GSTV
Gujarat Government Advertisement

પ્રતિબંધ/ દર્શનાર્થીઓ ડાકોર જતા પહેલાં આ વાંચી લો, રણછોડરાયજીનું મંદિર આ 3 દિવસ સુધી રહેશે બંધ

Last Updated on March 21, 2021 by

ડાકોરના રણછોડરાયજીના મંદિરમાં ચાલુ વર્ષે ફાગણી પૂનમ અને ધૂળેટીના દિવસે દર્શનાર્થીઓ માટે પ્રવેશ બંધી ફરમાવવામાં આવી છે. જો કે બંધ બારણે તમામ ધાર્મિક વિધિ અને મહોત્સવ સહિત સેવા પૂજન કાર્યક્રમો યોજાશે. નડિયાદ કલેક્ટર કચેરીએ થયેલી હોળી પૂનમની બંદોબસ્ત વ્યવસ્થા માટેની મીટિંગમાં આ નિર્ણય લેવાયો હતો. આ દિવસોમાં દર્શન સમયમાં ફેરફાર કરીને સામાન્ય દિવસ મુજબનો જ નકકી કરવામાં આવ્યો છે. દર્શનાર્થી શ્રદ્ધાળુઓ ઓનલાઈન દર્શનનો લાભ લઈ શકશે.

આગામી તા. 27થી 29-3-21 સુધી હોળી મહોત્સવ પૂનમ દરમ્યાન પ્રવેશ પર પ્રતિબંધ

ગુજરાતમાં કોરોનાની વણસતી જતી અને વિસ્ફોટક બનતી પરિસ્થિતિને લઈ જિલ્લા વહીવટી તંત્ર, પોલીસ વિભાગ અને મંદિર મેનેજમેન્ટ કમિટીની મિટિંગમાં આગામી તારીખ 27થી 29-3-21 સુધી હોળી મહોત્સવ પૂનમ દરમ્યાન દર્શનાર્થી શ્રદ્ધાળુઓ માટે મંદિર પ્રવેશ બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. મંદિર મેનેજમેન્ટ અને સેવક આગેવાનો દ્વારા દર્શન સમયમાં પણ ધરખમ ફેરફાર કરાયો છે. રણછોડરાય મંદિર દ્વારા આ હોળી મહોત્સવની તમામ સેવા-પૂજા અને ધાર્મિક પરંપરા અને ધાર્મિક વિધિ પારંપરિક નિયમ મુજબ બંધ બારણે ઉજવાશે. આ ત્રણ દિવસ દરમ્યાન ભક્તો શ્રધ્ધાળુઓનો મંદિર પ્રવેશ બંધ રખાયો છે.

dakor

જાણો મંદિરના સમયમાં શું ફેરફાર કરાયો?

ડાકોર રણછોડરાયજીના મંદિરના ટ્રસ્ટીઓ અને સેવકો દ્વારા નકકી કરવામાં આવેલા સમય મુજબ સવારે 6 કલાકે નીજ મંદિર ખુલીને 6:15 કલાકે મંગળા આરતી થઈ 8:00 વાગ્યા સુધી દર્શન ખુલ્લા રહેશે, 8:30થી 9:00 સુધી શ્રી રણછોડરાયજી મહારાજ બાલભોગ, શૃંગારભોગ, ગોવાળ ભોગ ત્રણેય ભોગ ટેરામાં આરોગવા બીરાજરો. દર્શન બંધ રહેશે. 9:00 થી 10:30 સુધી દર્શન ખુલ્લા રહેશે. 10:30થી 11:15 સુધી દર્શન બંધ રહેશે. 11:15 વાગે રાજભોગ આરતી થઇ 12 વાગ્યા સુધી દર્શન ખુલ્લા રહેશે. બપોરે 12થી 4 દર્શન બંધ રહેશે. 4:15 વાગે ઉત્થાપન આરતી થઇ નિત્ય ક્રમાનુસાર, શયનભોગ તેમજ સુખડીભોગ આરોગી 7:30 વાગ્યા સુધી દર્શન ખુલ્લા રહેશે. ત્યાર બાદ ઠાકોરજી અનુકુળતાએ પોઢી જશે.

ફાગણ વદ 1 (પડવો) કુલડોળ તા.29-3-21ને સોમવારના રોજ શ્રી રણછોડરાયજી મહારાજ ડાકોરના ના સભ્ય સેવક આગેવાભાઇઓ અને મેનેજર સાથે નક્કી થયા મુજબ શ્રદ્ધાળુઓ માટે મંદિર પ્રવેશ બંધ ૨છે . ગોપાલલાલજી મહારાજ કુલડોળમાં બીરાજો, 11 થી 12 વાગ્યા સુધી શ્રી રણછોડરાયજી મહારાજ રાજભોગ આરોગવા બીરાજશે દર્શન બંધ રહેશે.

READ ALSO :

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33