કોઇપણ પ્રકારની પર્યાવરણીય સપાટી પર ઘણાં દિવસો સુધી રહી શકે છે. ડૉ. કાસાડેવાલે ક્યું કે, જો તે હોસ્પિટલમાં પહોંચી જાય તો પ્રલય લાવી દેશે.

કોરોના

માનવીના શરીરમાં તેનો વિકાસ ઝડપથી થાય છે

આ સુપરબગની અન્ય પ્રજાતિઓ છોડ અને જળ પર્યાવરણમાં પણ જોવા મળે છે. ડૉ. કાસાડેવાલ અને તેમની ટીમને જાણવા મળ્યું કે ક્લાઇમેટ ચેંજ થવાના કારણે કેંડિડા ઑરિસ વધુ તાપમાન અને ભેજ ભરેલા વિસ્તારમાં રહેવા લાયક બની ગયો છે. જંગલો વેગેરમાં ઉછરવા લાગ્યો છે. માનવીના શરીરમાં તેનો વિકાસ ઝડપથી થાય છે કારણ કે તેને પૂરતી માત્રામાં ગરમ તાપમાન મળે છે.

કેંડિડા ઑરિસ પર થયેલા આ ખુલાસાથી પ્રેરિત થયા બાદ દિલ્હી યુનિવર્સિટીના મેડિકલ માઇકોલોજિસ્ટ ડૉ. અનુરાધા ચૌધરી અને તેમની ટીમે અંદમાન દ્વિપના દૂરના દ્વિપો અને ભારત તથા મ્યાનમાર વચ્ચે સ્થિત દ્વિપોના 8 અલગ અલગ સ્થાનો પરથી માટી અને પાણીની તપાસ કરી. આ લોકોએ કેંડિડા ઑરિસના સેંપલ મીઠા વાળા વેટલેંડ અને સામાન્ય તટો પરથી અલગ-અલગ કલેક્ટ કર્યા.

આ સુપરબગ પર અનેક એંટીફંગલ દવાઓની અસર નથી થતી

ડૉ. અનુરાધા ચૌધરીની ટીમને જાણવા મળ્યું કે તટો પરથી પ્રાપ્ત કેંડિડા ઑરિસના સેંપલ મલ્ટીડ્રગ રેઝિસ્ટેંટ છે. એટલે કે તેના પર અનેક એંટીફંગલ દવાઓની અસર નથી થતી. આવા જ સેંપલ હોસ્પિટલોમાં એક દશક પહેલા મળ્યાં હતા. જ્યારે વેટલેંડ્સમાંથી મળેલા સેંપલ અલગ હતા. તેના પર દવાઓની અસર થાય છે. તે ધીમે-ધીમે ફેલાય છે. જ્યારે તટો પર મળતા કેંડિડા ઑરિસ ફંગસ ઝડપથી ફેલાય છે.

આ સેંપલ પરથી જાણવા મળ્યું કે જે સેંપલથી માનવી સહિત અનેક સસ્તનવર્ગના જીવોને ખતરો છે તે ખુલ્લામાં ફરી રહ્યાં છે આ એક ખતરનાક સંદેશ છે. ડૉ. કાસાડેવાલે કહ્યું કે આ સ્ટડીથી તે જાણવા મળ્યું છે કે વૈશ્વિક સ્તરે વધી રહેલુ તાપમાન ભવિષ્યમાં આપણા માટે અનેક પ્રકારના ખતરા લઇને આવી રહ્યું છે.

જો કે આ સ્ટડીથી તે વાતનો ખુલાસો નથી થયો કે કેંડિડા ઑરિસ ફંગસ અંડમાન અને નિકોબાર દ્વિપ સમૂહ પર પ્રાકૃતિક રૂપે વાસ કરે છે. અથવા તો અહીં જ પેદા થયો છે. તે શક્ય છે કે કેંડિડા ઑરિસ માઇક્રોબ અહીં માનવીઓ દ્વારા આવ્યો હોય. ખાસ કરીને તટો પર જ્યાં માનવીય ગતિવિધી વધુ થતી હોય. તે બાદ આ માઇક્રોબ માનવીના મળમાંથી નીકળીને સમુદ્રી લહેરો દ્વારા અન્ય દ્વિપો પર ફેલાયો હશે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33