Last Updated on March 17, 2021 by
આઝાદીનાં અમૃત મહોત્સવનો આરંભ ઐતિહાસિક દાંડીકૂચનાં દિવસે થતા મીઠાના સત્યાગ્રહની યાદ ફરી એક વાર તાજી થઈ છે. જોકે ગાંધીજીએ મીઠા પરના વેરાનાં વિરોધ કરવા મીઠાનો સત્યાગ્રહ કર્યો હતો તે દાયકાઓ પછી હવે મીઠા ઉધોગને બચાવવા ફરી એક વાર સત્યાગ્રહ કરવો પડે તેવી નોબત ઉભી થઈ છે. જોઈએ આ અહેવાલ…
સફેદ મીઠુ પકવતા અગરીયાઓની હાલત દયનીય
દુનિયામાં મીઠુ પકવતા દેશોમાં ભારત ત્રીજો દેશ છે અને દેશમાં મીઠાનાં ઉત્ત્પાદનમાં ગુજરાતનો હિસ્સો ૮૦ ટકા જેટલો છે. છતાં આ ઉધોગની સરકારી સ્તર પર હાલત ધણીધોરી વગરની રામભરોસે હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. કાળી મજૂરી કરીને પકવવામાં આવતા મીઠાનાં ઉત્પાદનમાં ગુજરાતનું ઐતિહાસિક યોગદાન રહયુ છે. આજે પ્રત્યક્ષ અને પરોક્ષ મળીને પાંચેક લાખ લોકો રોજગારી મેળવી રહયા છે. ગુજરાતનો મીઠા ઉધોગ અને રણમાં કાળી મજૂરી કરી સફેદ મીઠુ પકવતા અગરીયાઓની હાલત દયનીય છે. કરોડોની યોજના છતાં રણમાં અગરીયાઓને પીવાનું પાણી નથી મળતુ. અનેક સમસ્યાઓથી આ ઉધોગ પીડાઈ રહયો છે.
રાજયમાં વર્ષે આશરે ર૮૦ લાખ ટનનું ઉત્પાદન
ગુજરાતમાં ૧ર૦૦૦થી વધુ નાના – મોટા મીઠાનું ઉત્પાદન કરતા એકમો છે તેમાં ૧૦ હજાર જેટલા નાના એકમો છે. રાજયમાં વર્ષે આશરે ર૮૦ લાખ ટનનું ઉત્પાદન થઈ રહયુ છે તેમાં સોથી મોટો હિસ્સો કચ્છનો ૧૧૦ લાખ ટન જેટલો છે. કચ્છનાં નાના રણમાં આશરે રપ થી ૩૦ લાખ ટનનું ઉત્પાદન થાય છે. જામનગર – દ્રારકા જિલ્લામાં આશરે ૪પ લાખ ટન , ભાવનગર ૩પ, દક્ષિણ ગુજરાતમાં ર૮ અને ઉતર ગુજરાતમાં આશરે ૩પ લાખ ટન મીઠાનું ઉત્પાદન થાય છે.
દેશનું 80% ઉત્પાદન ગુજરાતમાં
આખા દેશના ઉત્પાદનનું ૮૦ ટકા એકલું ગુજરાત ઉત્પાદન કરતું હોવા છતાં સોલ્ટ કમિશનરની કચેરી રાજસ્થાનમાં રાખવામાં શરુ કરવામાં આવી હતી અને હવે તો ભારત સરકારે આખો સોલ્ટ વિભાગ જ બંધ કરી દીધો આમ ગુજરાતનાં અર્થતંત્રમાં મીઠા ઉધોગનો મહત્વનું સ્થાન હોવા છતાં હમેંશા આ ઉધોગની ઉપેક્ષા જ થતી હોય તેમ દેખાય છે.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
MUST READ:
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31