Last Updated on April 4, 2021 by
100થી વધુ દેશોના લગભગ 533 મિલિયન ફેસબુક ઉપયોગકર્તાઓની વ્યક્તિગત જાણકારી કથિત રીતે લીક થઇ ગઈ છે. સૂત્રો અનુસાર, નિમ્ન સ્તરના હેકિંગથી ફ્રીમાં પોસ્ટ થઇ ગયા છે. લીક કરવામાં આવેલા ડેટામાં યુઝર્સના નામ, લિંગ, વ્યવસાય, વૈવાહિક અને સબંધની સ્થિતિ, તેમજ જોડાયાની તારીખ, ક્યાં કામ કરતા હતા એ પણ સામેલ છે. એક રિપોર્ટથી આ જાણકારી મળી છે. ત્યાં જ ડેટા લીકને લઇ દિગ્ગજ સોશિયલ મીડિયા કંપનીને પુછવામાં આવ્યું તો કંપનીએ કહ્યું રિપોર્ટ જૂની છે.
મીડિયા રિપોર્ટ અને એક સાયબર વિશેષજ્ઞ મુજબ, 50 કરોડથી વધુ ફેસબુક યુઝર્સની જાણકારી હેકર્સના હાથોમાં લાગી ગઈ છે. હડસન રોક સાઈબર ક્રાઇમ ઇન્ટેલિજન્ટસ ફર્મના મુખ્ય ટેક્નિશિયન અધિકારી એલોન ગેલે શનિવારે ટ્વીટ કરી જણાવ્યું કે 533,000,000 યુઝર્સની જાણકારી લીક થઇ ગઈ છે.
એક રિપોર્ટ મુજબ, લીક થયેલા ડેટામાંથી ફોન નંબર સહિતની કેટલીક જાણકારી હાલની છે. ગેલે કહ્યું કે, ‘એનો મતલબ છે કે જો તમે પણ ફેસબુકનો ઉપયોગ કરી રહ્યા છો તો આ સંભાવના છે કે ફેસબુક એકાઉન્ટ માટે ઉપયોગ કરવામાં આવતો ફોન નંબર લીક થઇ ગયો છે.
કંપનીને સવાલ કર્યા તો જણાવ્યું જૂની રિપોર્ટ
એલોન ગેલે યુઝર્સના ડેટા લીકને લઇ ફેસબુકની ટીકા થઇ રહી છે. સાથે જ ફેસબુકની બેદરકારી કરાર આપવામાં આવ્યું છે. ફેસબુકના પ્રવક્તાએ કહ્યું કે જે ડેટાની વાત થઇ રહી છે એ જૂની રિપોર્ટ છે, જે 2019માં લીક થઇ હતી. પ્રવક્તાએ કહ્યું કે ઓગસ્ટ 2019માં એની જાણકારી મળી હતી અને અમે એને જલ્દી સારી કરી લીધી હતી.
50 કરોડથી વધુ લોકોના ડેટા લીક
- 6.20 લાખ ભારતીયોનો facebook ડેટા લીક.
- સોશિયલ એન્જિનીયરિંગ એટેક
- સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટેલિગ્રામ ઉપર ડેટા વેચવા મુકાયા .
- 107 દેશોના ૫૩ કરોડ લોકો નો ડેટા.
- માત્ર 1450 રૂપિયામાં એક યૂઝરનો ડેટા વેચાઈ રહ્યા છે
- આ પહેલા એપ્રિલ 2020 માં પણ 27 કરોડ facebook યૂઝર્સનો ડેટા લીક થયો હતો.
- 2019માં ફેસબુક એપ્લિકેશનમાં જે સુરક્ષાની સમસ્યાઓ ઊભી થઈ હતી, તે દરમિયાન જ આ ડેટા ચોરાયા હતા અને હવે એ પબ્લિક ડોમેઇનમાં આવી ગયા છે.
- ડેટામાં ફોન નંબર, સંપૂર્ણ નામ, સ્થાન, ઇમેઇલ સરનામું અને બાયોગ્રાફીકલ માહિતી શામેલ છે.
- 2 ફેક્ટર ઓથેન્ટિકેશન ઓન કરવું જરૂરી છે.
- પાસવર્ડ બદલવો અત્યંત જરૂરી છે.
Read Also
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31