GSTV
Gujarat Government Advertisement

ખતરાની ઘંટડી / દેશમાં કોરોનાની બીજી લહેરમાં બાળકો થઈ રહ્યા છે સંક્રમિત, મહારાષ્ટ્રમાં 60 હજારથી વધુ બાળકો કોરોના પોઝિટિવ

Last Updated on April 7, 2021 by

દેશમાં કોરોનાના વધતા કેસ વચ્ચે ચોંકાવનારા આંકડાઓ સામે આવી રહ્યાં છે. તમામને હેરાન કરનારી વાત એ છે કે આ વખતે મોટી સંખ્યામાં બાળકો કોરોનાનો શિકાર બની રહ્યા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના આંક મુજબ કેટલાક રાજ્યોમાં બાળકોમાં કોરોનાનું સંક્રમણ વધ્યું છે. દેશના 11 રાજ્યોમાં બાળકોમાં કોરોનાનું સંક્રમણ મોટા પ્રમાણમાં જોવા મળ્યું છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના આંક મુજબ મહારાષ્ટ્રમાં 1 માર્ચથી 4 એપ્રિલ સુધીમાં 0-5 વર્ષના 9882 બાળકો સંક્રમિત થયા છે. 6થી 10 વર્ષના 14660 બાળકો કોરોના પોઝીટીવ આવ્યા છે તો 11થી 17 વર્ષના 36142 કિશોરો કોરોના પોઝિટિવ આવ્યા છે. જો બાળકોની વાત કરવામાં આવે તો મહારાષ્ટ્રમાં 60684 બાળકો કોરોનાની ઝપેટમાં આવી ચૂક્યા છે. છત્તીસગઢમાં 5940 બાળકો કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. દિલ્હીમાં પણ 2733 બાળકો કોરોનાથી સંક્રમિત થયા છે.

કોરોના

કોવિડ નિયમોનું પાલન કરવા પર ભાર મૂક્યો

એમ્સના પૂર્વ નિર્દેશક ડો. એમસી. મિશ્રાએ કહ્યું કે, પહેલા બાળકોમાં સંક્રમણ ઓછું જોવા મળ્યું હતું. પરંતુ હાલમાં સ્થિતિ બગડી છે. વાયરસ ખૂબજ ઝડપથી ફેલાઈ રહ્યો હોય તમારા બાળકને ખૂબ જ સાવધાની સાથે સતર્ક રાખવાની ખાસ જરૂર છે. કોરોનાના નવા સ્ટ્રેનને પગલે બાળકોમાં પણ કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. ભારતમાં કોરોના મહામારીની બીજી લહેરમાં અત્યંત ઝડપથી ફેલાઈ રહી છે અને આગામી ચાર સપ્તાહ દેશ માટે ખૂબ જ મહત્વના રહેશે. તેવી કેન્દ્ર સરકારે ચેતવણી આપી છે. સરકારે કોરોનાની બીજી લહેર પર નિયંત્રણ મેળવવા લોકોને માસ્ક પહેરવા, સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવા સહિત કોવિડ નિયમોનું પાલન કરવા પર ભાર મૂક્યો છે.

બીજી લહેરમાં જે આંકડાઓ સામે આવી રહ્યાં છે તે ઘણા ભયાવહ

કોરોનાની બીજી લહેરમાં જે આંકડાઓ સામે આવી રહ્યાં છે તે ઘણા ભયાવહ છે. કોરોના વાઈરસની આ લહેર પહેલા કરતા પણ વધુ ખતરનાક છે. ડોક્ટર્સ તેના પાછળ બીજા કેટલાક કારણો પણ જવાબદાર હોવાનું કહી રહ્યા છે. દિલ્હીની લોકનાયક હોસ્પિટલના એમડી ડો. સુરેશ કુમારે કહ્યું કે,‘ આ વખતે બીમાર થનારા લોકોમાં યુવાનો, બાળકો અને ગર્ભવતી મહિલાઓની સંખ્યા સૌથી વધારે છે. નવી લહેર ખૂબ ઝડપથી ફેલાઈ રહી છે અને દિલ્હીની હોસ્પિટલોમાં બેડની પણ તંગી પડી રહી છે.

3 દિવસમાં દેશમાં 3 લાખથી વધારે નવા કેસ નોંધાયા

મુંબઈમાં બીજી લહેરના 80 ટકા કેસમાં કોરોનાના કોઈ લક્ષણો નથી દેખાયા.’ હાર્ટ કેર ફાઉન્ડેશન ઓફ ઈન્ડિયા અને કંફડરેશન ઓફ મેડિકલ અસોશિએશન ઓફ એશિયાના પ્રેસિડેન્ટ ડો. કેકે અગ્રવાલે આ અંગે જણાવ્યું કે,‘મહિલાઓ અને બાળકોમાં કોરોનાના લક્ષણો ઓછા દેખાય છે પરંતુ તેમણે સાવધાન રહેવાની જરૂર છે.’ છેલ્લા 3 દિવસમાં દેશમાં 3 લાખથી વધારે નવા કેસ નોંધાયા છે.

3 દિવસમાં દેશમાં 3 લાખથી વધારે નવા કેસ નોંધાયા

નીતિ આયોગના સભ્ય વી. કે. પૌલે જણાવ્યું હતું કે, દેશમાં કોરોના મહામારીની સ્થિતિ બદથી બદતર થઈ રહી છે અને દંર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. દેશની મોટી વસતી પર હજી પણ કોરોનાનું જોખમ તોળાઈ રહ્યું છે. લોકો કોરોનાના નિયમોનું પાલન કરે, કેન્ટેનમેન્ટ ઝોન જાહેર થાય, વધુ અસરકારક રીતે ટેસ્ટિંગ થવા જોઈએ, મેડિકલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને મજૂબત બનાવવું જોઈએ અને રસીકરણ અભિયાનની ગતિ વધારવી જોઈએ. તેના પર ભાર મુકવામાં આવ્યો હતો. ભારતમાં કોરોના રસીકરણ અભિયાનમાં હાલ ૪૫ વર્ષથી વધુ વયના લોકોને રસી અપાઈ રહી છે ત્યારે ઈન્ડિયન મેડિકલ એસોસિએશન સહિત કેટલાક સંગઠનોએ રસીકરણમાં ૪૫ વર્ષની વય મર્યાદામાં છૂટછાટ આપવા માટે કેન્દ્ર સમક્ષ માગણી કરી છે.

corona in india

છેલ્લાં 24 કલાકમાં અત્યાર સુધીના તમામ રેકોર્ડ બ્રેક કોરોના કેસ

ભારતમાં કોરોનાની લહેર વાવાઝોડાની ગતિએ આગળ વધી રહી છે અને છેલ્લા 24 કલાકમાં અત્યાર સુધીના તમામ રેકોર્ડ બ્રેક કોરોના કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાક્માં 1 લાખ 15 હજારથી વધુ કોરોના કેસ નોંધાયા છે. જે કોરોના મહામારીની શરૂઆતી દૈનિક નોંધાતા કેસનો સૌથી વધુ આંકડો છે. 24 કલાકમાં દેશમાં 630 દર્દીઓના કોરોનાથી મોત નિપજ્યા છે. ગત રવિવારે પણ કોરોના કેસની સંખ્યા એક લાખને પાર થઈ હતી અને આજે ફરી એક લાખને પાર કોરોના કેસ થયા છે. આ સાથે જ દેશમાં કોરોનાના કુલ કેસની સંખ્યા એક કરોડ 27 લાખને પાર થઈ છે. દેશમાં આઠ લાખથી વધુ એક્ટિવ કેસ નોંધાયા છે.

READ ALSO :

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33