Last Updated on March 4, 2021 by
ભારત બાયોટેક અને ઇંડિયન કાઉંસિલ ઓફ મેડિકલ રિસર્ચ (આઇસીએમઆર) દ્વારા વિકસિત કરાયેલી કોરોનાની રસી કોવેક્સિનની ટ્રાયલના ત્રીજા તબક્કાનું પરિણામ જાહેર કરાયું છે. જેમાં દાવો કરાયો છે કે આ રસી ટ્રાયલના ત્રીજા તબક્કામાં ૮૧ ટકા અસરકારક પુરવાર થઇ છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ કોવેક્સિન જ લીધી હતી.
ભારત બાયોટેક અને આઇસીએમઆર દ્વારા વિકસિત રસીના ડેટા જારી
ટ્રાયલના ત્રીજા તબક્કામાં આશરે ૨૫,૮૦૦ લોકોનો સમાવેશ કરાયો હતો જેમને આ રસી આપવામાં આવી હતી અને બાદમાં તેમના શરીર પર તેની કેટલી અસર થઇ તેની તપાસ કરવામાં આવી હતી. આ ટ્રાયલને દેશની અત્યાર સુધીની સૌથી મોટી ટ્રાયલ પણ માનવામા આવે છે. સરકારે પહેલા જ આ રસી આપવાનું શરૂ કરી દીધુ છે અને અનેક લોકોને રસી અપાઇ ચુકી છે. જ્યારે રસીકરણનો હાલ બીજો તબક્કો ચાલી રહ્યો છે જેમાં ૬૦ વર્ષથી વધુ વયના અને ૪૫ વર્ષથી વધુ વયના પણ રોગ હોય તેમને આ રસી આપવામાં આવી રહી છે.
આ રસી નવા વાઇરસને રોકવામાં પણ અસરકારક સાબિત થઇ શકે છે : ભારત બાયોટેકનો દાવો
ભારત બાયોટેકનો દાવો છે કે આ રસી નવા વાઇરસને રોકવામાં પણ અસરકારક સાબિત થઇ શકે છે. બીજી તરફ દેશમાં કોરોનાના કેસોમાં ફરી ઉછાળો આવી રહ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના નવા ૧૪,૯૮૯ કેસો સામે આવ્યા હતા, જ્યારે વધુ ૯૮ લોકોના મોત નિપજ્યા હતા. બીજી તરફ કુલ મૃત્યુઆંક વધીને ૧,૫૭,૩૪૬ને પાર કરી ગયો હતો. હાલ દરરોજ ૯૮થી વધુ લોકો કોરોનાથી જીવ ગુમાવી રહ્યા છે. હાલ એક્ટિવ કેસોની સંખ્યા ૧,૭૦,૧૨૬ને પાર પહોંચી ગઇ છે. જે ટોટલ ઇન્ફેક્શનના ૧.૫૩ ટકા છે.
રાષ્ટ્રપતિ કોવિંદે સૈન્ય હોસ્પિટલમાં રસીનો પહેલો ડોઝ લીધો, નાગરિકોને રસીકરણમાં ભાગ લેવાની અપીલ
નવા કેસો સામે આવ્યા છે તેમાં ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટક, તમિલનાડુ, પંજાબ, કેરળ ટોચના સ્થાને છે. જ્યાં દેશના કુલ દૈનિક કેસોના ૮૫.૯૫ ટકા કેસો સામે આવ્યા છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી બાદ હવે રસીકરણના બીજા તબક્કાના ત્રીજા દિવસે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પણ રસીનો પહેલો ડોઝ લીધો હતો. ૭૫ વર્ષીય રાષ્ટ્રપતિ કોવિંદ નવી દિલ્હી સ્થિત સૈન્યની હોસ્પિટલમાં પોતાની પુત્રીની સાથે રસી લેવા આવ્યા હતા. તેમણે નાગરિકોને પણ રસી લેવાની અપીલ કરી હતી. બીજી તરફ દૈનિક કેસોમાં અચાનક ઉછાળો આવી રહ્યો છે જેને પગલે સરકારો ચિંતામાં મુકાઇ છે અને નાગરિકોને વધુ યોગ્ય રીતે કોરોનાની ગાઇડલાઇનને અનુસરવાની અપીલ કરાઇ રહી છે.
Read Also
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31