Last Updated on April 2, 2021 by
રાજ્યમાં કોરોના કેસમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે ભાજપે પણ રસીકરણ માટે કમર કસી છે. ભાજપે 45 હજાર જેટલા સેન્ટર શરૂ કરીને વેક્સિનેશન પ્રક્રિયા ઝડપી થાય તે માટે પ્રયાસ શરૂ કર્યા છે. વેક્સિને લેવાની બાકી હોય તેઓને વેક્સિને સેન્ટર સુધી લાવવા અને લઈ જવાની સુવિધા નાસ્તા તેમજ બેઠક વ્યવસ્થાની પણ તૈયારી કરવામાં આવી છે. કોરોના રસીકરણને ઝડપી બનાવવા 2500 જેટલા હેલ્પ ડેસ્ક બનાવવામાં આવ્યા છે. તેમજ પેજ પ્રમુખ અને પેજ કમિટીના સભ્યો કામ કરશે.
ભારત સરકાર દ્વારા શરુ કરવામાં આવેલ કોરોના વેક્સીન અભિયાન અંતર્ગત ગુજરાત ભાજપા દ્વારા ગુજરાતના જિલ્લા અને મહાનગરોમાં ચાલી રહેલ રસીકરણ સંદર્ભે પ્રેસ મીડિયાને સંબોધતા પ્રદેશ અધ્યક્ષ શ્રી @CRPaatil https://t.co/5i2h2Y5tUg
— BJP Gujarat (@BJP4Gujarat) April 2, 2021
વૈક્સિન લેવા માટે પાટિલે આગ્રહ કર્યો
ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટિલે આજે સંબોધન કરતા કહ્યુ હતું કે, સરકારે નક્કી કરેલા ધારા ધોરણ પ્રમાણે તમામ લોકોએ સુરક્ષિત રીતે કોરોનાની રસી લગાવી લેવી.
રસીકરણની પ્રક્રિયાને વધુ ઝડપી બનાવવા માટે ભારતીય જનતા પાર્ટી તરફથી ખુદ સી.આર પાટિલ મેદાને આવ્યા છે. ભારતીય જનતા પાર્ટીએ ધારાસભ્યો, નેતાઓ અને પાર્ટી કાર્યકર્તાઓને રસીકરણ મામલે લોકોને જાગૃત કરવા માટે સૂચના આપી છે. જે માટે ભાવનગર અને અમરેલીમાં સી.આર પાટિલ જશે.
એક લાખથી વધારે કાર્યકરો આ કામમાં જોડાયા હોવાની વાત કહી
કોરોના રસીકરણ વધારવા માટે ભાજપ મેદાને આવ્યું છે. એક લાખથી વધુ કાર્યકરો રસીકરણના આ અભિયાનમાં જોડાયા હોવાની વાત તેમણે જણાવી છે. જેના માટે હેલ્થ ડેસ્ક પણ બનાવ્યા છે.
કોરોનાની રસી લેવા માટે લોકોમાં જાગૃતિ લાવવામાં આવશે. રવિવારે અમરેલી અને મહુવામાં પાંચ-પાંચ હજાર વૈક્સિનના ડોઝ આપવામાં આવશે. તેમ પણ પાટિલે જણાવ્યુ હતું.આ ઉપરાંત તેમણે જણાવ્યુ હતું કે, ભાજપના પેજ પ્રમુખો પણ આ રસીકરણના અભિયાનમાં જોડવા માટે સૂચના આપી છે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31