Last Updated on March 25, 2021 by
દેશમાં જીવલેણ કોરોના વાયરસના કેસોમાં અવિરત પળે વધારો જોવા મળી રહ્યો છે. બીજી તરફ કોરોનાના વધતા જતા કેસોના કારણે સરકારની ચિંતા વધી ગઈ છે.દેશમાં રોજ 40000 જેટલા નવા કેસ રેકોર્ડ થઈ રહ્યા છે અને બીજી તરફ અલગ અલગ રાજ્યોમાં કોરોના વાયરસના અલગ અલગ વેરિએન્ટ મળી રહ્યા હોવાની ચોંકાવનારી વિગતો પણ બહાર આવી છે.
અલગ વેરિએન્ટ મળી રહ્યા હોવાની ચોંકાવનારી વિગતો પણ બહાર આવી
આ બધાની વચ્ચે હોળીનો તહેવાર આવી રહ્યો છે અને લોકોની બજારોમાં ભીડ ભેગી થવાનો ખતરો પણ છે.હવે રાજ્ય સરકારો પણ આકરી ગાઈડલાઈનનો અમલ કરવા માટેના નિર્ણયો લે તેવી શક્યતા છે. ભારત સરકારનુ કહેવુ છે કે, 711 એવા એક મળ્યા છે જેમાં કોરોના વાયરસના નવા વેરિએ્ટ જોવા મળ્યા છે.આ પૈકીના 736 કેસ યુકેના કોરોના વેરિએન્ટ, 34 કેસ સાઉથ આફ્રિકા વેરિએન્ટ, એક કેસ બ્રાઝિલિયન વેરિએન્ટનો જોવા મળ્યો છે.આ સિવાય મહારાષ્ટ્ર, કેરાલા, તેલંગાણા અને આંધ્રપ્રદેશમાં પણ નવા વેરિએન્ટ જોવા મળ્યા છે.કેન્દ્ર સરકારે આ રાજ્યોને કડકાઈ વધારવા માટે કહ્યુ છે.
ઉત્તરાખંડમાં પણ કુંભ મેળો ચાલી રહ્યો છે.હવે તેમાં ભાગ લેવા માટે કોરોના ટેસ્ટ ફરજિયાત બનાવાયો છે.મહારાષ્ટ્રના બીજ જિલ્લામાં 4 એપ્રિલ સુધી સંપૂર્ણ લોકડાઉન લાગુ કરાયુ છે.કેન્દ્ર સરકારે રાજ્યોને કહ્યુ છે કે, રાજ્યો પોતાની રીતે આકરી ગાઈડલાઈન લાગુ પાડવા માંગે તો તેના પર વિચાર થઈ શકે છે.
મુંબઈમાં 24 કલાકમાં 5185 કેસ, 6નાં મૃત્યુ
મહારાષ્ટ્રમાં કોરોના વાયરસની સંક્રમિત દરદીઓની વધતી જતી સંખ્યા પ્રશાસન માટે ચિંતાનો વિષય બની છે તેવામાં રાજ્યમાં એક દિવસમાં 31,855 નવા દરદીઓ નોંધાયા છે જ્યારે 15098 દરદી સાજા થયા છે. 24 કલાકમાં મહારાષ્ટ્રમાં 95 કોરોનાગ્રસ્તોનું મૃત્યુ નિપજ્યા છે. તેની સાથે જ મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં કોરોનાગ્રસ્ત બનેલા દરદીઓની કુલ સંખ્યા 25,64,881 થઈ છે જેમાંથી 22,62,593 સાજા થયા છે. જ્યારે 53864ના મૃત્યુ નિપજયા ચે. હાલ મહારાષ્ટ્રના કોરોના 247299 એક્ટિવ કેસ છે.
મહારાષ્ટ્રમાં એક દિવસમાં 31,855 કેસ,15098 સાજા થયા, 95નાં મોત
આર્થિક રાજધાની મુંબઈમાં છેલ્લા 24 કલાકના કોરોનાના 5185 નવા કેસ નોંધાયા છે. જ્યારે 2088 દરદી સાજા થયા છે અને છનાં મૃત્યુ નિપજ્યા છે તેની સાથે જ મુંબઈમાં કોરોનાગ્રસ્ત બનેલા દરદીઓની કુલ સંખ્યા 374641 થઈ છે જેમાંથી 332713 સાજા થયા છે અને 11610નાં મૃત્યુ નિપજ્યા છે. હાલ મુંબઈમાં કોરોનાના 29395 એક્ટિવ કેસ છે.
થાણેમાં અત્યાર સુધીમાં 314280 વ્યક્તિ કોરોનાગ્રસ્ત બન્યા છે. જેમાંથી 283768 સાજા થયા છે. જ્યારે 5914 દરદી કોરોના સામે જીવનની જંગ હાર્યા છે હાલ થાણેના 28567 એક્ટિવ કેસ છે. પુણેમાં અત્યાર સુધીમાં 487966 વ્યક્તિ કોરોનાથી સંક્રમિત થયા છે જેમાંથી 460656 એ કોરોનાને માત આપી છે જ્યારે 8225 મૃત્યુને ભેટયા છે. હાલ પુણેમાં 49036 એક્ટિવ કેસ છે પુણેમાં અડધા લાખની આસપાસ એક્ટિવ કેસ હોવાથી પ્રશાસનની ચિંતા વધી છે. નવા આંકડા સાથે જ મહારાષ્ટ્રનો પોઝિટીવીટી રેટ 13.70 ટકા થયો છે. રિકવરી રેટ 88.21 ટકા થયો છે. જ્યારે મૃત્યુ દર ઘટીને 2.09 ટકા થયો છે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31