GSTV
Gujarat Government Advertisement

દાંડી પૂલનું રિનોવેશન કરાયા બાદ, દાંડી ઉપવન સહિતના અન્ય પ્રોજેકટની યોજના હજુ સુધી ખોરંભે

Last Updated on March 12, 2021 by

અમદાવાદના આંગણેથી ફરી એકવીસ દિવસની દાંડી યાત્રા શરૂ થવા જઈ રહી છે.અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ફેઝ-1માં રૂપિયા બે કરોડનો ખર્ચ કરી દાંડીપુલનું રીનોવેશન કર્યા બાદ  છેલ્લા આઠ વર્ષથી દાંડી ઉપવન સહિતના પ્રોજેકટોને વિકસાવવાની યોજના હજુ સુધી શરૂ કરી ના શકાઈ હોવાનું આધારભૂત સૂત્રોમાંથી જાણવા મળ્યું છે.

દાંડી ઉપવન સહિતના પ્રોજેકટોને વિકસાવવાની યોજના હજુ સુધી શરૂ કરી ના શકાઈ

આ અંગે મળતી માહીતી મુજબ,વર્ષ-2013માં  ઐતિહાસિક દાંડીપુલ નીચેના કચરામાં આગ લાગતા આ મામલો છેક હાઈકોર્ટ સુધી પહોંચતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દાંડીયાત્રા સાથે સંકળાયેલા કેટલાક સ્થળોને રૂપિયા આઠ કરોડના અંદાજીત ખર્ચ સાથે વિકસાવવાનું આયોજન કરવામાં આવ્યુ હતુ.

આઠ કરોડના અંદાજીત ખર્ચ સાથે વિકસાવવાનું આયોજન કરવામાં આવ્યુ

એ સમયના તત્કાલિન મ્યુનિસિપલ કમિશનરે આ બાબતને ગંભીરતાથી લેતા રૂપિયા બે કરોડના ખર્ચે દાંડી પુલનું  સમારકામ પુરૂ કરવામાં આવ્યુ હતુ.પરંતુ બાદમાં તેમની બદલી થતા આ પ્રોજેકટ હેઠળ જે બીજી જાહેરાતો કરવામાં આવી હતી એ જાહેરાતોમાં આગળની કાર્યવાહી ખોરંભે પડી હોવાનું જાણવા મળ્યું છે.

જેમાં દાંડી પુલ નીચેના ચંદ્રભાગા નાળાને બંધ કરી આ સ્થળે દાંડી ઉપવન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તૈયાર કરવામાં આવનાર હતું.ઉપરાંત દાંડી પુલથી વાડજમાં આવેલા દાંડી ચોક સુધીના એક કીલોમીટરના રૂટનો પણ વિકાસ કરવાનું આયોજન કરવામાં આવનાર હતુ.આમ દાંડી રૂટ,દાંડી ઉપવન અને દાંડી ચોક સહિતના પ્રોજેકટો કેમ આગળ વધી ના શકયા? એ મામલે તંત્રના અધિકારીઓએ મૌન સેવી લીધુ છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33