Last Updated on April 7, 2021 by
કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં જ કાર્યસ્થળો પર રસીકરણની પરવાનગી આપવા જઇ રહી છે. કોઇ પણ કાર્યસ્થળ પર 100 પાત્ર લાભાર્થી હોવાની સ્થિતિમાં ત્યાં જ કોવિડ વેક્સિનેશન સેન્ટર બનાવવામાં આવશે. રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશોને આને 11 એપ્રિલના રોજ લોન્ચ કરવાના નિર્દેશ આપ્યાં છે. સરકાર તરફથી જારી કરવામાં આવેલ આદેશ અનુસાર, કોઇ પણ ખાનગી અથવા સાર્વજનિક સંગઠનમાં 100 પાત્ર અને ઇચ્છુક લાભાર્થી હોવાની સ્થિતિમાં કાર્યસ્થળને કોવિડ વેક્સિનેશન સેન્ટર બનાવવામાં આવશે. રાજ્યોને આ અભિયાનમાં સહયોગ આપવા માટે તેના અનુસાર દિશાનિર્દેશ જારી કરવામાં આવશે.
દેશમાં 1 એપ્રિલથી 45 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે રસીકરણની શરૂઆત
ઉલ્લેખનીય છે કે, દેશમાં 1 એપ્રિલથી 45 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે રસીકરણની શરૂઆત થઈ ગઈ છે. તેના પહેલા જ 60 વર્ષથી વધુ ઉંમરના લોકોનું રસીકરણ કરવામાં આવી રહ્યું છે. એવામાં કાર્યસ્થળે જ આ ઉંમરના વર્ગોના 100 લાભાર્થી હોવાની સ્થિતિમાં ત્યાં જ તેમનું રસીકરણની મંજૂરી મળી જશે.
ભારતમાં વિશ્વનું સૌથી ઝડપી કોરોના સામે વૈકિનેશનનું અભિયાન ચાલુ છે. હાલમાં દેશમાં બે વેક્સિન કોવિશિલ્ડ અને કોવેક્સિન અપાઈ રહી છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ, ભારતમાં રોજના 30,93,861 સ્થળોએ વેક્સિનેશન અપાઈ રહી છે. દેશમાં આજ સુધી કોવિડ -19 વેક્સિનના 8.70 કરોડથી વધારે ડોઝ અપાઈ ચૂક્યાં છે.
અત્યાર સુધીમાં 89,63,724 સ્વાસ્થ્ય કર્મીઓને વેક્સિનનો પહેલો ડોઝ અપાઈ ચૂક્યો
સ્વાસ્થ્ય મંત્રાલયના અહેવાલો અનુસાર અત્યાર સુધીમાં 89,63,724 સ્વાસ્થ્ય કર્મીઓને વેક્સિનનો પહેલો ડોઝ અપાઈ ચૂક્યો છે. જ્યારે 53,94,913 આરોગ્યકર્મીઓને બીજો ડોઝ પણ અપાયો છે. 60 વર્ષથી વધુ વયના 3,53,75,953 લોકોને પ્રથમ ડોઝ તો આ આયુનામાં 10,00,787 લોકોને બીજો ડોઝ અપાયો છે. આ જ પ્રકારે 45 વર્ષથી 60 વર્ષના લોકોમાં 2,18,60,709 લોકોને પ્રથમ ડોઝ તો 4,31,933 લોકોને બીજો ડોઝ અપાયો છે. છેલ્લા 24 કલાકમાં 33 લાખથી વધુની કોવિડ -19 વેક્સિન અપાઈ છે. દેશમાં વેક્સિન અભિયાનના 81 મા દિવસ (6 એપ્રિલ) ના 33,37,601 લોકોએ વેક્સિન લીધી છે.
ભારતમાં કોરોનાની લહેર વાવાઝોડાની ગતિએ આગળ વધી રહી છે અને છેલ્લા 24 કલાકમાં અત્યાર સુધીના તમામ રેકોર્ડ બ્રેક કોરોના કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાક્માં 1 લાખ 15 હજારથી વધુ કોરોના કેસ નોંધાયા છે. જે કોરોના મહામારીની શરૂઆતી દૈનિક નોંધાતા કેસનો સૌથી વધુ આંકડો છે. 24 કલાકમાં દેશમાં 630 દર્દીઓના કોરોનાથી મોત નિપજ્યા છે. ગત રવિવારે પણ કોરોના કેસની સંખ્યા એક લાખને પાર થઈ હતી અને આજે ફરી એક લાખને પાર કોરોના કેસ થયા છે. આ સાથે જ દેશમાં કોરોનાના કુલ કેસની સંખ્યા એક કરોડ 27 લાખને પાર થઈ છે. દેશમાં આઠ લાખથી વધુ એક્ટિવ કેસ નોંધાયા છે.
કોરોનામાં આગામી ચાર સપ્તાહ દેશ માટે ખૂબ જ મહત્વના
ભારતમાં કોરોના મહામારીની બીજી લહેરમાં અત્યંત ઝડપથી ફેલાઈ રહી છે અને આગામી ચાર સપ્તાહ દેશ માટે ખૂબ જ મહત્વના રહેશે. તેવી કેન્દ્ર સરકારે ચેતવણી આપી છે. સરકારે કોરોનાની બીજી લહેર પર નિયંત્રણ મેળવવા લોકોને માસ્ક પહેરવા, સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવા સહિત કોવિડ નિયમોનું પાલન કરવા પર ભાર મૂક્યો છે.
દેશમાં કોરોના મહામારીની સ્થિતિ બદથી બદતર
નીતિ આયોગના સભ્ય વી. કે. પૌલે જણાવ્યું હતું કે, દેશમાં કોરોના મહામારીની સ્થિતિ બદથી બદતર થઈ રહી છે અને દંર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. દેશની મોટી વસતી પર હજી પણ કોરોનાનું જોખમ તોળાઈ રહ્યું છે. લોકો કોરોનાના નિયમોનું પાલન કરે, કેન્ટેનમેન્ટ ઝોન જાહેર થાય, વધુ અસરકારક રીતે ટેસ્ટિંગ થવા જોઈએ, મેડિકલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને મજૂબત બનાવવું જોઈએ અને રસીકરણ અભિયાનની ગતિ વધારવી જોઈએ. તેના પર ભાર મુકવામાં આવ્યો હતો. ભારતમાં કોરોના રસીકરણ અભિયાનમાં હાલ ૪૫ વર્ષથી વધુ વયના લોકોને રસી અપાઈ રહી છે ત્યારે ઈન્ડિયન મેડિકલ એસોસિએશન સહિત કેટલાક સંગઠનોએ રસીકરણમાં ૪૫ વર્ષની વય મર્યાદામાં છૂટછાટ આપવા માટે કેન્દ્ર સમક્ષ માગણી કરી છે.
READ ALSO :
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31