Last Updated on April 10, 2021 by
અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં રહેતા અને વેપાર કરતા એક વેપારીએ એક અજાણ્યા યુવકથી કંટાળીને તેની સામે સાયબર ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ દાખલ કરી છે. સાયબર ક્રાઈમ બ્રાન્ચે ફરિયાદ દાખલ કરી તપાસ શરૂ કરી છે. વેપારીનો આરોપ છે કે વર્ષ 2019 થી એક યુવક અલગ અલગ રીતે તેમની દિકરી સાથે સંબંધ તોડી નાખવા અને તેની સાથે વાત નહીં કરવા ધમકી આપી રહ્યો હતો..
સોશિયલ મીડિયા દ્વારા મેસેજ મોકલતો
ફરિયાદીએ કરેલી ફરિયાદની હકીકતની વાત કરીએ તો વેપારીની 2 પુત્રી છે અને જેમાં એક વિદેશમાં અભ્યાસ કરે છે, ત્યારે બીજી દીકરી અમદાવાદમાં અભ્યાસ કરે છે. વેપારી પોતે વેપાર કરી ગુજરાન ચલાવે છે. જેમને વર્ષ 2019ના નવેમ્બર મહિનામાં સોશ્યિલ મીડિયામાં એક યુવકે મેસેજ કરેલ કે રાહુલ સાથે સંબંધ તોડી દે નહીં તો પપ્પાને કહી દઈશ. એ મેસેજ ફરિયાદીની દીકરીએ ફરિયાદીને વંચાવેલો. ફરિયાદીએ વાત ઉપર ધ્યાન આપેલ નહીં પરંતુ ત્યાર બાદ ફરિયાદીને ફેસબુક ઉપર એજ યુવકે ફરિયાદીની દીકરી અને રાહુલના ફોટા મોકલી આપેલા. જે ફોટો ફરિયાદીએ દીકરીને બતાવતા દીકરીએ કહેલું કે આ યુવક તેની સાથે સ્કૂલમાં અભ્યાસ કરતો હતો. જો કે ત્યાર બાદ જાન્યુઆરી અને ફેબ્રુઆરી 2020માં ફરિયાદીના ઘરે 2 પત્રો આવ્યા હતા, અને જેમાં ફરિયાદીની દીકરી સાથે રાહુલનો ફોટો હતો અને સાથો સાથ લખાણ હતું કે, રાહુલથી દૂર રહેવું તેવું લખેલું હતું.
અન્ય યુવક સાથે સંબંધ ન બાંધે તેના માટે તરકટ રચતો
પોલીસ તપાસમાં સામે આવ્યું કે આ પત્ર નારાયણપુરા વિસ્તારમાંથી આવ્યો હોઈ શકે. ત્યાર બાદ ફરિયાદીની દીકરીના ફોન ઉપર વોટ્સએપ કોલિંગ અને મેસેજ આવ્યા કે, રાહુલ સાથે સંબંધ તોડી નાખ. આરોપીએ ફરિયાદીની દીકરીનું સમાજમાં બદનામી થાય તે પ્રકારનું કૃત્ય કરી રહ્યો હતો. જોકે આટલેથી યુવકના અટક્યો અનેં તાજેતરમાં ફરી પત્ર ફરિયાદીના ઘરે આવ્યો અને જેમાં અંગ્રેજીમાં લખાણ હતું કે અભી ભૂલે નહીં હૈ ફોટો હૈ હમારે પાસ ઔર રાહુલને બોલા હૈ કે વો બાત કરતા હૈ… વગેરે ધમકી ભર્યો પત્ર હતો. જેથી ફરિયાદીએ સાયબર ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ દાખલ કરાવી હતી.
આ મામલે પોલીસે ફરિયાદ લઈ આગળની કાર્યવાહી શરૂ કરી આરોપી તેજ દોષિની ધરપકડ કરી છે, ધરપકડ બાદ સામે આવ્યું કે એક તરફી પ્રેમમાં પાગલ યુવકે યુવતીના અન્ય સાથેના સંબંધો ન બંધાય તે માટે આવા તરકટ રચતો હતો.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31