Last Updated on March 29, 2021 by
કોરોના વાઈરસ ક્યાંથી અને કેવી રીતે ફેલાયો તેની પર છેલ્લાં 1 વર્ષથી તપાસ ચાલી રહી છે. ત્યારે તાજેતરમાં જ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનની ટીમે આ અંગે માહિતી મેળવવા ચીનના વુહાનની મુલાકાત લીધી હતી. વાસ્તવમાં વુહાનમાં જ સૌ પ્રથમ કોરોના કેસ સામે આવ્યો હતો. જો કે, ચીન પર ઘણાં સમયથી આરોપ લાગી રહ્યો હતો કે કોરોના વુહાન સ્થિત લેબથી જ ફેલાયો છે.
જો કે ચીન આવાં તમામ આરોપોને ખોટા ગણાવતું રહ્યું છે. હવે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનની ટીમના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, ‘વુહાન લેબથી કોરોના નથી ફેલાયો, પરંતુ કોરોના કોઈ પ્રાણીમાંથી માણસોમાં ફેલાયું છે.’
ટીમને આશંકા છે કે, ‘કોરોના વાઇરસ ચામાચીડિયા કે અન્ય કોઈ પ્રાણીમાંથી માણસોમાં ફેલાયો છે. લેબથી વાઈરસ ફેલાવવાની શક્યતા ઘણી ઓછી છે.’ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના આ રિપોર્ટથી ચીનને એક રીતે ક્લિનચીટ મળી ગઈ છે, જે મુદ્દે ઘણાં દેશો અગાઉ આશંકા વ્યક્ત કરી ચૂક્યાં છે.
કોરોનાની ઉત્પત્તિ સાથે સંબંધિત રિપોર્ટ આગામી દિવસોમાં જારી કરી દેવાશે
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના એક અધિકારીએ ગયા સપ્તાહે જ જણાવ્યું હતું કે, ‘તેઓને આશા છે કે, કોરોનાની ઉત્પત્તિ સાથે સંબંધિત રિપોર્ટ આગામી કેટલાંક દિવસોમાં જારી કરી દેવામાં આવશે. એવું જણાવવામાં આવી રહ્યું છે કે, આ રિપોર્ટમાં ચાર સિદ્ધાંત અને એક સંભવિત નિષ્કર્ષ શામેલ છે.’
હકીકત એવી છે કે, રિપોર્ટ રજૂ કરવામાં પણ સતત મોડું થઇ રહ્યું છે, જેનાથી અનેક પ્રકારના સવાલો ઉઠી રહ્યાં છે. એવું કહેવાઇ રહ્યું છે કે, ક્યાંક ચીની પક્ષ તપાસના પરિણામોને પ્રભાવિત કરવાની તો કોશિશ નથી કરી રહ્યું ને કે જેથી ચીન પર આ મહામારી ફેલાવવાનો કોઇ જ દોષ ના લાગે.
READ ALSO :
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31