GSTV
Gujarat Government Advertisement

દમણ/ ડાભેલની કંપનીમાં લાગી ભીષણ આગ, 15થી વધુ ફાયર ફાઇટર ઘટના સ્થળે, ફાયર બ્રિગેડે જાહેર કર્યો મેજર કોલ

Last Updated on March 16, 2021 by

દમણના ડાભેલ વિસ્તારમાં આવેલી કંપનીમાં આજે મળસ્કે આગ સળગી ઉઠી હતી. જ્વલંતશીલ પ્રવાહીના જથ્થાને કારણે આગ વધુ તીવ્ર બનતા આખી કંપની લપેટમાં આવી જતા ભારે અફરાતફરી મચી ગઇ હતી. દમણ, સેલવાસ, વાપી, સરીગામ સહિતના 15થી વધુ ફાયરબ્રિગેડના વાહનો ઘટના સ્થળે પહોંચીને બેકાબુ આગને કાબુમાં લેવા કવાયત આદરી હતી.

ફાયરબ્રિગેડના વાહનો ઘટના સ્થળે પહોંચીને બેકાબુ આગને કાબુમાં લેવા કવાયત આદરી

પ્રાપ્ત માહિતી અનુસાર ડાભેલના આટિયાવાડમાં પ્લોટ નં.168/179/180 માં સુપરટેક વુવન ઇન્ડસ્ટ્રિઝ નામક ટેક્ષટાઇલ કંપની આવેલી છે. આજે મંગળવારે મળસ્કે કંપનીમાં અચાનક આગ સળગી ઉઠી હતી. જો કે કંપનીમાં રહેલા જ્વલંતશીલ પ્રવાહીના જથ્થાને કારણે આગ વધુ તેજ બનતા જોતજોતામાં આખી કંપની આગની લપેટમાં આવી જતા ભારે દોડધામ મચી ગઇ હતી. આગ લાગતા કર્મચારીઓ બહાર નિકળી ગયા હતા.

દમણ, સેલવાસ, વાપી, સરીગામ સહિતના વિસ્તારના 15થી વધુ બંબા ઘટના સ્થળે

ઘટનાને પગલે દમણ, સેલવાસ, વાપી, સરીગામ સહિતના વિસ્તારના 15થી વધુ બંબા ઘટના સ્થળે પહોંચી ગયા હતા. બાદમાં લશ્કરોએ બેકાબુ બનેલી આગને કાબુમાં લેવા પાણીના ભારે છંટકાવની સાથે ફોર્મનો ઉપયોગ કરવા જહેમત આદરી હતી. ઘટનાની જાણ થતા પોલીસની ટીમ પણ ઘટના સ્થળે દોડી ગઇ હતી. 

આગને પગલે આજુબાજુમાં આવેલી કંપનીના કર્મચારીઓમાં પણ ફફડાટ

આગને પગલે આજુબાજુમાં આવેલી કંપનીના કર્મચારીઓમાં પણ ફફડાટ મચી ગયો હતો. આગ કયા કારણોસર લાગી તે અંગે કોઇ વિગત બહાર આવી નથી. આગને કારણે કંપનીમાં તૈયાર માલ અને રો મટરિયલ બળી ગયો હતો. સાથે કંપનીના સ્ટ્રકચરનું મોટુ નુકશાન થયું હતું.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33